ખરેખરમાં ઝિમ્બાબ્વેમાં ગયા અઠવાડિયામાં કોરોનાના 1342 નવા પૉઝિટીવ કેસ સામે આવ્યા, જ્યારે આ દરમિયાન દેશમાં 29 લોકોના મોત થયાના રિપોર્ટ છે. આ વાતને ધ્યાનમાં રાખીને સરકારે ફરી એકવાર લૉકડાઉન લગાવી દીધુ છે. આ ફેંસલાથી દેશમાં ક્રિકેટની તમામ ગતિવિધિઓ અવરોધાઇ છે, અને તાત્કાલિક ધોરણે ક્રિકેટ પર રોક લગાવવામાં આવી છે.
કોરોનાથી ઝિમ્બાબ્વે ક્રિકેટ પર મોટી અસર થઇ છે. ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડ અનુસાર, દેશમાં એલીટ પુરુષ ઘરેલુ ટી20 ક્રિકેટ ટૂર્નામેન્ટ અને આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રોકી દેવામાં આવી છે. હવે જ્યારે લૉકડાઉન હટશે ત્યારે ફરીથી શિડ્યૂલ્ડ કરવામાં આવશે. ખાસ વાત છે કે ઝિમ્બાબ્વેને આયરલેન્ડ, અફઘાનિસ્તાન અને ભારત સામેની સીરીઝને રદ્દ કરી પડી છે.