Asia Cup 2023, IND Vs NEP Live: ભારતે નેપાળને 10 વિકેટથી આપી હાર, રોહિત શર્મા - શુભમન ગિલની આક્રમક બેટિંગ

એશિયા કપ 2023માં આજે ભારતીય ટીમ પોતાની બીજી વનડે મેચ રમવા માટે મેદાનમાં છે, આજે ભારતીય ટીમની ટક્કર નેપાળની ટીમ સામે થઇ રહી છે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 04 Sep 2023 11:12 PM
ગિલે પણ ફટકારી ફિફ્ટી

રોહિત શર્મા બાદ શુભમન ગિલે પણ ફિફ્ટી ફટકારી છે.  16 ઓવરના અંતે ભારતનો સ્કોર વિના વિકેટે 120 રન છે. રોહિત શર્મા 61 અને શુભમન ગિલ 54 રને રમતમાં છે. ભારતને મેચ જીતવા 42 બોલમાં 26 રનની જરૂર છે.

રોહિત શર્માની ફિફ્ટી

23 ઓવરમાં 145 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે 13 ઓવરમાં વિના વિકેટ 96 રન બનાવી લીધા છે. રોહિત શર્મા 53 રને અને ગિલ 41 રને રમતમાં છે.

ભારત 50 રનને પાર

ડકવર્થ લુઈસ પ્રમાણે ભારતને મેચ જીતવા 23 ઓવરમાં 145 રનનો ટાર્ગેટ મળ્યો છે. 8 ઓવરના અંતે ભારતે વિના વિકેટ 52 રન બનાવી લીધા છે. રોહિત શર્મા 26 અને ગિલ 24 રને રમતમાં છે.

ફરી વરસાદે અટકાવી મેચ

ભારતીય ટીમની બેટિંગમાં ફરી વરસાદનું વિધ્ન આવ્યું છે અને મેચ અટકાવવી પડી છે 2.1 ઓવરના અંતે ભારતનો સ્કોર વિના વિકેેટે 17 રન છે. રોહિત શર્મા 4 અને શુભમન ગિલ 12 રને રમતમાં છે.

ભારતની બેટિંગ શરૂ

ભારતીય ટીમની બેટિંગ શરૂ થઇ ગઇ છે, ટીમ ઇન્ડિયા નેપાળે આપેલા 231 રનોના ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતરી છે, પ્રથમ ઓવરના અંતે ટીમ ઇન્ડિયાએ વિના વિકેટે 1 રન બનાવ્યો છે. ક્રિઝ પર કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગીલ છે. ભારતીય ટીમની એશિયા કપ 2023માં આ બીજી વનડે છે, આ પહેલા પાકિસ્તાન સામેની પ્રથમ વનડે વરસાદમાં ધોવાઇ ગઇ હતી.

નેપાળ 230 રન પર ઓલઆઉટ 

નેપાળે ભારતને 231 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ શિખાઉ ટીમને ઓલઆઉટ કરવામાં ભારતને 48.2 ઓવરનો સમય લાગ્યો હતો. નેપાળની ટીમે ભારતીય બૉલરોને પરસેવો છોડાવી દીધો અને 230 રન બનાવ્યા. ભારત તરફથી રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. વળી, નેપાળ તરફથી આસિફ શેખે 58 રન અને સોમપાલ કામીએ 48 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ભારતીય બૉલરોના આ પ્રદર્શનને જોતા વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની જીતની સંભાવના પર સવાલો ઉઠી રહ્યા છે.

નેપાળને સાતમો ઝટકો  

નેપાળને 42મી ઓવરમાં 194 રનના સ્કૉર પર સાતમો ઝટકો લાગ્યો હતો. હાર્દિક પંડ્યાએ દીપેન્દ્ર સિંહ એરીને એલબીડબલ્યુ આઉટ કર્યો. તે 25 બૉલમાં 29 રન બનાવી શક્યો હતો. દીપેન્દ્ર અને સોમપાલે 7મી વિકેટ માટે 50 રનની ભાગીદારી નોંધાવી હતી. હાલમાં સંદીપ લામિછાને અને સોમપાલ ક્રિઝ પર છે. 42 ઓવર પછી નેપાળનો સ્કોર સાત વિકેટે 194 રન છે.

