રાજકોટ: સૌરાષ્ટ્રના ક્રિકેટરસીકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ટૂંક સમયમાં સૌરાષ્ટ્રવાસીઓને પોતાના માનિતા ક્રિકેટરને નજીકથી રમતા જોવાનો લ્હાવો મળશે. હકિકતમાં રાજકોટના ખંઢેરી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ ખાતે આવનારી 27 તારીખે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે મેચ રમાશે. મેચને લઇને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેન તરફથી પીચથી માંડીને તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.




25 તારીખે બંને ટીમનું આગમન રાજકોટમાં થશે. 26 તારીખે બંને ટીમ નેટ પ્રેકટીશ કરશે. 17 તારીખથી ઓનલાઇન અને 21 તારીખથી ફિઝિકલ ટિકિટનું વેચાણ કરવામાં આવશે. રાજકોટ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ પર આ અગાઉ પણ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે મેચ રમાઈ ચુકી છે જે હાઈ સ્કોરિંગ રહી હતી. તમને જણાવી દઈએ કે, હાલમાં ટીમ ઈન્ડિયા એશિય કપ રમી રહી છે. રવિવારે તેની ફાઈનલ મેચ રમાશે.


એશિયા કપ 2023ની ફાઇનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોમાં રમાશે. આ પહેલા ભારતીય ફેન્સ માટે ખરાબ સમાચાર છે. એક અહેવાલ મુજબ અક્ષર પટેલ ઈજાગ્રસ્ત છે અને ફાઈનલમાંથી બહાર થઈ શકે છે. ભારતને તાજેતરમાં બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં અક્ષરે 42 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. અક્ષરની ગેરહાજરીમાં વૉશિંગ્ટન સુંદરને તક આપવામાં આવી શકે છે.


ક્રિકબઝના અહેવાલ અનુસાર, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી છેલ્લી સુપર -4 મેચ દરમિયાન અક્ષર ઈજાગ્રસ્ત થયો હતો. જોકે તેની ઈજા ગંભીર નથી. અક્ષરે બાંગ્લાદેશ સામે ભારત માટે મહત્વની ઈનિંગ રમી હતી. જોકે તે ટીમ ઈન્ડિયાને જીત અપાવી શક્યો નહોતો. અક્ષરે 34 બૉલનો સામનો કર્યો અને 42 રન બનાવ્યા. તેને 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે અક્ષરે 9 ઓવરમાં 47 રન આપીને એક વિકેટ પણ ઝડપી હતી.


એશિયા કપ 2023ની છેલ્લી સુપર 4 મેચમાં ટીમ ઈન્ડિયાને બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમે આ મેચ દ્વારા તેની બેન્ચ સ્ટ્રેન્થની કસોટી કરી હતી. વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો હતો. તેની ગેરહાજરીમાં તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ અને મોહમ્મદ શમીને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ ભારતીય ટીમ આ મેચ જીતી શકી ન હતી. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 265 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ખેલાડીઓ માત્ર 259 રન જ બનાવી શક્યા હતા.


અક્ષરના કારણે ટીમ ઈન્ડિયા વોશિંગ્ટન સુંદરને તક આપી શકે છે. સુંદર એશિયન ગેમ્સ 2023 માટે ટીમ ઈન્ડિયાનો ભાગ છે અને હાલમાં બેંગ્લોરમાં છે. સુંદરને કોલંબો કહી શકાય. તેણે ભારત માટે અત્યાર સુધી રમાયેલી 16 વનડે મેચોમાં 16 વિકેટ લીધી છે અને 233 રન બનાવ્યા છે. સુંદરે 4 ટેસ્ટ મેચ પણ રમી છે.