આકાશ દીપ આ જીત તેની બહેનને સમર્પિત કરે છે
ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીત બાદ આકાશ દીપ ભાવુક દેખાયો હતો. તેણે આ જીત તેની બહેનને સમર્પિત કરી હતી, જે છેલ્લા બે મહિનાથી કેન્સર સામે ઝઝૂમી રહી છે. આકાશ દીપે કહ્યું હતું કે જ્યારે પણ તે મેચ દરમિયાન બોલ પકડતો ત્યારે તે તેની બહેનનો ચહેરો યાદ આવતો હતો. આકાશે જણાવ્યું હતું કે તેની બહેનની હાલત હાલમાં સ્થિર છે.
આકાશ દીપે ચેતેશ્વર પૂજારા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, 'મેં આ વાત કોઈને કહી ન હતી. મારી મોટી બહેન છેલ્લા બે મહિનાથી કેન્સર સામે ઝઝૂમી રહી છે. હવે તેની હાલત સ્થિર છે અને તે ઠીક છે. તે ગમે તે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી હોય મને લાગે છે કે તે મારા પ્રદર્શનને જોઈને સૌથી વધુ ખુશ થશે. જ્યારે પણ હું બોલ પકડતો હતો, ત્યારે તેનો ચહેરો સામે આવતો હતો. હું આ મેચ તેને સમર્પિત કરવા માંગુ છું, હું તેના ચહેરા પર ખુશી જોવા માંગુ છું. અમે બધા તમારી સાથે છીએ.'
જો જોવામાં આવે તો આકાશ દીપ ઇંગ્લેન્ડમાં ટેસ્ટ મેચમાં 10 વિકેટ લેનાર બીજો ભારતીય બોલર છે. આ પહેલા ફક્ત ચેતન શર્મા જ આ કરી શક્યો હતો. ચેતન શર્માએ 1986માં એજબેસ્ટનના આ જ મેદાન પર આ સિદ્ધિ મેળવી હતી. હવે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ મેચમાં શ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ આકાશ દીપના નામે છે.
ઇંગ્લેન્ડમાં ભારતીય બોલરના શ્રેષ્ઠ આંકડા (ટેસ્ટ મેચ)
10/187 આકાશ દીપ, બર્મિંગહામ 2025
10/188 ચેતન શર્મા, બર્મિંગહામ 1986
9/110 જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બ્રિજ 2021
9/134 ઝહીર ખાન, ટ્રેન્ટ બ્રિજ 2007