વરસાદ રોકાયો, મેચ શરૂ

વરસાદ બંધ થઈ ગયો છે. એમ્પાયરોએ નિરીક્ષણ કર્યા બાદ મેચ સાંજે 6.45 વાગ્યે શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. ઓવરોમાં કોઈ કટ નથી. વરસાદને કારણે રમત રોકાઈ ત્યાં સુધી નેપાળે 37.5 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 178 રન બનાવ્યા છે. દીપેન્દ્ર સિંહ એરી 27 રન અને સોમપાલ કામી 11 રન બનાવીને બેટિંગ કરી રહ્યા છે. અત્યાર સુધી બંને વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 34 રનની ભાગીદારી થઈ છે.

વરસાદને કારણે મેચ અટકી

ભારત-પાકિસ્તાન મેચની જેમ ભારત-નેપાળની મેચમાં પણ વરસાદી વિઘ્ન નડ્યુ છે, અત્યારે વરસાદના કારણે મેચ અટકાવવામાં આવી છે, નેપાળનો સ્કૉર 37.5 ઓવર બાદ છ વિકેટે 178 રન છે. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ ત્રણ વિકેટો ઝડપી છે. મોહમ્મદ સિરાજને બે અને શાર્દુલ ઠાકુરને 1 વિકેટ મળી હતી. નેપાળ તરફથી આસિફ શેખે સૌથી વધુ 58 રન બનાવ્યા છે. કુશલ ભૂર્તેલ 38 રન બનાવીને આઉટ થયો હતો. દીપેન્દ્ર 20 બોલમાં 27 રન અને સોમપાલ 20 બોલમાં 11 રન સાથે રમી રહ્યો છે.

35 ઓવરમાં સ્કૉર 158 રન

35 ઓવર બાદ નેપાળની ટીમનો સ્કૉર 6 વિકેટ પર 158 રન છે. દીપેન્દ્રસિંહ એરી 14 રન પર પહોંચી ગયો છે, વળી, સોમપાલ કામી 4 રન પર છે. નેપાળની ટીમ હવે પુરી 50 ઓવર રમવા માંગશે.

નેપાળની ટીમના 150 રન પુરા

ભારતીય ટીમના બૉલરો સામે જબરદસ્ત સંઘર્ષ કર્યા બાદ નેપાળની ટીમે આખરે 150 રનોના સ્કૉરને પાર કરી દીધો છે. નેપાળે 34 ઓવર બાદ 150 રનના આંકડાને વટાવી લીધો છે. 34 ઓવર બાદ નેપાળનો સ્કૉર 6 વિકેટ પર 151 રન છે, દીપેન્દ્ર સિંહ એરી 8 અને સોમપાલ કામી 6 રન પર રમી રહ્યાં છે. નેપાળની નજર હવે પુરી 50 ઓવર રમવા પર છે. 

નેપાળને લાગ્યો છઠ્ઠો ઝટકો

નેપાળને 32મી ઓવરમાં 144 રનના સ્કૉર પર છઠ્ઠો ઝટકો લાગ્યો હતો. સિરાજે ગુલશન ઝાને વિકેટકીપર ઈશાન કિશનના હાથે કેચ કરાવ્યો હતો. તે 35 બૉલમાં 3 ચોગ્ગાની મદદથી 23 રન બનાવી ચૂક્યો હતો.

સિરાજે આસિફ શેખને પેવેલિયન મોકલ્યો 

નેપાળની પાંચમી વિકેટ 30મી ઓવરમાં 132ના સ્કૉર પર પડી હતી. આસિફ શેખ 58 રન બનાવીને આઉટ થયો હતો. મોહમ્મદ સિરાજે તેને પેવેલિયનમાં મોકલ્યો હતો. હવે દીપેન્દ્રસિંહ એરી ક્રિઝ પર આવ્યો છે.

