Asia Cup 2023, Team India: વેસ્ટ ઈન્ડિઝ સામે 3 મેચની ODI સિરીઝ રમ્યા બાદ ભારતીય ટીમને એશિયા કપમાં તેની આગામી 50 ઓવરની મેચ રમવાની તક મળશે. આગામી ODI વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયા માટે એશિયા કપ ટુર્નામેન્ટ તૈયારીઓની દૃષ્ટિએ ઘણી મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહી છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની 3 મેચની ODI શ્રેણીની પ્રથમ 2 મેચમાં ભારતીય ટીમના પ્લેઈંગ 11માં મોટા ફેરફારો જોવા મળ્યા હતા. હવે એશિયા કપમાં ટીમના કોમ્બિનેશનને લઈને રવિન્દ્ર જાડેજાએ મોટું નિવેદન આપ્યું છે.


રવિન્દ્ર જાડેજાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી વનડે પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, આ સિરીઝ અમારા માટે એશિયા કપ અને વર્લ્ડકપ પહેલા પ્રયોગ કરવાની શાનદાર તક છે. આ શ્રેણીમાં અમે કેટલાક નવા વિકલ્પો અજમાવ્યા હશે પરંતુ એશિયા કપ માટે પ્લેઇંગ 11 પહેલાથી જ નક્કી કરવામાં આવી છે.


જાડેજાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, આ સિરીઝ એશિયા કપ અને વર્લ્ડકપ પહેલા થઈ રહી છે અને તેમાં અમને કેટલાક વિકલ્પો અજમાવવાનો મોકો મળ્યો છે. આનાથી અમારા માટે ટીમ કોમ્બિનેશનની નબળાઈ અને તાકાતનો તાગ મેળવવો સરળ બનશે. ટીમ મેનેજમેન્ટ જાણે છે કે, કયા કોમ્બિનેશન સાથે રમવું છે તેમાં કોઈ શંકા નથી. અમે એશિયા કપ માટે ટીમ કોમ્બિનેશન પહેલેથી જ નક્કી કરી લીધું છે.


એશિયા કપમાં ભારતીય ટીમ પૂરી ક્ષમતા સાથે રમતી જોવા મળશે


ભારતીય ટીમ આગામી એશિયા કપમાં પોતાની પ્રથમ મેચ 2 ઓગસ્ટે યજમાન પાકિસ્તાન સામે રમવાની છે. વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં પોતાની સંપૂર્ણ ક્ષમતા સાથે રમતી જોવા મળી શકે છે. જસપ્રીત બુમરાહની વાપસીથી ટીમની બોલિંગમાં ક્યાં વધુ મજબૂતી જોવા મળશે. જ્યારે લોકેશ રાહુલ અને શ્રેયસ ઐયરની ફિટનેસને લઈને ચોક્કસપણે અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યાં છે.


ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે ફેન્સ હવે થોડાક સમયમાં એશિયા કપની મેચોની રાહ જોઇને બેઠાં છે, આ એશિયા કપ 2023 ભારતની મેચો શ્રીલંકામાં રમાશે. ડરબનમાં ભારતીય ક્રિકેટ કંટ્રૉલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચીફ ઝકા અશરફ વચ્ચેની બેઠક બાદ આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી. પાકિસ્તાનને આ વખતે હાઇબ્રિડ મૉડલ હેઠળ એશિયાની યજમાની કરવાનો અધિકાર છે, પરંતુ તે ઘરઆંગણે માત્ર 4 મેચોનું આયોજન કરશે, જ્યારે ટૂર્નામેન્ટની બાકીની મેચો શ્રીલંકામાં રમાશે.


https://t.me/abpasmitaofficial