England Squad For Ashes 2023: ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એશિઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ 16 જૂનથી રમાશે. બંને ટીમો એજબેસ્ટનના મેદાન પર આમને-સામને થશે. જ્યારે શ્રેણીની બીજી ટેસ્ટ મેચ 28 જૂનથી લોર્ડ્સમાં રમાશે. આ સાથે જ ઈંગ્લેન્ડે પ્રથમ બે ટેસ્ટ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ઈંગ્લેન્ડે જોશ ટોન્ગને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. જોશ ટૉન્ગ કાઉન્ટી ક્રિકેટમાં વૂસ્ટશાયર માટે રમે છે. આ ખેલાડીએ આયરલેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.






વિકેટકીપર બેટ્સમેન જોની બેયરસ્ટો એશિઝ શ્રેણીમાંથી વાપસી કરશે


ઈંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન જોની બેયરસ્ટો એશિઝ શ્રેણીમાંથી વાપસી કરશે. જ્યારે બેન ફોક્સને બહાર બેસવું પડી શકે છે. વાસ્તવમાં જોની બેયરસ્ટો ઈજા બાદ વાપસી કરી રહ્યો છે.  આ સિવાય જોફ્રા આર્ચર, ક્રેગ ઓવરટન, ઓલી સ્ટોન અને જેમી ઓવરટન ઈંગ્લેન્ડની ટીમનો ભાગ નહીં હોય. જોફ્રા આર્ચર સિવાય ક્રેગ ઓવરટન, ઓલી સ્ટોન અને જેમી ઓવરટોન ઈજામાંથી બહાર આવ્યા નથી. જો કે, એવું માની શકાય છે કે એશિઝ શ્રેણીની પ્રથમ 2 ટેસ્ટ મેચ બાદ ટીમમાં ફેરફાર શક્ય છે. મહત્વપૂર્ણ છે કે, એશિઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ 16 જૂનથી રમાશે. બંને ટીમો એજબેસ્ટનના મેદાન પર ટકરાશે. જ્યારે શ્રેણીની બીજી ટેસ્ટ મેચ 28 જૂનથી લોર્ડ્સમાં રમાશે.


ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ 2 ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડની ટીમ


બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમ્સ એન્ડરસન, જોની બેયરસ્ટો, સ્ટુઅર્ટ બ્રોડ, હેરી બ્રુક, ઝેક ક્રોલી, બેન ડકેટ, ડેન લોરેન્સ, જેક લીચ, ઓલી પોપ, મેથ્યુ પોટ્સ, ઓલી રોબિન્સન, જો રૂટ, જોશ ટોંગ, ક્રિસ વોક્સ, માર્ક વુડ


David Warner Retirement: ડેવિડ વોર્નર જલદી લેશે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિ, જાણો ક્યારે રમશે અંતિમ મેચ?


David Warner AUS:  ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી ડેવિડ વોર્નરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ICCએ આ માહિતી સત્તાવાર વેબસાઇટ પર શેર કરી છે. તે જાન્યુઆરી 2024માં પાકિસ્તાન સામે તેની ટેસ્ટ કારકિર્દીની છેલ્લી મેચ રમશે. આ પહેલા વોર્નર એશિઝ સિરીઝ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચ રમશે. ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે જાન્યુઆરી 2024માં ટેસ્ટ સિરીઝ રમાવાની છે. આ દરમિયાન વોર્નર છેલ્લી મેચ રમશે.


વોર્નર હાલમાં ઈંગ્લેન્ડમાં છે અને તે ભારત સામેની ફાઈનલ મેચની તૈયારી કરી રહ્યો છે. વોર્નર ત્યાર પછી ઈંગ્લેન્ડ સામે 16 જૂનથી શરૂ થનારી એશિઝ શ્રેણીનો ભાગ બનશે. આઈસીસીની વેબસાઈટ પરના અહેવાલ અનુસાર, વોર્નરે હાલમાં જ ટેસ્ટમાં સંન્યાસ લેવાની વાત કરી છે. તે જાન્યુઆરી 2024માં પાકિસ્તાન સામે સિડની ટેસ્ટ દરમિયાન નિવૃત્તિ લેશે. આ તેનું હોમ ગ્રાઉન્ડ છે. આ પહેલા તેઓ વેસ્ટ ઈન્ડિઝ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી પણ રમી શકે છે.