All 25 Indian Head Coach: ભારતીય ક્રિકેટ ટીમમાં મુખ્ય કૉચના રૂપમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ગૌતમ ગંભીરને ટીમનો આગામી મુખ્ય કૉચ બનાવવામાં આવ્યો હતો. ગંભીરે રાહુલ દ્રવિડની જગ્યા લીધી. ગંભીર ભારતીય ક્રિકેટ ટીમનો 25મો મુખ્ય કૉચ બન્યો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે ગંભીરને ટીમ ઈન્ડિયાનો મુખ્ય કૉચ બનાવવાની જાહેરાત કરી હતી. ટીમ ઈન્ડિયાના પહેલા હેડ કૉચ કેકી તારાપોર હતા, જેમને 1971માં જવાબદારી મળી હતી. આ પછી ટીમ ઈન્ડિયાને ઘણા હેડ કૉચ મળ્યા અને હવે ગંભીર આ જવાબદારી લેનારો 25મો વ્યક્તિ બન્યો. જાણો અહીં ટીમ ઈન્ડિયાના અત્યાર સુધી કોણ કોણ બની ચૂક્યા છે હેડ કૉચ...

નંબર

નામ

કાર્યકાળ

રાષ્ટ્રીયતા

1

કેકી તારાપોર

1971

ભારત

2

હેમૂ અધિકારી

1971-74

ભારત

3

ગુલાબરામ રાયચંદ

1975

ભારત

4

દત્તા ગાયકવાડ

1978

ભારત

5

સલીમ દુર્રાની

1980-81

ભારત

6

અશોક માંડક

1982

ભારત

7

પીઆર માનસિંહ

1983-87

ભારત

8

ચંદૂ બોર્ડે

1988

ભારત

9

બિશનસિંહ બેદી

1990-91

ભારત

10

અબ્બાસ અલી બેગ

1991-92

ભારત

11

અજીત વાડેકર

1992-96

ભારત

12

સંદીપ પાટીલ

1996

ભારત

13

મદનલાલ

1996-97

ભારત

14

અશૂમાન ગાયકવાડ

1997-99

ભારત

15

કપિલ દેવ

1999-2000

ભારત

16

જૉન રાઇટ

2000-05

ન્યૂઝીલેન્ડ

17

ગ્રેગ ચેપલ

2005-07

ઓસ્ટ્રેલિયા

18

રવિ શાસ્ત્રી (વચગાળાના)

2007

ભારત

19

લાલચંદ રાજપૂત

2007-08

ભારત

20

ગેરી કર્સ્ટન

2008-11

દક્ષિણ આફ્રિકા

21

ડંકન ફ્લેચર

2011-15

ઝિમ્બાબ્વે

-18

રવિ શાસ્ત્રી (ટીમ નિદેશક)

2014-16

ભારત

22

સંજય બાંગર (વચગાળાના)

2016

ભારત

23

અનિલ કુમ્બલે

2016-17

ભારત

-22

સંજય બાંગર (વચગાળાના)

2017

ભારત

-18

રવિ શાસ્ત્રી

2017-21

ભારત

24

રાહુલ દ્રવિડ

2021-2024

ભારત

25

ગૌતમ ગંભીર

2024

ભારત

2024 ટી20 વર્લ્ડકપ બાદ પુરો થયો હતો રાહુલ દ્રવિડનો કાર્યકાળ 
ટીમ ઈન્ડિયાના 24મા મુખ્ય કૉચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ 2024ના ટી20 વર્લ્ડકપ બાદ સમાપ્ત થઈ ગયો હતો. દ્રવિડ ટીમ ઈન્ડિયા માટે એક શાનદાર કોચ હતો. તેમના કૉચિંગ હેઠળ ટીમ બે વખત ICC ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી અને એક વખત ચેમ્પિયન બની. દ્રવિડના કોચિંગ હેઠળ જ ભારતે ટી20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યો હતો. દ્રવિડને 2021માં મુખ્ય કૉચની જવાબદારી સોંપવામાં આવી હતી. તેણે રવિ શાસ્ત્રીની જગ્યા લીધી હતી.

હવે ગૌતમ ગંભીરને દ્રવિડના સ્થાને રિપ્લેસ કરવામાં આવ્યો છે. ગંભીર 2007 ટી20 અને 2011 ODI વર્લ્ડકપ વિજેતા ટીમનો ભાગ હતો. હવે ગંભીરે મુખ્ય કૉચ તરીકે ટીમ ઈન્ડિયામાં પ્રવેશ કર્યો છે. ગંભીરનો કાર્યકાળ 2027 સુધી ચાલશે. ગંભીરના કૉચિંગ હેઠળ ટીમ ઈન્ડિયા પાંચ ICC ટ્રોફી રાઉન્ડમાંથી પસાર થશે.