Asia Cup Points Table: ભારતીય ટીમે બુધવારે એશિયા કપ સુપર 4માં બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું. આ જીતથી પોઈન્ટ ટેબલમાં નાઉથલપાથલ જોવા મળી હતી. શ્રીલંકા ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું, જ્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશની હાલત ખરાબ થઈ ગઇ હતી. ટોસ જીત્યા પછી બાંગ્લાદેશના કેપ્ટને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અભિષેક શર્માની ધમાકેદાર અડધી સદીની મદદથી ભારતે 6 વિકેટે 168 રન બનાવ્યા. લક્ષ્યનો પીછો કરતા બાંગ્લાદેશ કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તીની ઘાતક બોલિંગ સામે 127 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.

Continues below advertisement

ભારતે એશિયા કપ સુપર 4માં પોતાની જીતનો ક્રમ ચાલુ રાખ્યો હતો.  બાંગ્લાદેશને 41 રનના મોટા માર્જિનથી હરાવ્યું હતું. અભિષેક શર્માની 37 બોલમાં 75 રનની વિસ્ફોટક ઇનિંગ અને ત્યારબાદ હાર્દિક પંડ્યાએ 38 રન ફટકાર્યા હતા. લક્ષ્યનો પીછો કરતા બાંગ્લાદેશની ટીમ કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી સામે ટકી શક્યા નહોતા.

પોઈન્ટ ટેબલમાં શું બદલાવ આવ્યો?

Continues below advertisement

એશિયા કપ સુપર ફોરમાં બાંગ્લાદેશ પર ભારતની જીતથી પોઈન્ટ ટેબલમાં ટીમનું સ્થાન ભલે બદલાયું ન હોય, પરંતુ ઘણું બધું બદલાઈ ગયું છે. પોતાની બીજી મેચમાં જીત સાથે ભારતીય ટીમે ફાઇનલમાં સ્થાન મેળવ્યું. બે જીતમાંથી ચાર પોઈન્ટ સાથે ભારત પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. પાકિસ્તાન બીજા સ્થાને છે, જ્યારે બાંગ્લાદેશ ત્રીજા સ્થાને છે. શ્રીલંકા ચોથા સ્થાને છે અને હવે ફાઇનલની દોડમાંથી બહાર થઈ ગયું છે. ગુરુવારે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેનો મુકાબલો સેમિફાઇનલ જેવો રહેશે. વિજેતા ટીમ ફાઇનલમાં સ્થાન મેળવશે. એશિયા કપમાં હારનારી ટીમની સફર સમાપ્ત થશે.

ભારતના વિજયથી પાકિસ્તાન માટે સ્થિતિ અત્યંત અનુકૂળ બની ગઈ છે. પાકિસ્તાનનો નેટ રન રેટ હાલમાં +0.226 છે, જ્યારે બાંગ્લાદેશની 41 રનની હારને કારણે તેમનો નેટ રન રેટ ઘટીને -0.969 થઈ ગયો છે. હવે, પાકિસ્તાનને ફાઇનલમાં ક્વોલિફાય થવા માટે બાંગ્લાદેશ સામેની પોતાની આગામી મેચમાં માત્ર જીત મેળવવાની જરૂર છે, પછી ભલે તે નાની માર્જિનથી હોય. નેટ રન રેટ હવે તેમના માટે ચિંતાનો વિષય નથી. પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે. આ મેચનો વિજેતા 28 સપ્ટેમ્બરના રોજ ફાઇનલમાં ભારત સામે ટકરાશે. ભારતની આ જીતથી પાકિસ્તાનના સમર્થકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.