નવી દિલ્હીઃ ભારતીયી ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટની સાંજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી, આ સાથે તેના કરોડો ફેન્સને આઘાત લાગ્યો. હવે ધોની ક્યારેય ટીમ ઇન્ડિયા સાથે મેદાન પર રમતો નહીં દેખાય, જોકે, આઇપીએલમાં હજુ ધોની રમશે. ધોનીના ફેન્સ માટે એકબાજુ દુઃખના સમાચાર છે તો બીજી બાજુ ખુશીના સમાચાર પણ છે, કેમકે ધોનીની કાર કલેક્શનમાં વધુ એક ખાસ કાર સામેલ થઇ છે.


ધોની શુક્રવારે આઇપીએલ આઇપીએલ 2020 માટે ચેન્નાઇ પહોંચી ગયા છે, અહીં સીએસકેનો ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યો છે. હવે આના ઠીક એક દિવસ બાદ નવી લક્ઝરી સ્પોર્ટ્સ કાર આવી ગઇ છે. સાક્ષીએ ધોનીની આ કારની તસવીર શેર કરતા લખ્યું- મિસિંગ યૂ માહી....

ધોનીની પત્ની સાક્ષીએ પહેલા ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, કાર ઘરના કેમ્પસમાં દાખલ થતી દેખાઇ રહી છે, જે ગેરેજની પાસે જઇને ઉભી રહે છે. બાદમાં તેને કારની એક તસવીર પણ શેર કરી. એવુ માનવામાં આવી રહ્યું છે કે માહીના ઘરે નવી કાર આવી છે.



એ તો દરેક લોકો જાણે છે કે એમએસ ધોની લક્ઝરી કાર અને બાઇક્સનો શોખીન છે, ભલે ધોની ઇન્ટરનેશનલ ક્રિકેટથી દુર થિ ગયો છે, પરંતુ તેની લક્ઝરી કારોનો શોખ બરકરાર છે. તેની પાસે અલગ અલગ મૉડલની બાઇક્સ અને કારોનુ સારુ એવુ કલેક્શન છે.

ઉલ્લેખનીય છે કે, 19 સપ્ટેમ્બરથી આઇપીએલ 2020ની શરૂઆત થઇ રહી છે. 20 ઓગસ્ટ બાદ ચેન્નાઇ સુપરકિંગ્સની ટીમ યુએઇ માટે રવાના થઇ જશે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ ધોનીનુ આઇપીએલમાં મહત્વ ખુબ વધી ગયુ છે.



ત્રણ આઇસીસી ટ્રૉફી જીતનારો એકમાત્ર કેપ્ટન છે ધોની.....
કેપ્ટન કૂલ ધોનીની ક્રિકેટ કેરિયર....
દુનિયા સૌથી સફળ કેપ્ટન પૈકી એક ધોનીએ 500થી વધુ ઈન્ટરનેશનલ મેચ રમી છે, ધોની ભારતને ન માત્ર ટી20 વર્લ્ડકપ, પણ 28 વર્ષ બાદ વર્લ્ડ ચેમ્પિયન પણ બનાવ્યું, સાથે ટેસ્ટ ક્રિકેટમાં પણ ટીમ ઈન્ડિયાને પહેલીવાર નંબર 1 બનાવવાનો શ્રેય પણ ધોનીને જાય છે.

ધોનીએ 90 ટેસ્ટની 144 ઈનિંગમાં 16 વખત નોટ આઉટ રહીને 4876 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં 6 સદી અને 33 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 224 રન છે. તેણે 350 વન ડેમાં 84 વખત અણનમ રહીને 10,773 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 10 સદી અને 73 અડધી સદી ફટકારી છે અને સર્વોચ્ચ સ્કોર 183 રન નોટઆઉટ છે. ભારતને 2007નો ટી-20 વર્લ્ડકર જીતાડનારા કેપ્ટન ધોનીએ 98 ટી-20 મેચમાં 42 વખત નોટ આઉટ રહીને 1617 રન બનાવ્યા છે. ટી-20માં તેનો સર્વોચ્ચ સ્કોર 56 રન છે.

ધોની વર્ષ 2006થી 2010ની વચ્ચે 656 દિવસ સુધી આઇસીસી પુરુષ વનડે રેન્કિંગમાં ટૉપ પર રહેનારો બેટ્સમેન રહી ચૂક્યો છે. તેને 2008 અને 2009માં આઇસીસીનો વર્ષનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર પસંદ કરવામાં આવ્યો હતો.