Asia Cup 2022, IND vs PAK: એશિયા કપ 2022ની મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામેની મેચમાં જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાએ રવિવારે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. દરેક જણ આ જીતની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન જય શાહ સ્ટેડિયમમાં હાજર હોવાનો  એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જય શાહ ઉજવણી દરમિયાન આપવામાં આવેલ ત્રિરંગો સ્વીકારવાનો ઇનકાર કરતા જોવા મળે છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વિટર પર આ વીડિયો શેર કરીને તેમના પર નિશાન સાધ્યું છે. ટ્વિટર પર ઘણા યુઝર્સે જય શાહના આવું કરવા પર નારાજગી વ્યક્ત કરી છે.


વીડિયોમાં BCCI સેક્રેટરી જય શાહ ટીમ ઈન્ડિયાની જીતની ઉજવણી કરતા જોઈ શકાય છે. હાર્દિક પંડ્યાએ છેલ્લી ઓવરના ચોથા બોલ પર ભારતીય ટીમને સિક્સર ફટકારી કે તરત જ જય શાહે ઉભા રહીને તાળીઓ પાડીને તેની ઉજવણી કરી. આ દરમિયાન એક કર્મચારી ત્રિરંગો ઉજવવા માટે જય આપે છે પરંતુ તેઓએ તે લેવાનો ઇનકાર કર્યો હતો.






જાણો શું છે અસલી કારણ


ક્રિકેટ નિષ્ણાતોના કહેવા મુજબ, જય શાહ આઈસીસી ક્રિકેટ સમિતિના સભ્ય છે. નિયમો મુજબ આઈસીસીના સભ્ય કોઈ ખાસ દેશનો પક્ષ ન લઈ શકે. આ કારણે જય શાહે ત્રિરંગો હાથમાં લઇને લહેરાવાની ના પાડી હતી. આ મુદ્દે જય શાહ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.






ભારતની જીતમાં હાર્દિક પંડ્યા હીરો


ભારતે પાકિસ્તાનને આપેલી હારમાં હાર્દિક પંડ્યા જીતનો હીરો રહ્યો હતો. તેણે  4 ઓવરમાં 25 રન આપીને 3 વિકેટ લીધી હતી અને બેટિંગમાં 17 બોલમાં અણનમ 33 રન બનાવ્યા હતા. જાડેજા અને કોહલીએ 35-25 રનનું યોગદાન આપ્યું હતું.