એશિયાઈ ક્રિકેટ પરિષદ(ACC)ના કાર્યકારી બોર્ડે રવિવારે એશિયા કપ 2021ને આધિકારીક રીતે 2023 સુધી સ્થગિત કરી દિધો છે. આગામી તારીખોની પુષ્ટી સમિતિ દ્વારા બાદમાં કરવામાં આવશે. કોરોના વાયરસ મહામારીના કારણે એશિયા કપ જે પહેલા 2020માં આયોજિત કરવાનો હતો તેને 2021 સુધી સ્થગિત કરી દેવામાં આવ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારા દેશો પાસે એક પેક કેલેન્ડર વર્ષ હોવાના કારણે, ટુર્નામેન્ટ માટે યોગ્ય વિંડો શોધવામાં બોર્ડ નિષ્ફળ ગયું છે.
નિવેદન મુજબ "એસીસીના કાર્યકારી બોર્ડે Covid-19 મહામારીથી ઉત્પન્ન જોખમો અને પ્રતિબંધોનો સામનો કરતા, એશિયા કપ 2020ને 2021 સુધી સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો.
ભારતીય ટીમે માર્ચમાં ઈંગ્લેન્ડને હરાવી ફાઈનલમાં જગ્યા બનાવી હતી અને ત્યારબાદથી જ ટૂર્નામેન્ટ સ્થગિત રાખવાનું લગભગ નક્કી હતું. હવે રવિવારે 23 મેના એશિયાઈ ક્રિકેટ કાઉન્સિલના એક્ઝિક્યૂટિવ બોર્ડે તેના પર આધિકારિક મોહર લગાવી દિધી.