ક્રિકેટની દુનિયામાં આજે મોટાભાગના ખેલાડીઓ અન્ય દેશોની લીગમાં રમી રહ્યા છે. આ કારણે રોજ નવા રેકોર્ડ બની રહ્યા છે અને તૂટી રહ્યા છે. હવે ઇન્ટરનેશનલ લીગ T20 2025માં એક મોટો રેકોર્ડ બન્યો છે. ઈન્ટરનેશનલ લીગ T20 2025માં ડેઝર્ટ વાઈપર્સ અને દુબઈ કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં દુબઈની ટીમે 6 વિકેટે જીત મેળવી હતી. મેચમાં ડેઝર્ટ વાઇપર્સ તરફથી રમતા ઇંગ્લેન્ડના એલેક્સ હેલ્સે 31 બોલમાં 34 રન બનાવ્યા જેમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા અને આ સાથે તેણે ટી20 ક્રિકેટમાં પોતાની 2000 બાઉન્ડ્રી પૂરી કરી હતી.
એલેક્સ હેલ્સે કમાલ કર્યો
એલેક્સ હેલ્સે ટી20 ક્રિકેટમાં અત્યાર સુધીમાં કુલ 1461 ચોગ્ગા અને 540 છગ્ગા ફટકાર્યા છે. આ સાથે, તે T20 ક્રિકેટમાં 2000 બાઉન્ડ્રી (ચોક્કા અને છગ્ગા સહિત) ફટકારનાર ઈંગ્લેન્ડનો પ્રથમ ખેલાડી બની ગયો છે અને એકંદરે માત્ર બીજો ખેલાડી બન્યો છે. હેલ્સ પહેલા માત્ર ક્રિસ ગેલ જ T20 ક્રિકેટમાં 2000 બાઉન્ડ્રી ફટકારી શક્યો છે. T20 ક્રિકેટમાં તેના નામે 2188 બાઉન્ડ્રી નોંધાયેલી છે. જેમાં 1132 ચોગ્ગા અને 1056 છગ્ગાનો સમાવેશ થાય છે.
ભારત માટે અત્યાર સુધી કોઈ પણ ખેલાડી T20 ક્રિકેટમાં 2000 બાઉન્ડ્રી ફટકારી શક્યો નથી. હાલમાં, વિરાટ કોહલી એવો ખેલાડી છે જેણે ભારત માટે T20 ક્રિકેટમાં સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારી છે. તેના નામે કુલ 1,560 બાઉન્ડ્રી નોંધાયેલી છે, જેમાં 1144 ચોગ્ગા અને 416 છગ્ગા નોંધાયેલા છે.
એલેક્સ હેલ્સની ટીમ હારી ગઈ
એલેક્સ હેલ્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે અને હાલમાં તે વિશ્વભરની લીગમાં રમતા જોવા મળે છે. તે હાલમાં ILT20માં ડેઝર્ટ વાઇપર્સ તરફથી રમી રહ્યો છે. પ્રથમ બેટિંગ કરતા તેની ટીમે દુબઈ કેપિટલ્સ સામે કુલ 139 રન બનાવ્યા હતા. આ પછી દુબઈની ટીમે ગુલબદ્દીન નાયબ અને સિકંદર રઝાના દમ પર લક્ષ્યાંક હાંસિલ કર્યો અને મેચ 6 વિકેટે જીતી લીધી. ગુલબદીને મજબૂત બેટિંગનું ઉદાહરણ રજૂ કર્યું. તેણે 51 બોલમાં 78 રન બનાવ્યા જેમાં ત્રણ ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે. તેના શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.
એલેક્સ હેલ્સે 486 ટી20 મેચ રમીને કુલ 13361 રન બનાવ્યા છે, જેમાં તેના બેટથી 7 સદી અને 83 અડધી સદી સામેલ છે. તેણે ઈંગ્લેન્ડ માટે 75 T20I મેચોમાં 2074 રન બનાવ્યા અને તે ટીમનો સભ્ય પણ હતો જેણે T20 વર્લ્ડ કપ 2022નો ખિતાબ જીત્યો.
IND vs ENG: ભારત કે ઈંગ્લેન્ડ, પ્રથમ ટી 20 માં કોની થશે જીત ? જાણો તમામ આંકડા સાથે મેચ પ્રિડિક્શન