Asia Cup 2022, IND vs PAK:   ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવતીકાલે એટલેકે 28 ઓગસ્ટે રમાનારી એશિયા કપ 2022 ની મેચ માટે ફેન્સ ઉત્સાહિત થઇ ગયા છે. આ મેચની ટિકીટો પણ વેચાઇ ચૂકી છે. પાકિસ્તાની ટીમ આ ટૂર્નામેન્ટ માટે મંગળવારે દુબઇ પહોંચી ગઇ છે. વળી, ભારતીય ટીમ પહેલાથી જ દુબઇ પહોંચી ચૂકી છે. હવે બન્ને ટીમોએ અહીં પ્રેક્ટિસ કરવાનુ પણ શરૂ કરી દીધુ છે. એશિયા કપની શરૂઆતથી જ ભારતનો આ ટૂર્નામેન્ટ પર દબદબો રહ્યો છે.


ભારત અને પાકિસ્તાન એશિયા કપ 2022 ટૂર્નામેન્ટમાં તેમના અભિયાનની શરૂઆત રવિવારે એકબીજા સામેની મેચથી કરશે. પાકિસ્તાનની ટીમે છેલ્લા T20 વર્લ્ડ કપમાં ભારતને હરાવ્યું છે અને તેઓ અહીં પણ તે જ ગતિ જાળવી રાખવા માંગશે. આ સાથે જ ટીમ ઈન્ડિયા પાછલી હારનો બદલો લેવા ઈચ્છશે. આ શાનદાર મેચ પહેલા પાકિસ્તાનના વાઈસ કેપ્ટન શાદાબ ખાને ટીમ ઈન્ડિયાના કિંગ વિરાટ કોહલીના વખાણ કર્યા છે. વિરાટે છેલ્લા ત્રણ વર્ષથી સદી ફટકારી નથી, પરંતુ શાદાબે કહ્યું કે તે પણ ઈચ્છે છે કે કોહલી આ ટૂર્નામેન્ટમાં સદી ફટકારે.


શું કહ્યું શાદાબ ખાને


ઓલરાઉન્ડર શાદાબે ભારત અને પાકિસ્તાન મેચ પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં એક સવાલના જવાબમાં કહ્યું કે કોહલીએ એશિયા કપમાં સદી ફટકારવી જોઈએ, પરંતુ પાકિસ્તાની ટીમ સામે નહીં. શાદાબે કહ્યું, 'વિરાટ કોહલી એક લિજેન્ડ છે. તેનું પ્રદર્શન હજુ પણ સારું છે, પરંતુ તેણે એવા ઉચ્ચ માપદંડો સ્થાપિત કર્યા છે કે લોકોને લાગે છે કે તે પ્રદર્શન કરી રહ્યો નથી. મને આશા છે કે તે ફોર્મમાં પરત ફરશે અને સદી ફટકારશે, પરંતુ અમારી સામે નહીં."


પાકિસ્તાનને શાહીન શાહ આફ્રિદીની ખોટ પડી શકે છે, જે ઈજાના કારણે આ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. શાદાબે કહ્યું કે શાહીનની ઈજા ટીમ માટે મોટો ફટકો છે, પરંતુ જે થયું છે, તમે તેના વિશે વધુ કરી શકતા નથી. અમે શાહીન શાહ આફ્રિદી અને મોહમ્મદ વસીમને મિસ કરીશું.પરંતુ ક્રિકેટની સુંદરતા એ છે કે તે વ્યક્તિગત નહીં પરંતુ ટીમની રમત છે. અમે ફરી શરૂ કરીશું. અમે પરિણામની ચિંતા કરતા નથી, અમે અમારી રમત પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.




ક્યાં રમાશે ભારત-પાકિસ્તાન મેચ -


ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે મેચ રમાશે. બન્નેની વચ્ચે આ મેચ એશિયા કપ 2022 માં રમાશે. આ મેચને લઇને બન્ને ટીમો સખત પ્રેક્ટિસ કરી રહી છે. વળી, તમને બતાવી દઇએ કે આ મેચો દુબઇના ક્રિકેટ સ્ટેડિયમાં રમાશે. બન્ને દેશોના ક્રિકેટ પ્રેમીઓ આ મેચનો બેસબ્રીથી ઇન્તજાર કરી રહ્યાં છે.


લાઇવ સ્ટ્રીમિંગની પુરેપુરી ડિટેલ્સ -


એશિયા કપમાં 28 ઓગસ્ટે ભારત-પાકિસ્તાનની મેચ રમાશે. આ મેચનુ સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો, ડીડી સ્પોર્ટ્સ પર કરવામાં આવશે. વળી, તમે આ રોમાંચક મેચનો આનંદ તમારા ફોન પર પણ હૉટસ્ટાર એપ પર લઇ શકો છો. આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7:30 વાગે શરૂ થશે.


એશિયા કપ માટે ભારતીય ટીમની ફૂલ સ્ક્વૉડ -


ટીમ ઈન્ડિયા - રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વીસી), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, આર પંત (વિકી), દિનેશ કાર્તિક (વિકી), હાર્દિક પંડ્યા, આર જાડેજા, આર અશ્વિન , યુઝવેન્દ્ર ચહલ, આર બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, આવેશ ખાન.