આસિફ શેખની દમદાર ફિફ્ટી 

આસિફ શેખે 28મી ઓવરમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. મોહમ્મદ સિરાજની આ ઓવરમાં 2 ચોગ્ગા સાથે 11 રન આવ્યા હતા. નેપાળનો સ્કૉર 28 ઓવર બાદ 4 વિકેટે 123 રન છે. આસિફ શેખ 55 અને ગુલસન ઝા 12 રને રમી રહ્યા છે.

26 ઓવર બાદ સ્કૉર 111 રન

26 ઓવર બાદ નેપાળનો સ્કૉર 4 વિકેટે 111 રન પર પહોંચ્યો છે. આસિફ શેખે પોતાની અડધી સદી પૂરી કરી લીધી છે. નેપાળના બેટ્સમેનો ભારતીય સ્પિનરો સામે સંઘર્ષ કરી રહ્યા છે. રવિન્દ્ર જાડેજાએ અત્યાર સુધીમાં ત્રણ વિકેટ ઝડપી છે.

24 ઓવર બાદ નેપાળનો સ્કૉર 108 રન

24 ઓવર પછી નેપાળનો સ્કૉર 4 વિકેટે 108 રન થઈ ગયો છે. આસિફ શેખ 47 અને ગુલસન ઝા સાત રને રમી રહ્યા છે. નેપાળનો મિડલ ઓર્ડર ભારતીય સ્પિનરો સામે પત્તાની જેમ તૂટી ગયો હતો.

નેપાળને ચોથો ઝટકો 

નેપાળની ચોથી વિકેટ 101ના સ્કૉર પર પડી. કુશલ મલ્લા માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. તે જાડેજાના હાથે કેચ આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજાની આ ત્રીજી સફળતા છે. હવે ગુલસન ઝા બેટિંગ કરવા આવ્યો છે. સામે છેડે આસિફ શેખ 45 પર પહોંચી ગયો છે.

નેપાળની ત્રીજી વિકેટ પડી

નેપાળની ત્રીજી વિકેટ 20મી ઓવરના છેલ્લા બૉલ પર પડી હતી. રવિન્દ્ર જાડેજાએ નેપાળના કેપ્ટન રોહિત પૌડેલને સ્લિપમાં કેચ આઉટ કરાવ્યો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ અદભૂત કેચ પકડ્યો હતો. 20 ઓવર પછી નેપાળનો સ્કૉર 3 વિકેટે 93 રન છે.

જાડેજાને મળી વિકેટ

રવિન્દ્ર જાડેજાને 16મી ઓવરના છેલ્લા બૉલ પર વિકેટ મળી હતી. જાડેજાએ ભીમ શારકીને બૉલ્ડ કર્યો હતો. તેને 17 બૉલમાં 7 રન બનાવ્યા હતા. 16 ઓવર પછી નેપાળનો સ્કૉર 2 વિકેટે 77 રન છે. આસિફ શેખ 54 બૉલમાં 28 રન બનાવીને રમી રહ્યો છે.

14 ઓવર પછી નેપાળ

નેપાળની ટીમે 14 ઓવરની રમત પુરી કરી લીધી છે. નેપાળે 14 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવીને 69 રનનો સ્કૉર કરી દીધો છે. અત્યારે ક્રિઝ પર આસિફ શેખ 25 રન અને ભીમ શારકી 2 રન બનાવીને રમી રહ્યાં છે.

શાર્દૂલે અપાવી ભારતને પ્રથમ સફળતા 

નેપાળની પ્રથમ વિકેટ 10મી ઓવરમાં પડી હતી. તોફાની બેટિંગ કરી રહેલો કુશલ ભૂર્તેલ 25 બૉલમાં 38 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. શાર્દુલે ભૂર્ટેલને સ્ટમ્પની પાછળ કેચ આઉટ કરાવ્યો હતો. 10 ઓવર પછી નેપાળનો સ્કૉર એક વિકેટે 65 રન છે.

