IND vs PAK 2022: એશિયા કપ 2022 શરૂ થવામાં વધુ સમય બાકી રહ્યો નથી. આ ટુર્નામેન્ટ 27મી ઓગસ્ટથી શરૂ થશે. ભારત અને પાકિસ્તાનની ટીમ 28 ઓગસ્ટે આમને-સામને થશે. આ દરમિયાન એશિયા કપ 2022માં રમવા માટેની 6 ટીમો નક્કી કરવામાં આવી છે. ભારત, પાકિસ્તાન સહિત 5 ટીમોના નામ પહેલેથી જ નક્કી હતા, પરંતુ હવે હોંગકોંગ ક્વોલિફિકેશન રાઉન્ડ જીતીને આ ટૂર્નામેન્ટની છઠ્ઠી ટીમ બની ગઈ છે. ચાલો આ ટુર્નામેન્ટની તમામ 6 ટીમો પર એક નજર કરીએ.


ભારત


જો કે ભારતીય ટીમમાં ઘણા મેચ વિનર છે, પરંતુ આ સમયે સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા શાનદાર ફોર્મમાં છે. આ સિવાય ટીમ ઈન્ડિયાને યુઝવેન્દ્ર ચહલ અને અર્શદીપ સિંહ પાસેથી પણ શાનદાર પ્રદર્શનની અપેક્ષા રહેશે.


પાકિસ્તાન


પાકિસ્તાની ટીમને પોતાના સુકાની બાબર આઝમ સિવાય આસિફ અલી અને મોહમ્મદ રિઝવાન પાસેથી શાનદાર પ્રદર્શનની આશા રહેશે. સાથે જ બોલિંગની જવાબદારી શાદાબ ખાન અને નસીમ શાહ જેવા ખેલાડીઓ પર રહેશે.


હોંગ કોંગ
હોંગ કોંગની ટીમે ક્વોલિફાઈંગ મેચમાં UAEની ટીમને 8 વિકેટથી હરાવીને એશિયા કપમાં સ્થાન મેળવી લીધું છે. હોંગકોંગ તરફથી ક્વોલિફાયર રાઉન્ડમાં યાસિમ મુર્તઝાએ સૌથી વધુ રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય બાબર હયાતે પણ પોતાના પ્રદર્શનથી ઘણા પ્રભાવિત કર્યા હતા. સાથે જ આ ટીમને કેપ્ટન નિઝાકત ખાન બોલિંગમાં એહસાન ખાન અને આયુષ શુક્લા પાસેથી પણ સારા પ્રદર્શનની આશા રહેશે.


અફઘાનિસ્તાન


અફઘાન ક્રિકેટ ફેન્સની નજર કેપ્ટન મોહમ્મદ નબી અને અનુભવી બોલર મોહમ્મદ નબી પર રહેશે. આ બંને ખેલાડીઓ તેમની ઓલરાઉન્ડર ક્ષમતાથી રમતનું પરીણામ બદલવામાં સક્ષમ છે. આ સિવાય ટીમને સ્પિન બોલર મુજીબ ઉર રહેમાન અને ફાસ્ટ બોલર ફઝલહક ફારૂકી પાસેથી પણ સારા પ્રદર્શનની આશા રહેશે.


બાંગ્લાદેશ


બાંગ્લાદેશની ટીમ તેના કેપ્ટન શાકિબ-ઉલ-હસન પાસેથી સૌથી વધુ અપેક્ષા રાખશે. આ ખેલાડી પોતાની ઓલરાઉન્ડર ક્ષમતાથી રમત પલટી દેવામાં નિષ્ણાત માનવામાં આવે છે. આ ઉપરાંત ટીમને મુશફિકુર રહીમ, મહમુદુલ્લાહ, મુસ્તફિઝુર રહેમાન, મેહદી હસન અને તસ્કીન અહેમદ પાસેથી પણ ઘણી આશાઓ હશે.


શ્રીલંકા


કેપ્ટન દાસૂન શનાકા પાસે શ્રીલંકન ટીમને સૌથી મોટી આશા છે. આ સિવાય કુશલ મેન્ડિસ, ભાનુકા રાજપક્ષે, વનિન્દુ હસરંગા અને મહેશ થીક્ષાનામાં મેચ પલટી દેવાની ક્ષમતા છે.