Asia Cup 2023: શ્રીલંકા અને પાકિસ્તાનમાં રમાનાર એશિયા કપનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થશે. ફાઈનલ મેચ 17 સપ્ટેમ્બરે રમાશે. ગ્રુપ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે મુકાબલો જોવા મળશે.


 






એશિયા કપની શરૂઆત પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાનારી મેચથી થશે. આ મેચ 30 ઓગસ્ટે પાકિસ્તાનમાં રમાશે. ટુર્નામેન્ટમાં ભારતનું અભિયાન 2 સપ્ટેમ્બરથી શરૂ થશે. ભારત પોતાની પ્રથમ મેચમાં જ પાકિસ્તાન સામે ટકરાશે. જો કે બંને દેશો વચ્ચેની આ મેચ શ્રીલંકામાં રમાશે.


એશિયા કપ 2023 સંપૂર્ણ શેડ્યૂલ


30 ઓગસ્ટ - પાકિસ્તાન વિરુદ્ધ નેપાળ - મુલતાન
31 ઓગસ્ટ - બાંગ્લાદેશ વિરુદ્ધ શ્રીલંકા - કેન્ડી
2 સપ્ટેમ્બર - ભારત વિરુદ્ધ પાકિસ્તાન - કેન્ડી
3 સપ્ટેમ્બર - બાંગ્લાદેશ વિરુદ્ધ અફઘાનિસ્તાન - લાહોર
4 સપ્ટેમ્બર - ભારત વિરુદ્ધ નેપાળ - કેન્ડી
5 સપ્ટેમ્બર - શ્રીલંકા વિરુદ્ધ અફઘાનિસ્તાન - લાહોર


સુપર-4 (તમામ ટીમો ત્રણ મેચ રમશે)


6 સપ્ટેમ્બર - A1 વિ B2 - લાહોર
9 સપ્ટેમ્બર - B1 વિ B2 - કેન્ડી
10 સપ્ટેમ્બર - A1 વિ A2 - કેન્ડી
12 સપ્ટેમ્બર - A2 વિ B1 - દાંબુલા
14 સપ્ટેમ્બર - A1 વિ B1 - દાંબુલા
15 સપ્ટેમ્બર - A2 વિ B2 - દાંબુલા


અંતિમ


17 સપ્ટેમ્બર - ફાઇનલ - કોલંબો


યજમાનીને લઈને થયો હતો વિવાદ


એશિયા કપની યજમાનીને લઈને ઘણો વિવાદ થયો હતો. આ વર્ષે એશિયા કપની યજમાનીનો અધિકાર પાકિસ્તાન પાસે હતો. પરંતુ ભારતે સુરક્ષા કારણોસર પાકિસ્તાન જવાની ના પાડી દીધી હતી. આ પછી એશિયા કપ પર ખતરાના વાદળો મંડરાઈ રહ્યા હતા. જોકે બાદમાં વચ્ચેનો રસ્તો મળી આવ્યો હતો. એશિયા કપ હવે હાઈબ્રિડ મોડલ પ્રમાણે રમાઈ રહ્યો છે. જોકે અગાઉ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ મોડલને સ્વીકારવાનો ઈન્કાર કરી રહ્યું હતું. પરંતુ યજમાની ગુમાવ્યા પછી, પાકિસ્તાન હાઇબ્રિડ મોડલ સ્વીકારવા માટે સંમત થયું. આ મોડલ હેઠળ ચાર મેચ પાકિસ્તાનમાં યોજાશે, જ્યારે બાકીની મેચો શ્રીલંકામાં યોજાશે. પાકિસ્તાનમાં ગ્રુપ સ્ટેજની ત્રણ મેચ અને સુપર 4 સ્ટેજની એક મેચ રમવાની છે.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial