Hardik Pandya and Ravindra Jadeja: એશિયા કપમાં (Asia Cup) રવિવારે ભારત-પાકિસ્તાન (IND vs PAK) હાઇ વૉલ્ટેજ મેચ રમાઇ, આ મેચમાં છેલ્લી ઓવર રોમાંચક રહી, અને અંતે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ (Hardik Pandya) છગ્ગો ફટકારીને ભારતને મેચ જીતાડી દીધી હતી, હાર્દિક પંડ્યા આ મેચમાં 'પ્લેયર ઓફ ધ મેચ' બન્યો હતો. હાર્દિકે પહેલા બૉલિંગથી કમાલ કર્યો, તેને 25 રન આપીને 3 વિકેટો ઝડપી અને બાદમાં બેટિંગમાં 17 બૉલમાં 33 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી. 


પરંતુ મેચ બાદ સૌથી વધુ ચર્ચા છેલ્લી ઓવરની થવા લાગી હતી. છેલ્લી ઓવરમાં રવીન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યા ક્રિઝ પર હતા, રવીન્દ્ર જાડેજાએ સવાલ પુછ્યો કે છેલ્લી ઓવરમાં તમારા મગજમાં શુ ચાલી રહ્યુ હતુ. તો આના જવાબમાં હાર્દિક પંડ્યાએ બહુજ શાનદાર જવાબ આપ્યો હતો. 


જાડેજાએ પછ્યુ - છેલ્લી ઓવરમાં તમાર મગજમાં શું ચાલી રહ્યું હતુ ? આના પર પંડ્યાએ કહ્યું, સાત રન મને કંઇ વધારે ન હતા લાગી રહ્યાં, કેમકે લેપ્ટ આર્મ સ્પિનર હતો, પાંચ ફિલ્ડર હતા બાઉન્ડ્રી પર પરંતુ મને તેનાથી કોઇ ફરક ન હતો પડી રહ્યો, કેમ કે જો તે 5 શું 10 પણ હોતા તો મારવાનુ હતુ, તો તેનાથી મને કંઇક ફરક ન હતો પડી રહ્યો. મને ખબર હતી કે મારાથી વધારે દબાણ બૉલર પર હશે. 






મેચ બાદ હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજાએ એકબીજા સાથે મેચને લઇને ખુબ સવાલ જવાબો કર્યા હતા, આ દરમિયાન બન્ને ખેલાડીઓ જીત માટેનો પ્લાન પણ બતાવ્યો હતો. 


આ પણ વાંચો.......... 


WhatsApp Features: હવે માત્ર ચેટિંગ એપ નહીં, વોટ્સએપ બની રહ્યું છે સુપર એપ, JioMart સાથે મળીને શરૂ કરી આ ખાસ સેવા


Gautam Adani : દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બન્યા ગૌતમ અદાણી, આ સ્થાને પહોંચનાર એશિયાના પ્રથમ વ્યક્તિ બન્યા


China: ચીનમાં ફરી કોરોના સંકટ, દુનિયાનું સૌથી મોટું ઇલેક્ટ્રૉનિક માર્કેટ અસ્થાયી રીતે બંધ


GSET 2022 Registration: GSET 2022 માટે રજિસ્ટ્રેશન થયું શરૂ, જાણો પરીક્ષા સંબંધિત તમામ વિગત


Rohit Sharma Asia Cup: હોંગકોંગ વિરુદ્ધ જીત મેળવતા જ રોહિત શર્મા બનાવશે મોટો રેકોર્ડ, ધોનીને પાછળ છોડી દેશે


Horoscope Today 30 August 2022: આજે આ 5 રાશિ પર ગ્રહોની ચાલની પડશે મોટી અસર, જાણો કેવો રહેશે તમારો દિવસ


Vadodara: બે સંતાનના પિતાએ નર્મદા કેનાલમાં લગાવી મોતની છલાંગ, શું છે કારણ?