ધોનીને ટીમમાં પાછો આવવા માટે અનિલ કુંબલેએ બતાવ્યો આ સરળ રસ્તો, જાણો વિગતે
abpasmita.in | 31 Dec 2019 11:25 AM (IST)
નોંધનીય છે કે, વનડે વર્લ્ડકપ 2019માં બાદ મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટથી દુર થઇ ગયો છે, ત્યારબાદ ધોનીએ એકપણ વનડે કે ટી20 મેચ રમી નથી. રિપોર્ટ પ્રમાણે ધોની હાલ આઇપીએલની તૈયારીઓમાં લાગ્યો છે
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને કૉચ રહી ચૂકેલા દિગ્ગજ ક્રિકેટર અનિલ કુંબલેનું માનવુ છે કે, એમએસ ધોની ટી20 વર્લ્ડકપ રમી શકે છે, પણ તેના માટે આઇપીએલ મહત્વની રહેશે. કુંબલેએ ધોનીના ક્રિકેટ ભવિષ્યને લઇને કહ્યું કે જો ધોની આઇપીએલમાં સારુ પ્રદર્શન કરી શકે છે, તો તે ટી20 વર્લ્ડકપ 2020 રમી શકે છે. આઇપીએલનુ બેસ્ટ પ્રદર્શન જ ધોનીને ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડકપ માટે આધારરૂપ બનશે. આઇપીએલનુ પ્રદર્શન ધોની માટે ખુબ મહત્વનુ રહેશે. કુંબલે કહ્યું કે આઇપીએલના પ્રદર્શન બાદ ભારતીય ટીમને લાગશે કે ધોનીની સેવાઓ ટી20 વર્લ્ડકપ માટે લેવી જોઇએ, તો જરૂર લેશે. આ રીતે ધોની ટીમ ઇન્ડિયાનો ભાગ બની શકે છે. જોકે છતાં પણ હજુ રાહ જોવુ પડશે. નોંધનીય છે કે, વનડે વર્લ્ડકપ 2019માં બાદ મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટથી દુર થઇ ગયો છે, ત્યારબાદ ધોનીએ એકપણ વનડે કે ટી20 મેચ રમી નથી. રિપોર્ટ પ્રમાણે ધોની હાલ આઇપીએલની તૈયારીઓમાં લાગ્યો છે.