Virat Kohli's Hotel Room: ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ સોમવારે સવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં તે પોતાની નારાજગી વ્યક્ત કરતો જોવા મળી રહ્યો છે. વિરાટની આ નારાજગી તેની ગેરહાજરીમાં તેના હોટલના રૂમનો વીડિયો બનાવવા માટે આવી છે.આ વીડિયો એક ચાહકે બનાવ્યો છે.


આ દરમિયાન કોહલીની હોટલના રૂમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના કારણે તેની પત્ની અનુષ્કા શર્માએ વીડિયો રેકોર્ડ કરનાર ફેન્સ પર ઘણી નારાજગી વ્યક્ત કરી છે. સાથે જ વિરાટ કોહલીએ આ અંગે ગુસ્સો વ્યક્ત કર્યો છે.


અનુષ્કાએ સ્ક્રીનશોટ શેર કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી


અનુષ્કા શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલા વીડિયોનો સ્ક્રીનશોટ શેર કર્યો અને લખ્યું હતું કે કેટલીક ઘટનાઓનો અનુભવ કર્યો જેમાં કેટલાક ચાહકોએ કોઈ દયા કે કૃપા દર્શાવી નથી. પણ આ બહુ ખરાબ વાત છે. વ્યક્તિ માટે તદ્દન અનાદર અને ગોપનીયતાનું ઉલ્લંઘન છે. તમામ લોકોને સેલ્ફ કંન્ટ્રોલની પ્રેક્ટિસ કરવાથી મદદ મળે છે. જો આ તમારા બેડરૂમમાં થઈ રહ્યું છે, તો પછી લાઇન ક્યાં છે? 




વિરાટે લખ્યું, લોકોની પ્રાઈવેસીનું સન્માન કરો


વિરાટે લખ્યું, 'હું સમજું છું કે ચાહકો તેમના મનપસંદ ખેલાડીને જોઈને કેટલા ખુશ છે અને તેમને મળવા માટે કેટલા ઉત્સાહિત છે. હું આની પ્રશંસા કરું છું. પરંતુ આ વીડિયો ખૂબ જ ડરામણો છે. આ મને મારી ગોપનીયતા વિશે ચિંતા કરે છે. જો હું મારા હોટલના રૂમમાં ગોપનીયતા જાળવી ન શકું તો મને મારી અંગત જગ્યા ક્યાંથી મળશે? હું આ પ્રકારની ગાંડપણ અને મારી ગોપનીયતામાં હસ્તક્ષેપને વાજબી માનતો નથી. કૃપા કરીને લોકોની ગોપનીયતાનો આદર કરો અને તેનો મનોરંજન તરીકે ઉપયોગ કરશો નહીં.’


વરુણ ધવન, અર્જુન કપૂર અને ડેવિડ વોર્નર જેવી ઘણી દિગ્ગજ હસ્તીઓએ વિરાટની આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે. અર્જુન કપૂર પર ટિપ્પણી કરતા લખ્યું, "આજે દરેક વ્યક્તિની પાસે કેમેરા હોય તે સૌથી દુઃખદ ભાગ છે. પરિણીતી ચોપરા અને ઉર્વશી રૌતેલાએ પણ આ મામલે ટીપ્પણી કરી હતી. ઉલ્લેખનીય છે કે વિરાટ અને અનુષ્કા પોતાની લાઈફને ખૂબ જ ખાનગી રાખવાનું પસંદ કરે છે. ઘણીવાર તે પોતાની દીકરી વામિકાની તસવીરો ક્લિક ન કરવા વિનંતી કરતો રહે છે.