Anushka Sharma Welcomed Baby Boy: અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બીજી વખત માતા-પિતા બન્યા છે. અભિનેત્રીએ પુત્રને જન્મ આપ્યો છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બંનેએ ઈન્સ્ટાગ્રામ પર આ જાણકારી આપી છે. અભિનેત્રીએ જણાવ્યું કે તેણે 15 ફેબ્રુઆરીએ તેના બીજા બાળકનું સ્વાગત કર્યું છે. અનુષ્કાએ પોસ્ટમાં તેના પુત્રનું નામ પણ જાહેર કર્યું છે. બાળકનું નામ અકાય રાખવામાં આવ્યું છે.


વામિકાના નાના ભાઈનું આ દુનિયામાં સ્વાગત


વિરાટ કોહલી પોસ્ટમાં લખ્યું- 'આનંદ અને પ્રેમથી ભરેલા હૃદય સાથે, અમને બધાને જણાવતા આનંદ થાય છે કે 15 ફેબ્રુઆરીએ, અમે અમારા બાળક અકાય અને વામિકાના નાના ભાઈનું આ દુનિયામાં સ્વાગત કર્યું! અમારા જીવનના આ સુંદર તબક્કામાં અમે તમારી પ્રાર્થના અને શુભેચ્છાઓ માંગીએ છીએ. અમે તમને વિનંતી કરીએ છીએ કે કૃપા કરીને આ સમયે અમારી ગોપનીયતાનો આદર કરો. પ્રેમ અને કૃતજ્ઞતા.






બીજી પ્રેગ્નન્સીના સમાચાર ઘણા સમયથી આવી રહ્યા હતા


અનુષ્કા શર્માની બીજી પ્રેગ્નન્સીના સમાચાર ઘણા સમયથી સામે આવી રહ્યા હતા. અભિનેત્રી જાહેરમાં પણ લાંબા સમયથી દેખાતા નહોતી. પરંતુ અનુષ્કા શર્માએ પોતાની પ્રેગ્નન્સીના સમાચાર પર મૌન જાળવ્યું હતું. જ્યારે વિરાટ કોહલીએ પણ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. જો કે, વિરાટ કોહલીના ભૂતપૂર્વ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના સાથી એબી ડી વિલિયર્સે પણ ખુલાસો કર્યો હતો કે દંપતી તેમના બીજા બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યું છે.


એબી ડી વિલિયર્સે આ સમાચારની પુષ્ટિ કરી હતી


યુટ્યુબ લાઈવમાં એબી ડી વિલિયર્સે કહ્યું હતું કે, 'હા, તેનું બીજું બાળક આવવાનું છે. આ પારિવારિક સમય છે અને વસ્તુઓ તેમના માટે મહત્વપૂર્ણ છે. જોકે, બાદમાં ડી વિલિયર્સે પોતાનું નિવેદન પાછું ખેંચ્યું હતું અને કહ્યું હતું કે તેણે લાઈવ વીડિયોમાં ખોટી માહિતી આપી હતી.


કોહલીએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી લીધો છે બ્રેક


વિરાટ હાલમાં ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ શ્રેણીનો ભાગ નથી. તેણે અંગત કારણોસર આ શ્રેણીમાંથી રજા લીધી હતી.