Asia Cup 2023, Pakistan Team: એશિયા ક્રિકેટ માટે રમાતી ક્રિકેટ ટૂર્નામેન્ટ એશિયા કપ 2023ને લઇને મોટા સમાચાર મળ્યા છે. એશિયા કપ 2023ને લઈને પાકિસ્તાનની ટીમને વધુ એક મોટી મુશ્કેલી નડી છે. હવે શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની ટીમને પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. પાકિસ્તાને એશિયા કપ 2023 માટે હાઇબ્રિડ મૉડલ ઓફર કર્યું હતું અને બોર્ડ તરફથી એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશો પાકિસ્તાનના આ હાઇબ્રિડ મૉડલને સપોર્ટ કરશે, પરંતુ આમ થયું નથી.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમ સેઠી દ્વારા આપવામાં આવેલા હાઇબ્રિડ મૉડલ અંતર્ગત પાકિસ્તાનને એશિયા કપ 2023ની કેટલીક મેચોની યજમાની કરવાની હતી અને ભારતની મેચો તટસ્થ સ્થળે યોજાવાની હતી, કારણ કે ભારતીય ટીમે પહેલાથી જ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઇનકાર કરી દીધો હતો. હવે આ મામલે શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોએ પણ તટસ્થ સ્થળે ટૂર્નામેન્ટ યોજવા માટે બીસીસીઆઈને સમર્થન આપ્યું છે.
પાકિસ્તાન બરાબરનું ફસાયુ -
સુત્રોએ ન્યૂઝ એજન્સી 'પીટીઆઈ' સાથે વાત કરતા કહ્યું કે, આ મહિનાના અંતમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલ એક્ઝિક્યૂટિવ બૉર્ડના સભ્યોની ઔપચારિક બેઠક થઈ શકે છે. જોકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ બેઠકમાં કોઈપણ બૉર્ડ પાસેથી તેમના હાઇબ્રિડ મૉડલને સપોર્ટ કરે એવી અપેક્ષા નથી બચી.
સુત્રે વધુમાં કહ્યું કે હવે પાકિસ્તાન પાસે માત્ર બે જ ઓપ્શન છે, કાં તો ટીમ એશિયા કપ તટસ્થ સ્થળે રમવા માટે તૈયાર રહે અથવા ટીમ ટૂર્નામેન્ટમાંથી ખસી જાય. જોકે પાકિસ્તાનથી બહાર થયુ છે કે નહીં તે અગે હજુ ઓફિશિયલી કોઇ ડિટેલ્સ નથી. હવે જોવાનું એ રહેશે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ શું નિર્ણય લે છે.
ટુર્નામેંટમાં ભાગ લેશે છ ટીમો
27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી રમાનાર એશિયા કપમાં છ ટીમો ભાગ લઈ રહી છે. શ્રીલંકા, ગત ચેમ્પિયન ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન પહેલાથી જ ક્વોલીફાઈ કરી ચુકી છે. જ્યારે છઠ્ઠી ટીમનો નિર્ણય ક્વોલીફાઈંગ ટુર્નામેન્ટના આધારે થશે. છ ટીમોનો ક્વોલીફાઈંગ રાઉન્ડ 20 ઓગસ્ટથી શરૂ થશે. જેમાં હોંગકોંગ, કુવૈત, સિંગાપુર અને યુએઈ છે.
આ દેશમાં યોજાઈ શકે છે એશિયા કપ
2018 થી એશિયા કપ એક યા બીજા કારણોસર મુલતવી રાખવો પડ્યો છે. છેલ્લા 3 વર્ષથી એશિયા કપ કોરોનાના કારણે યોજાઈ શક્યો ન હતો. આવી સ્થિતિમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલ આ વખતે કોઈપણ સંજોગોમાં આ ટૂર્નામેન્ટનું આયોજન કરવા માંગે છે. શ્રીલંકાની સ્થિતિને જોતા આ ટૂર્નામેન્ટ આ વર્ષે UAEમાં રમાઈ શકે છે. ક્રિકબઝના સમાચાર અનુસાર, UAEમાં ACC અને અમીરાત ક્રિકેટ બોર્ડ વચ્ચે પણ વાતચીત થઈ છે. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને અફઘાનિસ્તાન જેવી મોટી ટીમો 27 ઓગસ્ટથી શ્રીલંકા દ્વારા આયોજિત થનારા એશિયા કપમાં ભાગ લેશે. શનિવારે ACC સભ્યએ ક્રિકબઝને કહ્યું, "આવા સંજોગોમાં એવું લાગે છે કે એશિયા કપનું આયોજન કરવું યોગ્ય નથી." SLC (શ્રીલંકા ક્રિકેટ ટીમ)ના એક અધિકારીએ પણ સ્વીકાર્યું છે કે પરિવર્તનની પ્રબળ સંભાવના છે.