Steve Smith completed 9000 runs in Test cricket: લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ શ્રેણીની બીજી ટેસ્ટ રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી રહી છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથે ઈતિહાસ રચ્યો છે.


 






વાસ્તવમાં સ્ટીવ સ્મિથના નામે હવે ટેસ્ટ ક્રિકેટમાં 9000 રન પર થઈ ગયા છે. તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 9000 રન પૂરા કરનાર વિશ્વનો બીજો બેટ્સમેન બની ગયો છે. સ્મિથે આ કારનામું માત્ર 174મી ઇનિંગ્સમાં જ કર્યું છે.


ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 9000 રન બનાવનાર બેટ્સમેન


કુમાર સંગાકારા - 172 (ઈનિંગ)
સ્ટીવ સ્મિથ - 174 (ઈનિંગ)
રાહુલ દ્રવિડ - 176 (ઈનિંગ)
બ્રાયન લારા - 177 (ઈનિંગ)
રિકી પોન્ટિંગ - 177 (ઈનિંગ)


 







સ્મિથ 99મી ટેસ્ટ રમી રહ્યો છે


સ્ટીવ સ્મિથ તેની ટેસ્ટ કારકિર્દીની 99મી મેચ રમી રહ્યો છે. અત્યાર સુધીમાં તેણે 59.65ની એવરેજથી 9007 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 31 સદી, 4 બેવડી સદી અને 37 અડધી સદી નીકળી છે. આ સાથે જ તેનો સર્વોચ્ચ સ્કોર 239 રન છે.


લોર્ડ્સ ટેસ્ટ સ્ટેટસ


પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ ઈંગ્લેન્ડે બીજી ટેસ્ટમાં ઝડપી બોલરો માટે મદદરૂપ પિચ તૈયાર કરી હતી. આ પછી કેપ્ટન બેન સ્ટોક્સે પણ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે તેમ છતાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો શાનદાર બેટિંગ કરી રહ્યા છે. 73ના સ્કોર પર પહેલી વિકેટ પડી. ઉસ્માન ખ્વાજા 17 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ડેવિડ વોર્નર 66 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. હવે સમાચાર લખાય છે ત્યાં સુધી, સ્ટીવ સ્મિથ 38 અને માર્નસ લાબુશેન 45 રને રમતમાં છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 2 વિકેટે 190 રન છે.


એશિઝમાં ચાલુ મેચે ધમાલ, પ્રદર્શનકારીઓએ 'ક્રિકેટનું મક્કા' માથે લીધું


 દુનિયાની સૌથી હાઈપ્રોફાઈલ ક્રિકેટ શ્રેણીમાંની એક એવી ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ સિરીઝની બીજી મેચ શરૂ થઈ ગઈ છે. આ મેચ ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સમાં રમાઈ રહી છે. ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પરંતુ મેચની શરૂઆત સાથે જ લોર્ડ્સના મેદાન પર ડ્રામા શરૂ થઈ ગયો હતો. જસ્ટ સ્ટોપ ઓઈલ જૂથના અનેક પ્રદર્શનકારીઓ બીજી ઓવરની શરૂઆત પહેલા મેદાનમાં ધસી આવ્યા હતા.


બેયરસ્ટોએ દાખવી હિંમત


આ પ્રદર્શનકારીઓ ક્રિકેટ ગ્રાઉન્ડમાં મોટા પ્રમાણમાં ધસી આવ્યા હતાં. પરંતુ તમામ ખેલાડીઓ તેમનાથી દૂરી બનાવતા રહે છે. સુરક્ષાકર્મીઓ તેમને પકડીને મેદાનની બહાર લઈ જાય છે. પરંતુ આ વખતે કંઈક અલગ જ નજારો જોવા મળ્યો હતો. ઇંગ્લેન્ડનો વિકેટકીપર જોની બેરસ્ટો એક પ્રદર્શનકારને ઉંચકી લે છે. તેણે તેને સીધો જ ઉંચકીને મેદાનની બહાર લઈ જાય છે. 


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial