Asia Cup Online Tickets: એશિયા કપ 2023 આગામી 30 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટની ફાઈનલ 17 સપ્ટેમ્બરે રમાશે. એશિયા કપની પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાશે. ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત પાકિસ્તાન સામેની મેચથી કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 2જી સપ્ટેમ્બરે મેચ રમાશે. એશિયા કપની મેચો પાકિસ્તાન અને શ્રીલંકામાં રમાશે, જો તમે આ મેચોનો લ્હાવો લેવા માંગતા હોય તો ટિકીટ બુકિંગ વિશે અમે માહિતી આપી રહ્યાં છી, જાણો ફેન્સ આ ટૂર્નામેન્ટની ટિકિટ ક્યાંથી અને કેવી રીતે મેળવી શકે છે ?
ફેન્સ ઓનલાઇન ટિકીટ કેવી રીતે બુક કરાવી શકશે ?પાકિસ્તાનમાં રમાનારી એશિયા કપ ટૂર્નામેન્ટની મેચોની ટિકિટ શનિવાર એટલે કે આજથી ઉપલબ્ધ થશે. ઓનલાઈન ટિકિટોની કેટલીય કેટેગરીઓ છે, જેમ કે VIP, પ્રીમિયર અને સામાન્ય ટિકિટ. શુક્રવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી હતી કે એશિયા કપની મેચોની ટિકિટ શનિવારથી અવેલેબલ થશે. ક્રિકેટ ચાહકો pcb.bookme.pk પર ઓનલાઈન ટિકિટ બુક કરી શકે છે. વળી, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે લગભગ 15 વર્ષથી પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કારણોસર ટિકિટની કિંમત સસ્તીં રાખવામાં આવી છે, જેથી વધુને વધુ ચાહકો સ્ટેડિયમમાં આવી શકે.
શ્રીલંકામાં રમાનારી મેચોની ટિકીટ ક્યારથી મળશે ?એશિયા કપની મેચો પાકિસ્તાન ઉપરાંત શ્રીલંકામાં રમાશે. પાકિસ્તાનમાં રમાનારી મેચોની ટિકિટોનું બુકિંગ શરૂ થઈ ગયું છે, પરંતુ શ્રીલંકામાં રમાનારી મેચોની ટિકિટ હાલમાં ઉપલબ્ધ નથી. જોકે શ્રીલંકામાં રમાનારી મેચોની ટિકિટ ક્યારે મળશે તે હજુ સ્પષ્ટ નથી. એશિયા કપની પ્રથમ મેચ 30 ઓગસ્ટે રમાશે. જ્યારે આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 2જી સપ્ટેમ્બરે શ્રીલંકાની ધરતી પર રમાશે. આ મેચમાં ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને થશે.
આ ટીમોની વચ્ચે રમાશે એશિયા કપ - આ વખતે એશિયા કપ વનડે ફોર્મેટમાં રમાશે. લીગ સ્ટેજ, સુપર-4 અને ફાઈનલ સહિત કુલ 13 મેચો રમાશે. એશિયા કપ 2023માં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળની ટીમો મેદાનમાં ઉતરી રહી છે. ભારત, પાકિસ્તાન અને નેપાળની ટીમોને એક ગ્રુપમાં રાખવામાં આવી છે જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ બીજા ગ્રુપમાં છે.
એશિયા કપનું પુરેપુરુ શિડ્યૂલ - પાકિસ્તાન vs નેપાળ - 30 ઓગસ્ટબાંગ્લાદેશ vs શ્રીલંકા - 31 ઓગસ્ટભારત vs પાકિસ્તાન - 2 સપ્ટેમ્બરબાંગ્લાદેશ vs અફઘાનિસ્તાન - 3 સપ્ટેમ્બરભારત vs નેપાળ - 4 સપ્ટેમ્બરશ્રીલંકા vs અફઘાનિસ્તાન - 5 સપ્ટેમ્બર
સુપર 4ની મેચો - A1 vs B2 - 6 સપ્ટેમ્બરB1 vs B2 - 9 સપ્ટેમ્બરA1 vs A2 - 10 સપ્ટેમ્બરA2 vs B1 - 12 સપ્ટેમ્બરA1 vs B1 - 14 સપ્ટેમ્બરA2 vs B2 - 15 સપ્ટેમ્બરફાઇનલ - 17 સપ્ટેમ્બર