Dream 11 વિશે અનેક ચર્ચાઓ સોશિયલ મીડિયા પર ચાલી રહી છે. કેટલાક લોકો ટ્વીટ કરી રહ્યા છે કે તેમાં ચીનની કંપનીનું રોકાણ છે. તમને જણાવીએ કે, ભારતની આ કંપની છે અને તેના બે ફાઉન્ડર પણ ભારતના જ છે.
આ કંપનીમાં અનેક રોકાણકારો છે જેમાંથી એક ચીનની કંપની ટેન્સેન્ટ પણ છે. કહેવાય છે કે, Dream 11માં 10 ટકા હિસ્સો ટેન્સેન્ટની પાસે છે.
ક્રિકેટ ઉપરાંત અનેક સ્પોર્ટ્સ છે...
Dream 11 માત્ર ક્રિકેટ સાથે જ જોડાયેલ નથી, પરંતુ આ ફેન્ટેસી સ્પોર્ટ્સ ગેમિંગ એપ હોકી, ફુટબોલ, બાસ્કેટબોલ અને કબડ્ડીમાં પણ છે આ તમામ ફેન્ટેસી સ્પોર્ટ્સ ગે આ એપર રમી શકાય છે.
Dream 11 મુંબઈ બેસ્ડ સ્પોર્ટ્સ એપ છે જે એન્ડ્રોઈડ અને આઈઓએસ માટે ઉપલબ્ધ છે. એપ 106MB ની છે અને તેના ડાઉનલોડ કરોડોમાં છે.
2008માં હર્ષ જૈન અન ભાવિત શેઠે Dream 11ની શરૂઆત કરી હતી. આ બન્ને બાળપણના મિત્રો છે અને સ્પોર્ટ્સના શોખીન પણ છે. આઈપીએલ 2008ની સાથે જ Dream 11 વિશે તેમણે વિચાર્યું, કારણ કે ભારતમાં ત્યારે આ પ્રકારની ફેન્ટેસી લીગ માટે કોઈ પોપ્યુલર એપ ન હતી.
2012થી પોપ્યુલારિટી વધી...
2012થી Dream 11 ફેન્ટેસી લીગ ભારતમાં પોપ્યુલર થવાની શરૂ થઈ અને કંપનીએ તેનું ખૂબ માર્કેટિંગ કર્યું. ત્યાર બાદથી આ ક્રિકેટ ફેન્સમાં ઝડપથી પોપ્યુલર થઈ અને એપ ખૂબ ડાઉનલોડ કરવામાં આવી.
2014 સુધી કંપનીની પાસે 10 લાખ રજિસ્ટર્ડ યૂઝર્સ થઈ ગાય જ્યારે 2016માં આ આંકડો વધીને ડબલ થઈ ગયો. ત્યાર બાદ સતત આ એપના યૂઝર્સ વધ્યા અને બે વર્ષ બાદ એટલે કે 2018માં Dream 11ના 40 લાખ યૂઝર્સ થઈ ગયા.
ધોનીને બનાવવામાં આવ્યો બ્રાન્ડ એમ્બેસેડર...
2018માં Dream 11એ આઈસીસીની સાથે ઓફિશિયલ આઈસીસીની ફેન્ટેસી લીગમાં પણ પાર્ટનર બની. ઉપરાંત પ્રો કબડ્ડી લીગ અને ઇન્ટરનેશનલ હોકી ફેડરેશનની સાથે પણ કંપનીએ સ્ટ્રેટિજીક પાર્ટનરશિપ કરી છે.
2018માં જ Dream 11એ મહેન્દ્ર સિંહ દોનીને પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો અને ધોની કેમ્પેનની શરૂઆત થઈ. ધોનીના બ્રાન્ડ એમ્બેસેડર બનતા જ એપના યૂઝર્સની સંખ્યા ઝડપથી વધવા લાગી.
2019માં આઈપીએલમાં Dream 11એ સાત ક્રિકેટર્સ સાથે પાર્ટનરશિપ કરી. એટલું જ નહીં આ કંપનીએ વિતેલા વર્ષે આઈપીએલમાં પણ સાત ફ્રેન્ચાઈઝી સાથે મલ્ટી ચેનલ માર્કેટિંગ કેમ્પેન ચલાવ્યું હતું.
કેવી રીતે થાય છે ગેમિંગ...
Dream 11 એપ વિશ્વભરના ક્રિકેટ, ફુટબોલ, બાસ્કેટબોલ અને કબડ્ડી જેવી ગેમ ફીચર કરે છે. આ એપમાં સ્કોર્સ લાઈવ ચાલે છે, પરંતુ તેના માટે 50 રૂપિયા સુધી લગાવવા પડે છે.
કોઈપણ મેચ પર ક્લિક કર્યા બાદ અહીં તમને પ્રાઈઝ પૂલ જોવા મળશે. કોન્ટેસ્ટમાં એન્ટર થવા માટે એન્ટ્રી ફીસ આપવી પડે છે. ત્યાર બાદ તમે ખુદની ટીમ ક્રિએટ કરી શકો છો.
ટીમ સીલેક્ટ કર્યા બાદ અસલ મેચમાં પરફોર્મન્સ પ્રમાણે યૂઝર્સને પોઈન્ટ મળે છે. કોન્ટેસ્ટમાં ટોપ પર રહેવા પર લાખોનું ઇનામ જીતી શકાય છે. તેમાં 50 લાખ સુધી અથવા કરોડોની પૂલ પ્રાઈઝ હોય છે.
તેમાં રેંક પ્રમાણે રૂપિયા મળે છે. સિંપલ ફોર્મ્યૂલા છે, જેટલા વધારે પોઈન્ટ બને એટલા જ જીતવાના ચાન્સ વધારે હોય છે. તમારો ખેલાડી કેવું પરફોર્મ કરે છે એ જીત માટે સૌથી જરૂરી વસ્તુ છે.