T20 World Cup 2022 India Ashish Nehra Rohit Sharma Virat Kohli KL Rahul: આગામી મહિનાઓથી આઇસીસીની સૌથી મોટી ટૂર્નામેન્ટ વર્લ્ડકપ શરૂ થઇ રહ્યો છે, ઓક્ટોબરથી આઇસીસી પુરુષ ટી20 વર્લ્ડકપ 2022માં ઓસ્ટ્રેલિયામાં શરૂ થઇ રહ્યો છે, આ માટે મોટાભાગના દેશોએ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે, જોકે, ભારતીય ટીમે હજુ સુધી પોતાના સ્ક્વૉડની જાહેરાત નથી કરી. પરંતુ આ કડીમાં પૂર્વ ફાસ્ટ બૉલર આશિષ નેહરાએ પોતાની બેસ્ટ ભારતીય ટીમને પસંદ કરી છે, ખાસ વાત છે કે આ ટીમમાં અનુભવી ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીને સ્થાન આપવામાં નથી આવ્યુ. 


નેહરાએ પોતાની ભારતીય ટીમમાં કેપ્ટન તરીકે રોહિત શર્માને પસંદ કર્યો છે, જ્યારે ટીમમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે દિનેશ કાર્તિક અને ઋષભ પંત બન્નેને સામેલ કર્યો છે. 


ઓપનર તરીકે રોહિત શર્માની સાથે કેએલ રાહુલને રાખ્યો છે, મીડલ ઓર્ડરમાં વિરાટ કોહલી, સૂર્ય કુમાર યાદવ અને હાર્દિક પંડ્યાને રાખ્યા છે. વળી ઓલરાઉન્ડર તરીકે રવીન્દ્ર જાડેજા અને દીપક હુડ્ડાને સ્થાન આપ્યુ છે. સ્પિન બૉલર તરીકે ચહલ અને અશ્વિનને રાખ્યા છે. ફાસ્ટ બૉલિંગ ડિપાર્ટમેન્ટમાં નેહરાએ બુમરાહ, ભુવનેશ્વર, હર્ષલ પટેલ અને અર્શદીપને ટીમમાં સામેલ કર્યા છે, જ્યારે અનુભવી ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીને ટીમમાંથી પડતો મુક્યો છે.


આશિષ નેહરાની ટી20 વર્લ્ડકપ માટેની ભારતીય ટીમ - 
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, રવિચન્દ્રન અશ્વિન, યુજવેન્દ્ર ચહલ, દિનેશ કાર્તિક, જસપ્રીત બુમરાહ, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ, ભુવનેશ્વર કુમાર, દીપક હુડ્ડા.


આ પણ વાંચો........... 


Asia Cup 2022: નસીમ શાહે ઉર્વશીને ઓળખવાની ના પાડી, હવે ઉર્વશીએ આ જવાબ આપીને કરી સ્પષ્ટતા


IND vs SA: દ. આફ્રિકા સામે વન ડે સિરીઝમાં આ ખેલાડી હશે ભારતનો કેપ્ટન, સિનીયર ખેલાડીઓને મળશે આરામ


PAK vs SL: શ્રીલંકા બન્યું એશિયાનું નવું ચેમ્પિયન, 8 વર્ષ બાદ જીત્યું ટાઈટલ, પાક.ને 23 રનથી હરાવ્યું


Asia Cup 2022: એશિયા કપની ચેમ્પિયન શ્રીલંકાને મળશે આટલા કરોડ રૂપિયા, પાકિસ્તાનને પણ આટલા કરોડ મળશે


PAK vs SL: ફાઇનલમાં હાર બાદ પાકિસ્તાની કેપ્ટન બાબરે શું કહ્યું, કઇ બે વાતોને યાદ કરીને રડી પડ્યો, જાણો


Team India: એશિયા કપ પુરો, હવે ભારત 15 દિવસની અંદર 6 ટી20 રમશે, જાણો કઇ ટીમ સામે ક્યારે ટકરાશે.....