IND vs AUS Test Day 4: ચોથા દિવસની રમત પૂર્ણ, ઓસ્ટ્રેલિયાનો સ્કૉર વિના વિકેટે 3 રન, ભારતથી હજુ 88 રન પાછળ

IND vs AUS Live Score 4th rd Day: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ચોથી ટેસ્ટમાં આજે ચોથા દિવસની રમત રમાઇ રહી છે,

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 12 Mar 2023 05:18 PM
ચોથા દિવસની રમત પૂર્ણ, ઓસ્ટ્રેલિયા 3/0, હજુ 88 રન પાછળ

IND vs AUS Test Day 4: અમદાવાદમાં રમાઇ રહેલી ચોથી ટેસ્ટમાં ચોથા દિવસની રમત પૂર્ણ થઇ ચૂકી છે. ઓસ્ટ્રેલિયાએ પોતાની બીજી ઇનિંગ શરૂ કરી લીધી છે. પ્રથમ ઇનિંગમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 91 રનની લીડ આપી હતી. ચોથા દિવસના અંતે બેટિંગમાં ઉતરેલી કાંગારુ ટીમે માત્ર 6 ઓવર રમીને વિના વિકેટે 3 રન બનાવ્યા હતા, ઓસ્ટ્રેલિયા તરફથી અત્યારે ક્રિઝ પર ટ્રેવિસ હેડ અને મેથ્યૂ કૂહેનમેન રમી રહ્યાં છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયન ટીમ હજુ ભારતથી 88 રન પાછળ ચાલી રહી છે. ચોથી ટેસ્ટનો ચોથો દિવસ સંપૂર્ણ રીતે ભારતીય ટીમની પક્ષમાં રહ્યો હતો.  

ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ શરૂ

ઓસ્ટ્રેલિયન ટીમની બીજી ઇનિંગ શરૂ થઇ ચૂકી છે. ક્રિઝ પર અત્યારે કાંગારુ ટીમ તરફથી મેથ્યૂ કૂહેનમેન શૂન્ય અને ટ્રેવિસ હેડ 2 રન બનાવીને રમી રહ્યાં છે. 5 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કૉર વિના વિકેટે 2 રન પર છે.

ચોથા દિવસે વિરાટની વિરાટ બેટિંગ

ચોથા દિવસે ભારત તરફથી વિરાટ કોહલીની શાનદાર બેટિંગ જોવા મળી, વિરાટે ચોથા દિવસે કાંગારુઓ બૉલરોને હંફાવ્યા હતા. વિરાટે શાનદાર બેટિંગ કરતાં 364 બૉલનો સામનો કર્યો હતો, જેમાં 15 ચોગ્ગા સાથે 186 રનની વિરાટ ઇનિંગ રમી હતી. જોકે, છેલ્લી વિકેટ તરીકે વિરાટની જ વિકેટ પડતાં ભારતની પ્રથમ ઇનિંગ સમેટાઇ ગઇ હતી. ભારતે ઓસ્ટ્રેલિયા પર પ્રથમ ઇનિંગમાં 91 રનોની લીડ મેળવી હતી. ભારતનો સ્કૉર 571 રન પર પહોંચ્યો હતો.

ભારતની પ્રથમ ઇનિંગ પૂર્ણ, 91 રનની લીડ

ભારતની પ્રથમ ઇનિંગ પૂર્ણ થઇ ગઇ છે, ટીમ ઇન્ડિયાએ ચોથા દિવસે શાનદાર બેટિંગ કરતાં પોતાની પ્રથમ ઇનિંગ પૂર્ણ કરી લીધી છે. ભારતે 178.5 ઓવર રમીને 571 રનોનો વિશાલ સ્કૉર કરી દીધો છે. આ સાથે જ ઓસ્ટ્રેલિય ટીમને 91 રનની લીડ મળી છે. 

અક્ષર પટેલ આઉટ

ભારતને 6ઠ્ઠો ઝટકો અક્ષર પટેલના રૂપમાં લાગ્યો છે. અક્ષર પટેલ શાનદાર બેટિંગ બાદ પેવેલિયન ભેગો થયો છે. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બૉલર મિશેલ સ્ટાર્કે અક્ષર પટેલને બૉલ્ડ કર્યો છે. અક્ષરે શાનદાર બેટિંગ કરતાં 113 બૉલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 79 રનની ઇનિંગ રમી છે. અત્યારે ટીમોનો સ્કૉર 174 ઓવર બાદ 6 વિકેટના નુકશાને 560 રન પર પહોંચ્યો છે. વિરાટ કોહલી 180 રન અને રવિચંદ્રન અશ્વિન 2 રન બનાવીને રમતમાં છે.

અક્ષર પટેલની શાનદાર ફિફ્ટી

ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર અક્ષર પટેલે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વધુ એક ફિફ્ટી ફટકારી છે. અક્ષરે ટેસ્ટ ક્રિકેટની ચોથી ફિફ્ટી ફટકારી છે. અક્ષરે 95 બૉલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 50 રન પુરા કર્યા છે. 

ભારતનો સ્કૉર 500 રનને પાર

ભારતનો સ્કૉર 500 રનને પાર પહોંચી ચૂક્યો છે. આ સાથે જ ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા પર લીડ બનાવવાની શરૂઆત કરી દીધી છે. 166 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કૉર 5 વિકેટના નુકશાને 508 રન થયો છે, ભારતે ઓસ્ટ્રેલિયા પર 28 રનની લીડ મેળવી લીધી છે. અત્યારે ક્રિઝ પર વિરાટ કોહલી 164 રન અને અક્ષર પટેલ 49 રન બનાવીને રમી રહ્યાં છે. 

વિરાટ કોહલીના 150 રન પુરા

ચોથી ટેસ્ટમાં વિરાટ કોહલીએ કેર વર્તાવ્યો છે, સદી બાદ હવે વિરાટે પોતાના 150 રન પુરા કરી લીધા છે. વિરાટે 313 બૉલનો સામનો કરતાં 153 રન બનાવ્યા છે, જેમાં 13 ચોગ્ગા સામેલ છે. 

PM મોદીએ બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવે રાષ્ટ્રને કર્યો સમર્પિત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (12 માર્ચ) કર્ણાટકમાં 10 લેન બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રોજેક્ટમાં નેશનલ હાઈવે-275ના બેંગલુરુ-નિદાઘટ્ટા-મૈસૂર સેક્શનને છ-માર્ગીય બનાવવાનો સમાવેશ થાય છે. આ 119 કિલોમીટર લાંબો પ્રોજેક્ટ લગભગ 8,480 કરોડ રૂપિયાના કુલ ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે.

ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન મોદીએ રેલીને સંબોધી હતી. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે આજે કર્ણાટકની જનતા મને આશીર્વાદ આપી રહી છે. તેમણે કહ્યું કે કર્ણાટકમાં ડબલ એન્જિનની સરકાર સતત વિકાસ કરી રહી છે. પીએમે કહ્યું કે આજે દેશભરમાં બેંગ્લોર-મૈસુર એક્સપ્રેસ વેની ચર્ચા થઈ રહી છે, તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, ડબલ એન્જિન સરકાર કર્ણાટકના લોકોના પ્રેમનું વ્યાજ સાથે વળતર આપશે. તેમણે કહ્યું કે આજે દેશના યુવાનો આ એક્સપ્રેસ વેના ઉદ્ઘાટન પર ગર્વ અનુભવે છે. તેમણે કહ્યું કે દેશમાં આવા વધુ એક્સપ્રેસ વે બનાવવામાં આવશે. પીએમએ કહ્યું કે હવે બેંગ્લોરથી મૈસૂર સુધીનો પ્રવાસનો સમય અડધો થઈ ગયો છે.

