નવી દિલ્હીઃ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટ સીરીઝમાં ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટ જીતીને સીરીઝમાં 1-0થી આગળ નીકળી ગઇ છે. આ ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાનો 'વન મેન શૉ' જોવા મળ્યો હતો. જાડેજાએ બેટિંગ અને બૉલિંગ બન્નેથી શ્રીલંકા ટીમને માત્ર ત્રણ દિવસમાં જ હાર આપી દીધી હતી. બેટિંગ 175 રન અને પ્રથમ ઇનિંગમાં 5 વિકેટ તેમજ બીજી ઇનિંગમાં 4 વિકેટો ઝડપીને જાડેજાએ તરખાટ મચાવી દીધો હતો. જાડેજાના આવા પરફોર્મન્સથી સોશ્યલ મીડિયા પર જીત બાદ અજીબોગરીબ મીમ્સ વાયરલ થવા લાગ્યા હતા. લોકો જાડેજાને દુનિયાનો બેસ્ટ ઓલરાઉન્ડર ગણાવી રહ્યાં છે. જુઓ મીમ્સ.......... 


દિગ્ગજોના ક્લબમાં સામેલ થયો જાડેજા- ટેસ્ટ મેચમાં 150+ રન અને 5 વિકેટ ઝડપનારા ખેલાડી.....  
આ મેચમાં રવિન્દ્ર જાડેજા આખી શ્રીલંકન ટીમ પર ભારે પડ્યો. કેમ કે રવિન્દ્રા જાડેજાએ બેટિંગમાં 175 રન એટલે કે 150થી વધુ રન ફટકાર્યા અને બૉલિંગમાં પણ પ્રથમ ઇનિંગમાં 5 વિકેટ અને બીજી ઇનિંગમાં 4 વિકેટો ઝડપીને લંકાને ઘૂંટણીયે પાડી દીધી હતી. આ સાથે જ આવુ કરનારો રવિન્દ્રા જાડેજા દિગ્ગજોના એક ખાસ ક્લબમાં સામેલ થઇ ગયો છે.