મુંબઇઃ એશિયા કપ 2022 પુરો થઇ ચૂક્યો છે, ગૃપ સ્ટેજ મેચોમાં ભારતીય ટીમનુ શાનદાર પ્રદર્શન, પરંતુ સુપર 4 રાઉન્ડમાં પાકિસ્તાન અને શ્રીલંકા સામે હાર મળ્યા બાદ ટીમ ઇન્ડિયાનો એશિયા કપ 2022નો સફર પુરો થઇ ગયો હતો, ટીમ ઇન્ડિયા માટે આ આઇસીસી ટૂર્નામેન્ટ એકદમ ખરાબ રહી. આગામી સમયમાં આઇસીસી ટી20 વર્લ્ડકપ રમાવવાનો છે, આને લઇને હવે ટીમ ઇન્ડિયા ફરી એકવાર તૈયારીઓમાં લાગી ગઇ છે. 


ભારતીય ટીમને કેપ્ટન રોહિત શર્મા અને કૉચ રાહુલ દ્રવિડ એશિયા કપની હારથી નિરાશ છે, પરંતુ હવે બન્નેને આઇસીસી ટી20 વર્લ્ડકપ જીતવા પર ફોકસ રાખ્યો છે. હવે ભારતીય ટીમને બે મોટી ટીમો સામે ટકરાવવાનુ છે. આ બન્ને ટીમો દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા છે. બન્ને ટીમો માટે ભારતીય સ્ક્વૉડ લગભગ નક્કી થઇ ચૂકી છે. ભારત બન્ને ટીમોની મહેમાની કરશે. 


15 દિવસની અંદર ભારત રમશે 6 ટી20 મેચ - 
ભારતને ટી20 વર્લ્ડકપ પહેલા 15 દિવસની અંદર 6 ટી20 મેચો રમવાની છે. ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસની શરૂઆત 20 સપ્ટેમ્બરથી થશે, જ્યારે સાઉથ આફ્રિકાના ભારત પ્રવાસની શરૂઆત પણ આજ મહિનામાં 28 સપ્ટેમ્બરથી થશે. ખાસ વાત છે કે 15 દિવસની અંદર ભારતીય ટીમ બન્ને હરિફો વિરુદ્ધ 6 ટી20 મેચો રમવાની છે.


ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ - 
20 સપ્ટેમ્બર - પહેલી ટી20, મોહાલી 
23 સપ્ટેમ્બર - બીજી ટી20, નાગપુર
25 સપ્ટેમ્બર - ત્રીજી ટી20, હૈદરાબાદ 


સાઉથ આફ્રિકાનો ભારત પ્રવાસ -
28 સપ્ટેમ્બર - પહેલી ટી20, તિરુવનંન્તપુરમ્
2 ઓક્ટોબર - બીજી ટી20, ગુવાહાટી
4 ઓક્ટોબર - ત્રીજી ટી20, ઇન્દોર


ભારત-દક્ષિણ આફ્રિકા વનડે સીરીઝ -  
6 ઓક્ટોબર - પ્રથમ વનડે, લખનઉ
9 ઓક્ટોબર - બીજી વનડે, રાંચી
11 ઓક્ટોબર - ત્રીજી વનડે, દિલ્હી 


ટી20 વર્લ્ડકપ 2022ની વૉર્મ અપ મેચો - 
17 ઓક્ટોબર - ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા
19 ઓક્ટોબર - ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ


આ પણ વાંચો............


Asia Cup 2022: નસીમ શાહે ઉર્વશીને ઓળખવાની ના પાડી, હવે ઉર્વશીએ આ જવાબ આપીને કરી સ્પષ્ટતા


IND vs SA: દ. આફ્રિકા સામે વન ડે સિરીઝમાં આ ખેલાડી હશે ભારતનો કેપ્ટન, સિનીયર ખેલાડીઓને મળશે આરામ


PAK vs SL: શ્રીલંકા બન્યું એશિયાનું નવું ચેમ્પિયન, 8 વર્ષ બાદ જીત્યું ટાઈટલ, પાક.ને 23 રનથી હરાવ્યું


Asia Cup 2022: એશિયા કપની ચેમ્પિયન શ્રીલંકાને મળશે આટલા કરોડ રૂપિયા, પાકિસ્તાનને પણ આટલા કરોડ મળશે


PAK vs SL: ફાઇનલમાં હાર બાદ પાકિસ્તાની કેપ્ટન બાબરે શું કહ્યું, કઇ બે વાતોને યાદ કરીને રડી પડ્યો, જાણો


Team India: એશિયા કપ પુરો, હવે ભારત 15 દિવસની અંદર 6 ટી20 રમશે, જાણો કઇ ટીમ સામે ક્યારે ટકરાશે.....