ભારતનો સ્કૉર 450 રનને પાર

ટીમ ઇન્ડિયાનો સ્કૉર 450 રનને પાર થઇ ચૂક્યો છે. 153 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કૉર 5 વિકેટના નુકશાને 455 રન પર પહોંચ્યો છે. અત્યારે ક્રિઝ પર વિરાટ કોહલી 128 રન અને અક્ષર પટેલ 32 રન બનાવીને રમી રહ્યાં છે. હજુપણ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાથી 25 રન પાછળ છે. હાલમાં ચોથી ટેસ્ટમાં ભારતીય ટીમની સ્થિતિ મજબૂત થઇ ગઇ છે. 

ભારતનો સ્કૉર 400 રનને પાર

ટીમ ઇન્ડિયાની ચોથા દિવસે શાનદાર રમત યથાવત છે. ટીમ ઇન્ડિયાએ ચોથા દિવસે લંચ બ્રેક બાદ 400 રનના આંકડાને પાર કરી દીધો છે. 139 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કૉર 5 વિકેટના નુકશાને 400 રન પર પહોંચ્યો છે. વિરાટ કોહલી 100 રન અને અક્ષર પટેલ 5 રન બનાવીને ક્રિઝ પર છે. જોકે, હજુ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાથી 80 રન પાછળ છે.

વિરાટની શાનદાર સદી

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન અને ક્રિકેટના રન મશીન ગણાતા વિરાટ કોહલીએ શનાદાર સદી ફટકારી છે, વિરાટે ઓસ્ટ્રેલિયા વિરુ્દ્ધ ચોથી ટેસ્ટમાં 242 બૉલનો સામનો કરતાં 5 ચોગ્ગાની મદદથી શાનદાર 100 રનની ઇનિંગ રમી છે. વિરાટ કોહલીની આ ત્રણ વર્ષ બાદ ટેસ્ટમાં સદી છે. વિરાટની આ 28મી ટેસ્ટ સદી છે. હાલમાં ટીમ ઇન્ડિયાનો સ્કૉર 400 રનને પાર થઇ ચૂક્યો છે. 

શ્રીકર ભરત આઉટ

ટીમ ઇન્ડિયાને પાંચમો ઝટકો લાગ્યો છે. ટીમ ઇન્ડિયાનો વિકેટકીપર બેટ્સમેન શ્રીકર ભરત આઉટ થઇને પેવેલિયન પહોંચ્યો છે. નાથન લિયૉને શ્રીકર ભરતને 44 રને પીટર હેન્સ્કૉમ્બના હાથમાં ઝીલાવી દીધો છે. શ્રીકર ભરતે 88 બૉલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે શાનદાર 44 રનની ઇનિંગ રમી હતી. 

લંચ બાદ ઇનિંગ શરૂ, કોહલી ક્રિઝ પર

ભારતીય ટીમની ચોથા દિવસની લંચ બ્રેક બાદની ઇનિંગ શરૂ થઇ ગઇ છે. આ અત્યારે ક્રિઝ પર રન મશીન વિરાટ કોહલી છે, કોહલીએ અત્યાર સુધી 226 બૉલનો સામનો કરીને 5 ચોગ્ગા સાથે 91 રન બનાવી લીધા છે. ટીમ ઇન્ડિયાનો સ્કૉર 133.4 ઓવર બાદ 4 વિકેટના નુકશાને 378 રન પર પહોંચ્યો છે. 

લંચ બ્રેક, ભારતનો સ્કૉર 362/4

ભારતીય ટીમ ચોથા દિવસે લંચ બ્રેક સુધી મજબૂત સ્થિતિમાં આવી ગઇ છે. ટીમ ઇન્ડિયાએ લંચ બ્રેક સુધી 131 ઓવર રમીને 4 વિકેટના નુકશાને 362 રન બનાવી લીધા છે. જોકે, હજુ પણ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગથી 118 રન પાછળ ચાલી રહી છે. અત્યારે વિરાટ કોહલી 88 રન અને શ્રીકર ભરત 25 રન બનાવીને ક્રિઝ પર છે.