5 ઓવરના અંતે નેપાળ

5 ઓવરના અંતે નેપાળની ટીમે વિના વિકેટે 23 રન બનાવી લીધા છે, પાકિસ્તાન સામે હાર્યા બાદ આજે નેપાળની ટીમ સારી રીતે રમત રમી રહી છે. ઓપનિંગ જોડી ક્રિઝ પર છે. કુશલ ભૂર્તેલે 11 બૉલમાં 12 રન બનાવ્યા છે, તો વળી, આસિફ શેખ 19 બૉલમાં 7 રન બનાવીને રમી રહ્યો છે. 

નેપાળની બેટિંગ શરૂ

નેપાળની બેટિંગ શરૂ થઇ ગઇ છે, ભારતીય ટીમ તરફથી પહેલી ઓવર ફાસ્ટ બૉલર મોહમ્મદ કરી રહ્યો છે. નેપાળની ઓપનિંગ જોડી કુશલ ભૂર્તેલ 3 રન અને આસિફ શેખ 1 રન ક્રિઝ પર છે. પ્રથમ ઓવરના અંતે નેપાળનો સ્કૉર વિના વિકેટે ચાર પર પહોંચ્યો છે.

ભારતની પ્લેઇંગ 11

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી.

ભારતે જીત્યો ટૉસ  

ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતી લીધી છે. ભારતે પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતની પ્લેઈંગ 11માં એક ફેરફાર કરવામાં આવ્યો છે. જસપ્રીત બુમરાહની જગ્યાએ મોહમ્મદ શમી રમશે.

આજે પણ વરસાદ બની શકે છે વિલન

ટીમ ઈન્ડિયા એશિયા કપ 2023 ની બીજી મેચ 4 સપ્ટેમ્બર, સોમવારે નેપાળ સામે રમશે. ભારતે કેન્ડીના પલ્લેકલ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે પ્રથમ મેચ રમી હતી, જે વરસાદને કારણે રદ થઈ હતી. હવે ટીમ ઈન્ડિયા આ જ મેદાન પર નેપાળ સામે બીજી મેચ પણ રમશે. ભારત અને નેપાળ વચ્ચેની મેચ પણ વરસાદની ઝપેટમાં હોય તેવું લાગી રહ્યું છે. કેન્ડીમાં 4 સપ્ટેમ્બરે હવામાન સારું રહેવાના કોઈ સંકેત દેખાતા નથી. Weather.com ના અહેવાલ મુજબ, સવારે વરસાદની 80 ટકા શક્યતા છે. જો કે, જેમ જેમ દિવસ આગળ વધે છે તેમ તેમ વરસાદ ઓછો પડવાની શક્યતાઓ છે. પરંતુ સાંજે ફરી એકવાર વધુ વરસાદની પણ સંભાવના છે. આવી સ્થિતિમાં ભારત અને નેપાળ વચ્ચે રમાનારી મેચમાં વરસાદ દખલ કરી શકે છે. તે જ સમયે, દિવસ દરમિયાન તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે. આ ઉપરાંત પવન પણ 15 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે અને ભેજનું પ્રમાણ 80 ટકા સુધી રહી શકે છે.

જસપ્રીત બુમરાહ બન્યો પિતા

ભારતીય સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ પિતા બની ગયો છે. બુમરાહ આ દિવસોમાં રમાઈ રહેલા એશિયા કપમાં ભારતીય ટીમનો ભાગ છે, પરંતુ તે 4 સપ્ટેમ્બરે નેપાળ સામે રમાનાર મેચ પહેલા મુંબઈ પરત ફર્યો હતો. હવે બુમરાહે તેના સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી છે કે તે પિતા બની ગયો છે અને તેના ઘરે એક બાળકનો જન્મ થયો છે.






બુમરાહે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેમાં માત્ર તેના નાના પુત્રનો હાથ જ દેખાઈ રહ્યો છે. આ તસવીરને કેપ્શન આપતા તેણે પોતાના દિલની વાત લખી છે. બુમરાહે લખ્યું, “અમારું નાનું કુટુંબ મોટું થઈ ગયું છે અને અમારું હૃદય આપણે ક્યારેય કલ્પના કરી શકીએ તેટલું ભરેલું છે! આજે સવારે અમે અમારા નાના બાળક અંગદ જસપ્રીત બુમરાહનું દુનિયામાં સ્વાગત કર્યું. "અમે ચંદ્ર પર છીએ અને અમારા જીવનમાં આ નવો અધ્યાય લાવે છે તે બધું માટે રાહ જોઈ શકતા નથી."

કેન્ડીનું હવામાન કેવું રહેશે?

કેન્ડીમાં 4 સપ્ટેમ્બરે હવામાન સારું રહેવાના કોઈ સંકેત દેખાતા નથી. Weather.com ના અહેવાલ મુજબ, સવારે વરસાદની 80 ટકા શક્યતા છે. જો કે, જેમ જેમ દિવસ આગળ વધે છે તેમ તેમ વરસાદ ઓછો પડવાની શક્યતાઓ છે. પરંતુ સાંજે ફરી એકવાર વધુ વરસાદની પણ સંભાવના છે. આવી સ્થિતિમાં ભારત અને નેપાળ વચ્ચે રમાનારી મેચમાં વરસાદ દખલ કરી શકે છે. તે જ સમયે, દિવસ દરમિયાન તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે. આ ઉપરાંત પવન પણ 15 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે અને ભેજનું પ્રમાણ 80 ટકા સુધી રહી શકે છે.

એશિયા કપ માટે ભારતની ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શ્રેયસ ઐયર, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, વિરાટ કોહલી, અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ઈશાન કિશન (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી. , મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, શાર્દુલ ઠાકુર.

એશિયા કપ માટે નેપાળની ટીમ

રોહિત પૌડેલ (કેપ્ટન), આરીફ શેખ, ભીમ શાર્કી, કુશલ બાર્ટેલ, સંદીપ જોરા, દીપેન્દ્ર સિંહ એરે, કરણ કેસી, કુશલ મલ્લા, આસિફ શેખ (વિકેટકીપર), અર્જુન સઈદ (વિકેટકીપર), ગુલશન ઝા, કિશોર મહતો, લલિત રાજબંશી, મૌસમ ધકાલ, પ્રતિશ જી.સી., સંદીપ લામીછાને, સોમપાલ કામી.     

ભારતની પ્રથમ મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હતી

ભારતીય ટીમે એશિયા કપમાં પોતાની પ્રથમ મેચ શનિવારે (2 સપ્ટેમ્બર) પાકિસ્તાન સામે રમી હતી, જેમાં માત્ર એક જ ઇનિંગ રમી શકી હતી અને ત્યારબાદ વરસાદને કારણે મેચ રદ્દ કરવી પડી હતી. આવી સ્થિતિમાં જો ભારતની બીજી મેચ રદ્દ થશે તો પણ ટીમ ઈન્ડિયા સુપર-4 માટે ક્વોલિફાય થઈ જશે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર , ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને મોહમ્મદ શમી.

નેપાળની સંભવિત પ્લેઈંગ ઈલેવન

કુશલ ભુર્ટેલ, આસિફ શેખ (વિકેટકીપર), રોહિત પૌડેલ (કેપ્ટન), આરિફ શેખ, સોમપાલ કામી, ગુલસન ઝા, દીપેન્દ્ર સિંહ એરી, કુશલ મલ્લા, સંદીપ લામિછાને, કરણ છેત્રી અને લલિત રાજબંશી.

