Asia Cup 2023 Point Table: એશિયા કપ 2023ની બીજી મેચમાં ભારતે નેપાળને 10 વિકેટે હરાવ્યું. શ્રીલંકાના પલ્લેકેલે સ્ટેડિયમમાં વરસાદ વિક્ષેપિત મેચ રમાઈ હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. નેપાળે પ્રથમ બેટિંગ કરતા 48.2 ઓવરમાં 230 રન બનાવ્યા હતા. આ પછી વરસાદના કારણે લાંબા સમય સુધી રમત બંધ રહી હતી.


ટીમ ઈન્ડિયાને ડકવર્થ લુઈસ પદ્ધતિ હેઠળ 23 ઓવરમાં 145 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જવાબમાં ભારતે 20.1 ઓવરમાં 10 વિકેટે જીત મેળવી હતી. કેપ્ટન રોહિત શર્મા 74 રન અને શુભમન ગિલ 67 રન બનાવીને અણનમ રહ્યા હતા. આ જીત સાથે ટીમ ઈન્ડિયા સુપર ફોરમાં પહોંચી ગઈ છે.  મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો ફેંસલો કર્યો હતો. નેપાળની ટીમ 48.2 ઓવરમાં 230 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. નેપાળ તરફથી આસિફ શેખે સર્વાધિક 58 રનનું યોગદાન આપ્યું હતું. તેણે અને કુશલ (38 રન)એ પ્રથમ વિકેટ માટે 65 રનની ભાગીદારી કરી હતી. સોમપાલ કામીએ 48 રન બનાવ્યા હતા. શમીએ તેને આઉટ કર્યો હતો. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 40 રનમાં 3 વિકેટ અને મોહમ્મદ સિરાજે 61 રનમાં 3 વિકેટ ઝડપી હતી. મેચની શરૂઆતમાં ભારતના માખણીયા ફિલ્ડરોએ પ્રથમ પાંચ ઓવરમાં જ ત્રણ કેચ પડતા મૂક્યા હતા, જેનો ફાયદો ઓપનરોએ ઉઠાવ્યો હતો.


પોઈન્ટ ટેબલની શું છે સ્થિતિ


ગ્રુપ Aમાંથી, પાકિસ્તાન પ્રથમ સ્થાને રહ્યું અને ભારત બીજા સ્થાને રહીને સુપર ફોર માટે ક્વોલિફાય થયું. ગ્રુપ-બીમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન માટે સુપર ફોરમાં પહોંચવાનો માર્ગ હજુ ખુલ્લો છે. સુપર ફોર રાઉન્ડ 6 સપ્ટેમ્બરથી શરૂ થશે. ભારત અને પાકિસ્તાન ફરી એકવાર 10 સપ્ટેમ્બરે ટકરાશે. આ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે.






સૌથી વધુ રન બનાવનારા ટોપ 5 બેટ્સમેન



  • નિઝમુલ શાન્ટો, 193 રન

  • બાબર આઝમ, 151 રન

  • મહેંદી હસન, 117 રન

  • ઈફ્તિખાર અહમદ, 109 રન

  • હાર્દિક પંડ્યા, 87 રન


ટોપ 5 બોલર



  • શાહિન આફ્રિદી, 6 વિકેટ

  • હેરિસ રાઉફ, 5 વિકેટ

  • તસ્કીન અહમદ, 5 વિકેટ

  • મથીશા પથીરાના, 4 વિકેટ

  • નસીમ શાહ, 4 વિકેટ