કોહલી-ભરત વચ્ચે 50 રનની પાર્ટનરશીપ

વિરાટ કોહલી અને વિકેટકીપર બેટ્સમેન શ્રીકર ભરત વચ્ચે ચોથા દિવસે શાનદાર બેટિંગ જોવા મળી રહી છે. બન્ને વચ્ચે લંચ સુધી ટેસ્ટમાં 50 રનની પાર્ટનરશીપ થઇ ગઇ છે. બન્ને કોહલી 87 રન અને ભરત 23 રન બનાવીને રમી રહ્યાં છે. 

ભારતીય ટીમનો સ્કૉર 350 રનને પાર

ચોથા દિવસની રમત દરમિયાની ટીમ ઇન્ડિયાનો સ્કૉર 350 રને પાર પહોંચી ચૂક્યો છે. 129 ઓવરના અંતે ટીમ ઇન્ડિયાનો સ્કૉર 4 વિકેટના નુકશાને 353 રન પર પહોંચ્યો છે. વિરાટ કોહલી અત્યારે સદીની નજીક પહોંચ્યો છે. વિરાટ કોહલી 85 રન અને શ્રીકર ભરત 23 રન બનાવીને ક્રિઝ પર છે.

125 ઓવર પુરી, ભારતનો સ્કૉર 341/4

ટીમ ઇન્ડિયાનો સ્કૉર 350 રનની નજીક પહોંચ્યો છે. 125 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કૉર પ્રથમ ઇનિંગમાં 4 વિકેટના નુકશાને 341 રન થયો છે. ક્રિઝ પર અત્યારે વિરાટ કહોલી 79 રન (202) અને શ્રીકર ભરત 18 રન (52) બનાવીને રમી રહ્યાં છે. 

110 ઓવર બાદ ટીમ ઇન્ડિયા

ભારતીય ટીમ અત્યારે પોતાની પ્રથમ ઇનિંગ રમી રહી છે, ટીમનો સ્કૉર 110 ઓવર બાદ 4 વિકેટના નુકશાને 318 રન પર પહોંચ્યો છે. ક્રિઝ પર વિરાટ કોહલી 69 રન (158) અને શ્રીકર ભરત 7 રન (6) બનાવીને રમી રહ્યાં છે. હજુ પણ ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાથી 162 રન પાછળ ચાલી રહી છે.

રવિન્દ્ર જાડેજા આઉટ

ચોથા દિવસની રમતની શરૂઆતમાં જ ભારતીય ટીમનો મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ટૉડ મર્ફીએ શરૂઆતી ઓવરોમાં જ પેવેલિયન મોકલી દીધો છે. ટૉડ મર્ફીએ જાડેજાને 28 રનના સ્કૉર પર ઉસ્માન ખ્વાઝાના હાથમાં ઝીલાવી દીધો હતો. રવિન્દ્રા જાડેજાએ 28 રનની ઇનિંગમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.

ભારતનો સ્કૉર 300 રનને પાર

ટીમ ઇન્ડિયાએ ચોથા દિવસની શરૂઆતમાં જ 300 રનના સ્કૉરને પાર કરી દીધો છે. 103 ઓવર બાદ ભારતનો સ્કૉર 3 વિકેટના નુકશાને 302 રન પર પહોંચ્યો છે. વિરાટ કોહલી 65 રન અને રવિન્દ્ર જાડેજા 23 રન બનાવીને રમી રહ્યાં છે.

