સિડનીઃ ભારત પ્રવાસ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમનો મોટો ફટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયા સામે રમાનારી 3 વન ડે મેચની શ્રેણી માટે ઘાયલ ફાસ્ટ બોલર સીન એબોટના સ્થાને ઓલરાઉન્ડર ડાર્સી શોર્ટનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સોમવારે આ અંગે જાહેરાત કરી હતી.


એબોટ બિગ બેશ લીગમાં સિડની સિક્સર્સ માટે રમતા શુક્રવારે ઘાયલ થયો હતો. જે બાદ તેને ત્રણથી ચાર અઠવાડિયા આરામની સલાહ આપવામાં આવી છે. જેના કારણે તે ટીમમાંથી બહાર થઈ ગયો છે.  શોર્ટ ઓસ્ટ્રેલિયા માટે માત્ર ચાર વનડે રમ્યો છે અને છેલ્લે નવેમ્બર 2018માં દક્ષિણ આફ્રિકા સામે રમ્યો હતો. જેમાં તેણે 27.66ની સરેરાશથી 83 રન બનાવ્યા છે. આ ઉપરાંત 20 T20 મેચનો અનુભવ છે, જેમાં 32.88ની સરેરાશથી 592 રન બનાવવા સહિત 3 વિકેટ પણ લીધી છે.


ટીમમાં થયેલા બદલાવ અંગે જાણકારી આપતાં પસંદગી સમિતિના સંયોજક ટ્રેવ હોન્સે જણાવ્યું, સીન એબોટ માટે આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે. કારણકે તે આઈસીસી ટી20 વર્લ્ડકપ તથા વર્લ્ડકપ માટે તૈયાર કરવામાં આવી રહેલી ટીમનો હિસ્સો છે. ડોર્સીને લઈ તેમણે કહ્યું, તેના સમાવેશથી ટીમને વધુ એક સ્પિન ઓલરાઉન્ડર મળી ગયો છે. ટીમમાં ચાર વિશ્વસ્તરીય ફાસ્ટ બોલર પહેલાથી જ છે, જેના કારણે ટીમ ઘણી સંતુલિત છે. ડાર્સીનો રેકોર્ડ અને ગમે તે ક્રમે બેટિંગ કરવાની ક્ષમતા ટીમ માટે એક મોટી સંપત્તિ સમાન છે.

ભારત-ઓસ્ટ્રેલિયા શ્રેણી કાર્યક્રમ

પ્રથમ વન ડે, 14 જાન્યુઆરી,2020, મુંબઈ

બીજી વન ડે, 17 જાન્યુઆરી, 2020, રાજકોટ

ત્રીજી વન ડે 19 જાન્યુઆરી, 2020 બેંગલુરુ

ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ: આરોન ફિંચ (કેપ્ટન), ડાર્સી શોર્ટ, એશ્ટન અગર, એલેક્સ કેરી (વિકેટકીપર), પેટ કમિન્સ (વિકેટકીપર), પીટર હેન્ડસકોમ્બ, જોશ હેઝલવુડ, માર્નસ લબુચાને, કેન રિચાર્ડસન, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, એશ્ટન ટર્નર, ડેવિડ વોર્નર અને એડમ ઝમ્પા.

દિલ્હીમાં હાડ થીજવતી ઠંડીએ તોડ્યો 119 વર્ષનો રેકોર્ડ, જાણો કેટલું નોંધાયું તાપમાન

5Gને લઈ ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

Wisden: દાયકાની T-20 ટીમમાં કોહલી સહિત આ ગુજરાતી ક્રિકેટરને મળ્યું સ્થાન, જાણો વિગત