Asia Cup Points Table: અફઘાનિસ્તાનને હરાવીને શ્રીલંકાની ટીમ સુપર-4 રાઉન્ડમાં પહોંચી ગઈ છે. આ રીતે સુપર-4 રાઉન્ડની ચાર ટીમો નક્કી કરવામાં આવી છે. ભારત અને પાકિસ્તાનની ટીમો ગ્રુપ-એમાંથી સુપર-4 રાઉન્ડમાં પહોંચી ગઈ છે. જ્યારે શ્રીલંકા અને બાંગ્લાદેશ ગ્રુપ-બીમાંથી સુપર-4 રાઉન્ડમાં પહોંચ્યા છે. સાથે જ એશિયા કપ 2023માં નેપાળ અને અફઘાનિસ્તાનની સફરનો અંત આવી ગયો છે. એશિયા કપમાં 6 સપ્ટેમ્બરથી સુપર-4 રાઉન્ડ રમાશે. જ્યારે આ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 17 સપ્ટેમ્બરે યોજાવાની છે.
આ ટીમોએ સુપર-4 રાઉન્ડમાં મેળવ્યું સ્થાન
ભારત અને પાકિસ્તાનની ટીમો ગ્રુપ-એમાંથી સુપર-4 રાઉન્ડમાં પહોંચી ગઈ છે. ભારત અને પાકિસ્તાનના 3-3 પોઈન્ટ છે. આ સાથે જ નેપાળની ટીમ આ ગ્રુપમાંથી બહાર થઈ ગઈ છે. જ્યારે શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમો ગ્રુપ-બીમાંથી સુપર-4 રાઉન્ડમાં પહોંચી હતી. અફઘાનિસ્તાન આ ગ્રુપમાંથી સુપર-4 રાઉન્ડમાં પહોંચવામાં નિષ્ફળ રહ્યું હતું. શ્રીલંકાની ટીમ 4 પોઈન્ટ સાથે સુપર-4 રાઉન્ડમાં પહોંચી ગઈ છે. આ ટીમે બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનને હરાવ્યા હતા. બાંગ્લાદેશની ટીમ 2 પોઈન્ટ સાથે સુપર-4 રાઉન્ડમાં પહોંચી ગઈ છે. શાકિબ અલ હસનની ટીમને શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને હરાવ્યું હતું.
પાકિસ્તાનની ટીમે નેપાળને હરાવ્યું હતું. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં વરસાદ થયો હતો. આ રીતે બાબર આઝમની ટીમે 3 પોઈન્ટ સાથે સુપર-4 રાઉન્ડમાં સ્થાન મેળવ્યું છે. પાકિસ્તાન સામેની મેચ રદ્દ થયા બાદ ભારતીય ટીમને 1 પોઈન્ટ મળ્યો છે. જ્યારે ટીમ ઈન્ડિયાએ નેપાળને 10 વિકેટે હરાવ્યું હતું. આ રીતે ભારતીય ટીમ 3 પોઈન્ટ સાથે સુપર-4 રાઉન્ડમાં પહોંચી ગઈ છે. અફઘાનિસ્તાન સિવાય નેપાળ જ એવી ટીમ હતી જે એશિયા કપમાં એક પણ મેચ જીતી શકી ન હતી.