ભારતીય ટીમ ચોથા દિવસે 191 રનથી પાછળ

IND vs AUS Live Score 4th rd Day: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ચોથી ટેસ્ટમાં આજે ચોથા દિવસની રમત શરૂ થશે, આ પહેલા ત્રીજા દિવસની વાત કરીએ તો ત્રીજા દિવસના અંતેર ભારતનો સ્કૉર ત્રીજા દિવસના અંતે 3 વિકેટના નુકશાને 289 રન પર પહોંચ્યો હતો. ક્રિઝ પર ભારત તરફથી રન મશીન વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા છે. વિરાટ કોહલી અત્યારે 59 રન અને જાડેજા 16 રન બનાવીને રમી રહ્યો છે. ખાસ વાત છે કે હજુ ભારતીય ટીમ કાંગારુ ટીમથી 191 રન પાછળ છે. 

ત્રીજા દિવસની રમતના અંતે, ભારતનો સ્કૉર 289/3

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ચોથી ટેસ્ટમાં ત્રીજા દિવસની રમત પૂર્ણ થઇ ચૂકી છે. ભારતનો સ્કૉર ત્રીજા દિવસના અંતે 3 વિકેટના નુકશાને 289 રન પર પહોંચ્યો છે. અત્યાર ભારત તરફથી ક્રિઝ પર વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા છે. વિરાટ કોહલી અત્યારે 59 રન અને જાડેજા 16 રન બનાવીને રમી રહ્યો છે. ખાસ વાત છે કે હજુ ભારતીય ટીમ કાંગારુ ટીમથી 191 રન પાછળ છે. 

ત્રીજો દિવસ રહ્યો ભારતના નામે

ભારતની ઇનિંગની વાત કરીએ તો....
ત્રીજા દિવસની રમતની વાત કરીએ તો ભારતીય ટીમની ત્રીજા દિવસની રમત ખુબ શાનદાર રહી, અને આજના દિવસે એક સદી અને એક ફિફ્ટી પણ ભારત તરફથી જોવા મળી. ખાસ વાત છે કે ભારતના યુવા ઓપનર બેટ્સમેન શુભમન ગીલે ત્રીજા દિવસે શાનદાર સદી ફટકારી, શુભમન ગીલે 235 બૉલનો સામનો કરતાં 1 છગ્ગા અને 12 ચોગ્ગાની મદદથી શાનદાર 128 રનની શતકીય ઇનિંગ રમી હતી. જ્યારે આજે ફિફ્ટી વિરાટ કોહલીના બેટમાંથી નીકળી હતી, વિરાટે લાંબા વિરામ બાદ આજે ટેસ્ટમાં પોતાની અર્ધશતકીય ઇનિંગ રમી છે. વિરાટે દિવસના અંત પહેલા પોતાની ફિફ્ટી પુરી કરી લીધી હતી, વિરાટે 128 બૉલ રમીને 5 ચોગ્ગાની મદદથી શાનદાર 59 રનની ઇનિંગ રમી હતી. ભારતીય ટીમ તરફથી આજે બેટિંગમાં શાનદાર લય જોવા મળી, કેપ્ટન રોહિત શર્મા શરૂઆતમાં સારી બેટિંગ કર્યા બાદ પેવેલિયન ભેગો થયો હતો, રોહિત શર્માએ 35 રન, શુભમન ગીલે 128 રન, ચેતેશ્વર પુજારાએ 42 રન ફટકાર્યા હતા, આ સિવાય વિરાટ કોહલી 59 અને રવિન્દ્ર જાડેજા 16 રન બનાવીને અમદાવાદની પીચ પર યથાવત છે. 

