Indian Predicted Playing XI: આજે (2 સપ્ટેમ્બર) એશિયા કપ 2023માં જે મેચની બધા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે મેચ રમાશે. આજે ભારત અને પાકિસ્તાનની ટીમો સામસામે ટકરાશે. આ મેચમાં તમામની નજર ભારતીય ટીમના પ્લેઈંગ ઈલેવન પર રહેશે જેની કેપ્ટન્સી રોહિત શર્મા કરશે. આજે એવા કેટલાક ખેલાડીઓ કે જેમણે ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાકિસ્તાનનો સામનો કર્યો નથી, તેઓને ભારતની પ્લેઈંગ ઈલેવનમાં તક મળી શકે છે.
ભારતની પ્લેઈંગ ઈલેવન આવી હોઈ શકે છે
પાકિસ્તાન સામે રમાનારી મેચમાં ભારતના ટોપ ઓર્ડરમાં મોટો ફેરફાર થઈ શકે છે. કેએલ રાહુલની ગેરહાજરીમાં વિકેટકીપર બેટ્સમેન ઈશાનનું રમવું લગભગ નિશ્ચિત છે. આવી સ્થિતિમાં ઈશાન કિશન કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતા જોવા મળી શકે છે અને શુભમન ગિલ વિરાટ કોહલીની જગ્યાએ નંબર પર આવી શકે છે. શુભમન ગિલ અને ઈશાન કિશન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલીવાર પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરી શકે છે.
વિરાટ કોહલી મિડલ ઓર્ડરમાં ઉતરી શકે છે
વિરાટ કોહલીએ પાકિસ્તાન સામેની મેગા મેચમાં પોતાનું ફેવરિટ નંબર ત્રણનું સ્થાન છોડવું પડી શકે છે. કોહલી ચોથા નંબરથી મિડલ ઓર્ડરની શરૂઆત કરી શકે છે. આ પછી ઈજામાંથી પરત ફરી રહેલા શ્રેયસ અય્યરને નંબર પાંચની જવાબદારી સોંપવામાં આવી શકે છે. અય્યર પહેલીવાર પાકિસ્તાન સામે રમી શકે છે. ત્યારબાદ હાર્દિક પંડ્યા છઠ્ઠા નંબર પર જોવા મળી શકે છે. ત્યારે સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને સાતમા નંબર પર રાખી શકાય છે.
બોલિંગ વિભાગ આવો દેખાઈ શકે છે
ટીમમાં મુખ્ય સ્પિનર કુલદીપ યાદવને તક મળશે તે લગભગ નિશ્ચિત છે. કુલદીપ આઠમા નંબર પર રહેશે. આ પછી ટીમના મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજનો સમાવેશ લગભગ નિશ્ચિત છે. સિરાજ પહેલીવાર પાકિસ્તાન સામે પણ મેદાનમાં ઉતરી શકે છે.
પાકિસ્તાન સામે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યાં રમાશે મેચ ?
એશિયા કપ 2023 ની ત્રીજી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે શ્રીલંકાના કેન્ડીના પલ્લેકેલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
ભારત-પાક મેચ કેટલા વાગ્યે શરૂ થશે?
ભારત અને પાકિસ્તાનની મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે શરૂ થશે. આ મેચનો ટોસ બપોરે 2.30 કલાકે થશે.
મેચનું લાઈવ ટેલિકાસ્ટ અને સ્ટ્રીમિંગ ફ્રીમાં ક્યાં જોઈ શકો છો ?
ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચનું ભારતમાં ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને ડીડી સ્પોર્ટ્સ ચેનલ પર ફ્રી-ડીશ દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ મેચની ઓનલાઇન સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટસ્ટાર પર કરવામાં આવશે. જેને યૂઝર્સ મોબાઇલ પર મફતમાં જોઈ શકશે.