ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ પોતાની ફિટનેસ પર ખૂબ મહેનત કરી છે. તેણે 10 કિલોથી વધુ વજન ઘટાડ્યું છે. રોહિતે ODI વર્લ્ડકપ-2027 માં રમવા માટે આટલી મહેનત કરી છે. તે કોઈપણ કિંમતે આ વર્લ્ડકપ સુધી રમવા માંગે છે અને તેથી તે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છે. પોતાને ફિટ રાખવા માટે રોહિતે કેક ખાવાની પણ ના પાડી દીધી. 

Continues below advertisement

ભારતે ત્રીજી ODI માં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું. આ મેચ પછી તે હોટલમાં વિજયની ઉજવણી કરવામાં આવી જ્યાં રોહિતે કેક ખાવાનો ઇનકાર કર્યો હતો. આ ત્રીજી અને નિર્ણાયક મેચમાં, રોહિતે 75 રનની ઇનિંગ રમી. તેની ઇનિંગમાં જમણા હાથના બેટ્સમેને 73 બોલનો સામનો કર્યો અને સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.

'જાયસ્વાલને ના કહ્યું'રોહિતે યશસ્વી જાયસ્વાલ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 155 રન ઉમેર્યા. રોહિતને કેશવ મહારાજે આઉટ કર્યો. ત્યારબાદ ભારતે કોઈ વિકેટ ગુમાવી નહીં. જયસ્વાલે અણનમ 116 અને વિરાટ કોહલીએ અણનમ 65 રન બનાવીને ટીમને વિજય અપાવ્યો. જ્યારે ટીમ હોટેલ પહોંચી, ત્યારે કેક કાપીને વિજયની ઉજવણી કરવામાં આવી. પ્લેયર ઓફ ધ મેચ તરીકે જાહેર થયેલા જયસ્વાલે કેક કાપી અને રોહિતને ઓફર કરી. રોહિતે પછી કહ્યું, "મેં નહીં ખા રહાં મોટા હો જાઉંગા વાપસ."

રોહિતે બે અડધી સદી ફટકારી દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં રોહિત એક શાનદાર બેટ્સમેન હતો. તેણે ત્રણમાંથી બે મેચમાં અડધી સદી ફટકારી હતી અને બંનેમાં ભારતનો વિજય થયો હતો. રાંચીમાં રમાયેલી પહેલી વનડેમાં રોહિતે 51 બોલમાં 57 રન બનાવ્યા હતા. બીજી મેચમાં તેણે ફક્ત 14 રન બનાવ્યા હતા. ત્રીજી મેચમાં, રોહિતે ફરીથી પોતાનું કૌશલ્ય બતાવ્યું, શાનદાર બેટિંગ કરી અને ટીમની જીતનો પાયો નાખ્યો.