ત્રીજા દિવસે કાંગારુ બૉલરો નિષ્ફળ રહ્યાં

ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો...
ત્રીજા દિવસે કાંગારુ ટીમને કોઇ ખાસ ફાયદો થયો ન હતો. કાંગારુ બૉલરો ફરી એકવાર વિકેટો લેવામાં આજે નિષ્ફળ રહ્યાં હતા. ઓસ્ટ્રેલિયા તરફથી આજે નાથન લિયૉન, મેથ્યૂ કેહૂનમેન અને ટૉડ મર્ફી એક-એક વિકેટો લેવામાં સફળ થયા હતા, આ સિવાય અન્ય કોઇ બૉલરના નસીબમાં વિકેટ ન હતી. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાએ અમદાવાદ ટેસ્ટમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી, જેમાં પ્રથમ ઇનિંગમાં કાંગારુ ટીમે પહાડ જેવો સ્કૉર કર્યો હતો, ઓસ્ટ્રેલિયન ટીમે 480 રનોનો વિશાળ સ્કૉર કર્યો હતો, આજે ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય ટીમે 3 વિકેટના નુકશાને 289 રન બનાવ્યા છે, છતાં હજુ કાંગારુ ટીમથી 191 રન પાછળ છે.

14 મહિના બાદ વિરાટ કોહલી ટેસ્ટમાં ફિફ્ટી

વિરાટ કોહલીએ ચોથી ટેસ્ટમાં ત્રીજા દિવસે શાનદાર ફિફ્ટી ફટકારી છે. વિરાટે 107 બૉલમાં 5 ચોગ્ગાની મદદથી શાનદાર 50 રન બનાવીને વધુ એક ટેસ્ટ ફિફ્ટી પુરી કરી છે. આ સાથે જ વિરાટે પોતાની રિધમ હાંસલ કરી લીધી છે. ખાસ વાત છે કે, વિરાટની આ ટેસ્ટ ફિફ્ટી 2 વર્ષ બાદ એટલે 14 મહિના અને 16 ઇનિંગ બાદ આવી છે. વિરાટે છેલ્લે જાન્યુઆરી 2022માં ટેસ્ટ ફિફ્ટી ફટકારી હતી, ત્યારબાદ આજે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ફિફ્ટી બનાવી છે. 

સીરિઝમાં ભારત 2-1થી આગળ

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની વાત કરીએ તો ભારતીય ટીમ હાલમાં 2-1થી આગળ છે. રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ નાગપુર અને દિલ્હી ટેસ્ટમાં મહેમાન ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. જો કે ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટે પરાજય આપ્યો હતો. આ રીતે ભારતીય ટીમ 4 ટેસ્ટ મેચોની શ્રેણીમાં 2-1થી આગળ છે. આ સાથે જ ઈશાન કિશન અમદાવાદમાં ટેસ્ટ ડેબ્યૂ કરી શકે છે. જો ઈશાન કિશનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવે તો કેએસ ભરતને બહાર બેસવું પડી શકે છે. વાસ્તવમાં કેએસ ભરતે આ શ્રેણીમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તે અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો નહીં.

ચોથી ટેસ્ટ માટેની ભારતીય ટીમ - 

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ, અય્યર, શ્રીકર ભરત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ.

ચોથી ટેસ્ટ માટેની ઓસ્ટ્રેલિયન ટીમ - 

ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાઝા, માર્નસ લાબુશાને, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), પીટર હેન્ડસ્કૉમ્બ, કેમરૂન ગ્રીન, એલેક્સ કેરી (વિકેટકીપર), મિશેલ સ્ટાર્ક, ટૉડ મર્ફી, મેથ્યૂ કૂહેનમેન, નાથન લિયૉન

બ્રેકગ્રાઉન્ડ

IND vs AUS Live Score 4th rd Day: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ચોથી ટેસ્ટમાં આજે ચોથા દિવસની રમત શરૂ થશે, આ પહેલા ત્રીજા દિવસની વાત કરીએ તો ત્રીજા દિવસના અંતે ભારતનો સ્કૉર ત્રીજા દિવસના અંતે 3 વિકેટના નુકશાને 289 રન પર પહોંચ્યો હતો. ક્રિઝ પર ભારત તરફથી રન મશીન વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા છે. વિરાટ કોહલી અત્યારે 59 રન અને જાડેજા 16 રન બનાવીને રમી રહ્યો છે. ખાસ વાત છે કે હજુ ભારતીય ટીમ કાંગારુ ટીમથી 191 રન પાછળ છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.