Virat Century: મેચ પહેલા કોહલીને કોને ફોન કરેલો, શું વાત થયેલી ને પછી વિરાટે ફટકારી દીધી સદી, જાણો

મિસ્ટર 360 ડિગ્રી નામથી જાણીતા દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર એબી ડિવિલિયર્સ ટ્વીટ કરીને લખ્યું - "જ્યારે કાલે મે તેની સાથે (વિરાટ કોહલી) વાત કરી હતી,

Continues below advertisement

AB de Villiers On Virat Kohli Century: અફઘાનિસ્તાન વિરુદ્ધ યુએઇમાં રમાઇ રહેલા એશિયા કપ 2022માં ફરી એકવાર કોહલીનો જલવો જોવા મળ્યો છે. ગઇ રાત્રે રમાયેલી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ટી20 મેચમાં રન મશીન વિરાટ કોહલીએ ફરી એકવાર રનોનો વરસાદ કરીને વિરોધી ટીમને બેકફૂટ પર લાવી દીધી હતી. આ મેચમાં કિંગ કોહલીએ 122 રનોની તોફાની ઇનિંગ રમી હતી, ટી20 ઇન્ટરનેશનલમાં કિંગ કોહલીનુ આ પહેલી શતક છે, આના પર તમામ દિગ્ગજોએ પ્રતિક્રિયા આપી છે, જોકે, આમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારી પ્રતિક્રિયા તેના મિત્ર આફ્રિકન ક્રિકેટર એબી ડિવિલિયર્સની રહી છે. એબી ડિવિલિયર્સ એક ટ્વીટ કરીને કોહલીની સદી પર રિએક્શન આપ્યુ છે. 

Continues below advertisement

મિસ્ટર 360 ડિગ્રી નામથી જાણીતા દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર એબી ડિવિલિયર્સ ટ્વીટ કરીને લખ્યું - "જ્યારે કાલે મે તેની સાથે (વિરાટ કોહલી) વાત કરી હતી, તો મને ખબર હતી કે કંઇક મોટુ થવાનુ છે. વેલ પ્લેડ મારા દોસ્ત."

વિરાટે 1021 દિવસ બાદ ફટકારી સદી  - 
ઉલ્લેખનીય છે કે, લાંબા સમય બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વિરાટ કોહલીએ સદી ફટકારી છે, તેને અફઘાનિસ્તાન સામે 61 બૉલમાં અણનમ 122 રન બનાવ્યા. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 1021 દિવસ બાદ તેના બેટમાંથી સદી નીકળી છે. આ પહેલા કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવેમ્બર 2019માં સદી લગાવી હતી. 

માર્ટિન ગુપ્ટિલને પાછળ છોડ્યો...
આ સાથે કિંગ કોહલીના નામે T20 ઈન્ટરનેશનલમાં 3584 રન બની ગયા છે. તે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવવાના મામલે માર્ટિન ગુપ્ટિલને પાછળ છોડીને બીજા ક્રમે આવી ગયો છે. આ સાથે જ તે T20 ઈન્ટરનેશનલમાં 3500થી વધુ રન બનાવનાર બીજો બેટ્સમેન બની ગયો છે.

કોહલી T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ 50+ રન બનાવનાર ખેલાડી બન્યો

પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ 50+ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેણે આ મામલે ભારતીય કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડી દીધો છે. રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલમાં 32 વખત 50 રનનો આંકડો પાર કર્યો છે. આ સાથે જ વિરાટ કોહલીએ આજે ​​33મી વખત પચાસ રનનો આંકડો પાર કર્યો. ઉલ્લેખનીય છે કે, એશિયા કપ 2022માં વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં ત્રણ વખત 50 રનનો આંકડો પાર કર્યો છે. તે ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ છે.

Continues below advertisement
Sponsored Links by Taboola