Asian Para Games 2023: એશિયન પેરા ગેમ્સમાં ભારતીય એથ્લિટો શાનદાર દેખાવ કરી રહ્યા છે.  નીરજ યાદવે 38.56 મીટર થ્રો રીને ગોલ્ડ જીત્યોહતો. જ્યારે યોગેશ કથુનિયાએ સિલ્વર મેડલ અને મથુરાજાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આમ ત્રણેય મેડલ ભારતના ફાળે આવ્યા હતા.


શરથ મકનહલ્લીએ પુરુષોની 5000m T13 સ્પર્ધામાં જીત્યો ગોલ્ડ


એશિયન પેરા ગેમ્સ 2023માં ભારત માટે વધુ એક સુવર્ણ ચંદ્રક જીત્યો છે. શરથ મકનહલ્લીએ પુરુષોની 5000m T13 સ્પર્ધામાં જોર્ડનના નાબિલ મકબલેહને 0.01 સેકન્ડના સૌથી ઓછા અંતરથી હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. શરથે 2:18:90ના સમય સાથે મેડલ જીત્યો હતો.






એશિયન ગેમ્સ પછી, હરિયાણાના ખેલાડીઓ પણ પેરા એશિયન ગેમ્સમાં પોતાની ઓળખ બનાવી રહ્યા છે. ચીનના હાંગઝોઉમાં આયોજિત આ સ્પર્ધામાં ભિવાનીની અરુણા તંવરે તાઈકવાન્ડોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. દીકરીએ મેડલ જીતતા પરિવાર સહિત ગામના લોકોમાં ખુશીનો માહોલ છે.




પેરા એશિયન ગેમ્સ 2023માં ભારતની મેડલ ટેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્પર્ધાના બીજા દિવસે 24 ઓક્ટોબરે પ્રાચી યાદવે ગોલ્ડ મેડલ સાથે ભારતનું ખાતું ખોલાવ્યું હતું. એટલું જ નહીં તેના પતિ મનીષ કૌરવે પણ દેશ માટે મેડલ જીત્યો હતો. પ્રાચી યાદવે હાંગઝોઉમાં મહિલા પેરા કેનો KL2 ઈવેન્ટ જીતીને ભારતને સુવર્ણ શરૂઆત અપાવી હતી. પ્રાચીના પતિ મનીષ કૌરવે પુરુષોની પેરા કેનોઈ KL3 ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.


ભારતે પહેલા જ દિવસે પોતાના પ્રદર્શનથી બતાવી દીધું કે તેઓ કોઈથી ઓછા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય પેરા એથ્લેટ્સના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. તેણે ટ્વિટ કરીને તમામ મેડલ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા. અપેક્ષા મુજબ, ભારતે ટ્રેક અને ફિલ્ડ ઇવેન્ટમાં સૌથી વધુ 11 મેડલ જીત્યા. જેમાં પાંચ ગોલ્ડ મેડલનો પણ સમાવેશ થાય છે. આ પહેલા દિવસે પ્રણવ સુરમાએ મેન્સ ક્લબ થ્રો F51 ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. આ ઈવેન્ટમાં ભારતીય ખેલાડીઓએ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પણ જીત્યા હતા.