IND vs WI, 4th t20i: ભારતીય ટીમ અત્યારે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ પાંચ મેચોની ટી20 સીરીઝ રમી રહી છે. અત્યારે ભારતીય ટીમે પ્રથમ ત્રણ મેચોમાં બેમાં હાર અને એકમાં જીત મેળવી છે અને સીરીઝમાં 2-1થી પાછળ છે, આજે બન્ને ટીમો વચ્ચે ચોથી ટી20 મેચ રમાવવાની છે, પરંતુ ખાસ વાત છે કે ભારતીય ટીમ અત્યારે વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે છે પરંતુ આજની ચોથી ટી20 અચાનક વેસ્ટ ઇન્ડિઝ બૉર્ડના ગ્રાઉન્ડ્સ પર નહીં પરંતુ અમેરિકાના ગ્રાઉન્ડ પર રમાશે. આ વાત ખરેખરમાં ચોંકાવનારી છે, કેમકે આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ચોથી ટી20 અમેરિકાના ફ્લૉરિડાના ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ભારતે આજે મેચ જીતવા માટે કરો યા મરોની રમત બતાવવી પડશે. જોકે, ખાસ વાત છે કે, આ દરમિયાન ભારતીય ટીમને વેસ્ટ ઈન્ડિઝ છોડવું પડ્યું હતું. હવે ટીમ ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વેસ્ટ ઈન્ડિઝમાં કોઈ મેચ રમાશે નહીં. જાણો શું છે સમગ્ર મામલો.... 


ભારતે વેસ્ટ ઈન્ડિઝને અધવચ્ચે છોડી દીધું ગ્રાઉન્ડ - 
આ દિવસોમાં ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર છે, જ્યાં ટીમ ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 5 મેચની ટી20 સીરીઝ રમાઈ રહી છે. જેની ચોથી અને મહત્વની મેચ આજે રમાવાની છે. વેસ્ટ ઈન્ડિઝ સીરીઝની છેલ્લી 2 ટી20 મેચ વેસ્ટ ઈન્ડિઝને બદલે અમેરિકામાં રમાશે. જેના માટે બંને ટીમ વેસ્ટ ઈન્ડિઝ છોડીને અમેરિકા પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બૉર્ડ અને વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે ક્રિકેટ ટૂરના આયોજન પહેલા જ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની બે ટી20 અમેરિકામાં રમાડવાનું નક્કી કર્યુ હતુ, આવું એટલા માટે કે અમેરિકામાં ક્રિકેટ પ્રત્યે લોકો જાગૃત થાય અને ક્રિકેટની રમત પ્રત્યે આકર્ષય. અહીં બીસીસીઆઇનો પ્રયાસ છે કે, યુએસ ક્રિકેટ એક નવી ટૂર્નામેન્ટ માટે તૈયાર થાય, અને ક્રિકેટની રમત માટે આગળ આવે.


સીરીઝની છેલ્લી બે મેચ અમેરિકાના ફ્લૉરિડામાં રમાશે. સીરીઝની ચોથી મેચ 12 ઓગસ્ટ એટલે કે આજે રમાશે, અને 13 ઓગસ્ટે સીરીઝની છેલ્લી અને પાંચમી મેચ રમાશે. બંને ટીમો સીરીઝ જીતવા માટે બેતાબ રહેશે. વેસ્ટ ઈન્ડિઝ પાસે વર્ષો બાદ ટીમ ઈન્ડિયાને દ્વિપક્ષીય સીરીઝમાં હરાવવાની તક મળશે.


શું કહે છે આજની ફ્લૉરિડાની પીચ - 
ફ્લૉરિડાનું લૉડરહિલ મેદાન બેટ્સમેનો માટે વધારે અનુકુળ રહેતું હોય છે. આ મેદાન પર બેટિંગ કરવી ખૂબ જ આસાની રહી છે. અહીં ટાર્ગેટનો પીછો કરતી ટીમ પણ 200નો સ્કૉર આસાનીથી હાંસલ કરતી જોવા મળી છે. અહીં પ્રથમ ઇનિંગનો અત્યાર સુધીનો સરેરાશ સ્કૉર 180 રનનો જોવા મળ્યો છે.


બધાની નજર તિલક વર્મા પર રહેશે - 
તિલક વર્માએ ટી20 સીરીઝમાં ટીમ ઈન્ડિયા માટે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. 20 વર્ષના યુવા બેટ્સમેને પોતાની શાનદાર બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા છે. 3 મેચમાં તિલક વર્માએ અત્યાર સુધી રમાયેલી 3 મેચમાં 139 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ 69.50 રહી છે, જે આ ફોર્મેટમાં બહુ ઓછી છે. સિરીઝની છેલ્લી 2 મેચમાં ચાહકો તિલક વર્માની શાનદાર બેટિંગ જોવા ઈચ્છશે.