Asia Cup 2025 IND vs PAK: એશિયા કપ 2025 ની સૌથી મોટી મેચ હવે થોડા કલાકો દૂર છે. ભારત અને પાકિસ્તાન 14 સપ્ટેમ્બર (રવિવાર) ની સાંજે દુબઈમાં એકબીજા સામે ટકરાશે. આ મેચ રાત્રે 8 વાગ્યાથી રમાશે અને ખાસ વાત એ છે કે છેલ્લા દાયકામાં પહેલીવાર, વિરાટ કોહલી, રોહિત શર્મા, બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન જેવા દિગ્ગજો ભારત-પાકિસ્તાન મુકાબલામાં મેદાન પર નહીં હોય. છતાં, બંને ટીમોના યુવા ખેલાડીઓ અને સ્ટાર ઓલરાઉન્ડર આ હાઇ-વોલ્ટેજ મુકાબલાને યાદગાર બનાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
ક્યાં અને કેવી રીતે લાઇવ જોવી મેચ?
આ મેચનું લાઇવ પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. તે જ સમયે, દર્શકો મોબાઇલ અને લેપટોપ પર મેચ જોવા માટે સોની LIV એપનો ઉપયોગ કરી શકે છે. એટલે કે, ચાહકો ઘરે હોય કે ફરતા હોય, તેઓ ક્યાંય પણ ભારત-પાકિસ્તાનનો રોમાંચ ચૂકશે નહીં.
એશિયા કપમાં ભારત-પાકિસ્તાનનો રેકોર્ડ
અત્યાર સુધી, એશિયા કપમાં બંને ટીમો 19 વખત ટકરાઈ ચૂકી છે. આમાંથી ભારતે 10 મેચ જીતી છે જ્યારે પાકિસ્તાને 6 વખત જીત મેળવી છે. તે જ સમયે, ત્રણ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. પાકિસ્તાને છેલ્લે 2022 માં દુબઈમાં ભારતને હરાવ્યું હતું, જ્યારે મોહમ્મદ રિઝવાન અને મોહમ્મદ નવાઝની વિસ્ફોટક બેટિંગે મેચનું પાસુ પલટી નાખ્યું હતું.
ભારતની સંભવીત પ્લેઇંગ ઇલેવન
અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ.
ભારતની ટીમ - સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ, અભિષેક શર્મા, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, જિતેશ શર્મા (વિકેટકીપર), જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, હર્ષિત રાણા,રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટકીપર).
પાકિસ્તાનની સંભવિત પ્લેઈંગ ઈલેવન
સાહિબજાદા ફરહાન, સામ અયુબ, ફખર જમાન, મોહમ્મદ હરિસ (વિકેટકીપર), સલમાન આગા (કેપ્ટન), હસન નવાઝ, શાહીન શાહ આફ્રિદી, હરિસ રઉફ, અબરાર અહેમદ, સુફિયાન મુકીમ.
પાકિસ્તાનની ટીમ- સલમાન આગા (કેપ્ટન), અબરાર અહેમદ, ફહીમ અશરફ, ફખર જમાન, હરિસ રઉફ, હસન અલી, હસન નવાઝ, હુસૈન તલત, ખુશદિલ શાહ, મોહમ્મદ હરિસ (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ, સાહિબજાદા ફરહાન, સૈમ અયુબ, સલમાન મિર્ઝા, શાહીન શાહ આફ્રિદી, સુનિયમ શાહ.