મેલબોર્નઃ ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 26 ડિસેમ્બરથી શરૂ થનારી બૉક્સિંગ ડે ટેસ્ટ ક્રિકેટ મેચમાં સર્વશ્રેષ્ઠ ખેલાડી એટલે કે મેન ઓફ ધ મેચને મોટુ ઇનામ મળશે. મેન ઓફ ધ મેચ ખેલાડીને જૉની મુલાગ પદકથી સન્માનિત કરવામાં આવશે.


જૉની મુલાગ વિદેશ પ્રવાસ પર જનારી પહેલી ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન હતા, તેમની આગેવાનીમાં 1868માં ટીમે બ્રિટનનો પ્રવાસ કર્યો હતો.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)એ પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યુ- બૉક્સિંગ ડે ટેસ્ટમાં સર્વશ્રેષ્ઠ ખેલાડીને જૉની મુલાગ પદકથી સન્માનિત કરવામાં આવશે. આનુ દિગ્ગજ જૉની મુલાગના નામ પરથી રાખવામાં આવ્યુ છે, જે 1868ની ક્રિકેટ ટીમના કેપ્ટન હતા, આ ટીમ આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરનારી પહેલી ઓસ્ટ્રેલિયન ટીમ હતી.



જૉની મુલાગનુ અસલી નામ ઉનારિમિન હતુ, અને તેમને 1868માં ક્ષેત્રીયી ટીમનુ નેતૃત્વ કર્યુ હતુ. આ પ્રવાસમાં તેમને 47માંથી 45 મેચ રમી હતી, અને લગભગ 23ની એવરેજથી 1668 રન બનાવ્યા હતા. તેમને 1877 ઓવર પર નાંખી હતી જેમાં 831 ઓવર મેડન હતી, અને 10ની એવરેજથી 245 વિકેટ ઝડપી હતી. પોતાની કેરિયરમાં તેમને કામચલાઉ વિકેટકીપરની ભૂમિકા પણ નિભાવી હતી, અને ચાર સ્ટમ્પિંગ કરી હતી.