Asia Cup 2023, IND vs NEP: એશિયા કપમાં ભારતનો મુકાબલો નેપાળ સામે હતો. નેપાળે પ્રથમ બેટિંગ કરતાં 48.2 ઓવરમાં 230 રન બનાવી ઓલઆઉટ થયું હતું. 231 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમનો સ્કોર 17 રન હતો ત્યારે વરસાદ પડતાં મેચ અટકાવાઈ હતી. રમત ફરી શરૂ થઈ ત્યારે ભારતને ડકવર્થ લુઇસ મુજબ 23 ઓવરમાં 145 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. જેને ટીમ ઈન્ડિયાએ 20.1 ઓવરમાં વિના વિકેટે 147 રન બનાવી હાંસલ કર્યો હતો.


રોહિત-ગિલની આક્રમક બેટિંગ


145 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે 20.1 ઓવરમાં 147 રન બનાવી મેચ જીતી હતી. આ સાથે જ સુપર ફોરમાં પણ પ્રવેશી હતી. કેપ્ટન રોહિત શર્મા 59 બોલમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે  74 રન બનાવી તથા શુભમન ગિલ 62 બોલમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 67 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા.


ભારતે ટોસ જીતી બોલિંગ લીધી હતી


મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો ફેંસલો કર્યો હતો. નેપાળની ટીમ 48.2 ઓવરમાં 230 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. નેપાળ તરફથી આસિફ શેખે સર્વાધિક 58 રનનું યોગદાન આપ્યું હતું. તેણે અને કુશલ (38 રન)એ પ્રથમ વિકેટ માટે 65 રનની ભાગીદારી કરી હતી. સોમપાલ કામીએ 48 રન બનાવ્યા હતા. શમીએ તેને આઉટ કર્યો હતો. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 40 રનમાં 3 વિકેટ અને મોહમ્મદ સિરાજે 61 રનમાં 3 વિકેટ ઝડપી હતી.




નેપાળના ઓપનરોએ અપાવી મજબૂત શરૂઆત


મેચની શરૂઆતમાં ભારતના માખણીયા ફિલ્ડરોએ પ્રથમ પાંચ ઓવરમાં જ ત્રણ કેચ પડતા મૂક્યા હતા. જેનો નેપાળના ઓપનરોએ શાનદાર ફાયદો ઉઠાવી પ્રથમ વિકેટ માટે 65 રન ઉમેર્યા હતા. શાર્દુલ ઠાકુરે ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. જે બાદ નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. એક સમયે નેપાળનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 144 રન હતો. જે બાદ પૂંછડીયા બેટ્સમેન સોમપાલ કામીએ 48 રનની શાનદાર ઈનિંગ રમી હતી.


ભારતની પ્લેઇંગ ઇવેલન


રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર , ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને મોહમ્મદ શમી.


નેપાળની પ્લેઇંગ ઇલેવન


 કુશલ ભુર્તેલ, આસિફ શેખ (વિકેટકીપર), રોહિત પૌડેલ (કેપ્ટન), ભીમ શાર્કી, સોમપાલ કામી, ગુલસન ઝા, દીપેન્દ્ર સિંહ એરે, કુશલ મલ્લા, સંદીપ લામિછાને, કરણ કેસી, લલિત રાજબંશી.