ભારત માટે હવે શું સમીકરણો છે

ભારતની નેપાળ સામેની મેચ કરો યા મરો જેવી બની ગઈ છે. જો ટીમ નેપાળ સામે જીતશે તો તે સુપર-4માં જશે. જો તે હારી જશે તો નેપાળ આગામી રાઉન્ડમાં પહોંચી જશે. જો નેપાળ સામેની મેચ પણ વરસાદને કારણે રદ્દ થાય તો ભારતને એક પોઈન્ટ મળશે અને તેનાથી તેના કુલ પોઈન્ટની સંખ્યા બે થઈ જશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા આગામી રાઉન્ડમાં પહોંચશે. નેપાળને આગામી રાઉન્ડમાં પહોંચવા માટે કોઈપણ ભોગે જીતવું પડશે. જો મેચ રદ થાય તો પણ તેને માત્ર એક પોઈન્ટ મળશે અને બે મેચમાં કુલ એક પોઈન્ટ સાથે તે બહાર થઈ જશે

કેએલ રાહુલ નહી રમે

જોકે BCCIની મેડિકલ ટીમે કેએલ રાહુલને ફિટ જાહેર કર્યો છે. રાહુલે ફિટનેસ ટેસ્ટ પણ પાસ કર્યો છે. તેમ છતાં તે નેપાળ સામે રમશે નહીં. વાસ્તવમાં રાહુલ બે મેચ બાદ જ ઉપલબ્ધ થશે. નેપાળ યુવા અને સારી ટીમ છે. આ ટીમમાં ઘણા એવા ખેલાડીઓ છે જે મેચ વિનર છે. ભારતીય ટીમ આ મેચ સરળતાથી જીતીને સુપર-4માં પહોંચી જશે.

પલ્લેકલે સ્ટેડિયમ પિચ રિપોર્ટ

ભારત અને નેપાળ વચ્ચેની મેચ એ જ મેદાન પર રમાશે જ્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. જો કે ભારત-પાકિસ્તાનની મેચ વરસાદના કારણે રદ્દ કરવામાં આવી હતી. અહીં ઝડપી બોલરોને શરૂઆતમાં મદદ મળશે. જો કે, બોલ જૂનો થયા પછી પિચ બેટ્સમેન માટે યોગ્ય બની જાય છે.




 


આજે નેપાળ સામે ભારત માટે 'કરો યા મરો' મેચ

2023 એશિયા કપમાં આજે એટલે કે સોમવારે ભારત અને નેપાળ વચ્ચે મેચ રમાશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો આંચકો લાગ્યો છે. વાસ્તવમાં સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અંગત કારણોસર મુંબઈ પરત ફર્યો છે. આવી સ્થિતિમાં તે નેપાળ સામે રમશે નહીં. એશિયા કપમાં શનિવારે ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને હતી. જસપ્રીત બુમરાહ પાકિસ્તાન સામે બેટિંગ કરવા આવ્યો હતો. જો કે જસપ્રીત બુમરાહને વરસાદને કારણે બોલિંગ કરવાની તક મળી ન હતી. ભારતીય ટીમ સોમવારે નેપાળ સામે રમશે. સુપર-4માં પહોંચવા માટે ટીમ ઈન્ડિયાને નેપાળ સામે કોઈપણ ભોગે જીત મેળવવી પડશે.

બ્રેકગ્રાઉન્ડ

Asia Cup 2023, IND Vs NEP Live Updates: એશિયા કપ 2023માં આજે ભારતીય ટીમ પોતાની બીજી વનડે મેચ રમવા માટે મેદાનમાં છે, આજે ભારતીય ટીમની ટક્કર નેપાળની ટીમ સામે થઇ રહી છે, આ મેચમાં ભારતીય ટીમ જીત સાથે સુપર 4માં પહોંચવા પ્રયાસ કરશે. ઉલ્લેખનીય છે કે, અગાઉની પ્રથમ મેચમાં ભારતીય ટીમને વરસાદી વિઘ્ન નડ્યુ હતુ, જેના કારણે ભારત અને પાકિસ્તાન બન્નેને પૉઇન્ટ વહેંચવામાં આવ્યા હતા.  


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.