Aus vs IND: પંતની ક્ષમતા પર તો ક્યારેય પંતના શોર્ટ સિલેકશન પર સવાલ ઉઠતા હતા. જો કે પંતે તેમાં સુધારો કર્યો છે. જો કે તેની સ્ટાઇલ નથી બદલી. બોલ પર હુમલો કરવો તેની ખૂબી છે.તેમની સ્ટાઇલ અને તેમની તાકાત પણ એ જ છે. જે આજે મેદાન પર જોવા મળી. પંતની આ જ આદતે આજે ઇતિહાસ રચી દીધો.
પંતે તેના પ્રદર્શનથી બતાવી દીધું કે. તે આક્રમણ કરવાનું નહીં છોડે. આક્રમણ જે ઓસ્ટ્રેલાની ઓળખ છે. પંતે ઓસ્ટ્રેલિયાના અંદાજમાં જ તેને માત આપીને ઇતિહાસ રચી દીધો. સાત મેચોમાં પહેલી વખત ટીમ ઇન્ડિયા બ્રિસ્બેનમાં જીત મેળવી છે. 32 વર્ષમાં પહેલી વખત ઓસ્ટ્રેલિયાને આ મેદાન પર હારી છે.
જીત બાદ શું કહ્યું પંતે?
ભારતના ક્રિકેટ ઇતિહાસમાં વિજયની આ ગાથા લખવામાં પંત અને ગિલની મહત્વપૂર્ણ ભૂમિકા રહી.
જીત બાદ પંતે જણાવ્યું હતું કે, “આ મારી જિંદગીની સૌથી મોટી ઉપલબ્ધી છે અને આ મારી ડ્રીમ સિરીઝ છે. પહેલો મેચ ન રમ્યા બાદ મેં ખૂબ જ મહેનત કરી અને ટીમ મેનેજમેન્ટ પણ મને હંમેશા બેક કરતું રહ્યું. મને મેચ વિનર કહેવાય છે. આજે મેં એ મેદાન પર કરી દેખાડ્યું.પાંચમા દિવસે બોલ ટર્ન કરી રહી હતી. મેં શોર્ટ સિલેકશન પર ધ્યાન આપ્યું. અંતે જીત જરૂરી છે. જો જીત ગયા તો ક્રિકેટમાં બધું જ યોગ્ય”
ઋષભ પંતે ઓસ્ટ્રલિયાનો રેકોર્ડ તોડ્યો, જીત બાદ પંતે કહ્યાં આ શબ્દો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Jan 2021 02:18 PM (IST)
ઋષભ પંતે જે રીતે આજે મેદાન પર પ્રદર્શન કર્યું, તેના જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. પંતે 138 બોલમાં 89 રન બનાવ્યા. ભારતીય ટીમે પહેલી વખત બ્રિસબેન પર જીત મેળવીને ઓસ્ટ્રેલિયાને માત આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -