SA vs AUS Score Live: રોમાંચક સેમિફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાનો ત્રણ વિકેટથી વિજય, ફાઇનલમાં ભારત સામે ટકરાશે

AUS vs SA, World Cup Semi-Final Live: ભારતે પ્રથમ સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 70 રને હરાવ્યું છે. હવે ફાઇનલ મેચ 19મી નવેમ્બરે રમાશે.

gujarati.abplive.com Last Updated: 16 Nov 2023 10:13 PM
ફાઇનલમાં પહોંચ્યુ ઓસ્ટ્રેલિયા

વન વર્લ્ડ કપ 2023ની બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને ત્રણ વિકેટે હરાવ્યું છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને તમામ વિકેટ ગુમાવીને 212 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયાએ સાત વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. હવે ઓસ્ટ્રેલિયા રવિવારે ભારત સામે ટકરાશે.

ઓસ્ટ્રેલિયા જીતની નજીક

ઓસ્ટ્રેલિયાની ટીમ ધીમે ધીમે ફાઈનલ તરફ આગળ વધી રહી છે. 38 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 6 વિકેટે 188 રન છે. જોશ ઇગ્લિશ 44 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 27 રન પર છે.  સાઉથ આફ્રિકાના બોલરો વિકેટ મેળવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે.

SA vs AUS Score Live: કેશવ મહારાજે ટ્રેવિસ હેડને બોલ્ડ કર્યો

કેશવ મહારાજે ઓસ્ટ્રેલિયાને ત્રીજો ઝટકો આપ્યો હતો. ટ્રેવિસ હેડને કેશવ મહારાજે બોલ્ડ આઉટ કર્યો હતો. ટ્રેવિસ હેડે 48 બોલમાં 62 રનનું યોગદાન આપ્યું હતું.

SA vs AUS Score Live: ઓસ્ટ્રેલિયાનો સ્કોર 3 વિકેટે 114 રન

ઓસ્ટ્રેલિયાનો સ્કોર 16 ઓવર બાદ 3 વિકેટે 114 રન છે. માર્નસ લાબુશેન 12 બોલમાં 5 રન બનાવીને રમી રહ્યો છે. સ્ટીવ સ્મિથ 16 બોલમાં 9 રન બનાવીને ક્રિઝ પર છે. બંને ખેલાડીઓ વચ્ચે 10 બોલમાં 17 રનની ભાગીદારી છે.

SA vs AUS Score Live: 212 રનમાં ઓલઆઉટ થઇ સાઉથ આફ્રિકાની ટીમ

સાઉથ આફ્રિકાની ટીમ 49.4 ઓવરમાં 212 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. મિલરે 101 રનની ઇનિંગ રમી હતી. ક્લાસને 47 રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયાના બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી. સ્ટાર્કે 10 ઓવરમાં 34 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. કમિન્સ પણ ત્રણ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. હેડ અને હેઝલવુડને બે-બે વિકેટ મળી હતી.

SA vs AUS Score Live: મિલરની સદી

મિલરે પોતાની સદી પૂરી કરી લીધી છે. જોકે, સદી ફટકાર્યા બાદ તરત જ મિલર કમિન્સનો શિકાર બન્યો હતો. પરંતુ મિલરે પોતાની ખાસ સદી છગ્ગા સાથે પુરી કરી હતી. મિલરના કારણે જ આફ્રિકા 200નો સ્કોર પાર કરી શક્યું છે. આફ્રિકાએ 203 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી છે. મિલરની 101 રનની ઇનિંગ્સમાં 8 ફોર અને 5 સિક્સ સામેલ હતી.

ડેવિડ મિલરની અડધી સદી

ડેવિડ મિલરે 70 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી છે. તેની લડાયક ઇનિંગ્સના કારણે દક્ષિણ આફ્રિકાનો સ્કોર છ વિકેટે 120 રનને પાર કરી ગયો છે.

દક્ષિણ આફ્રિકાએ છ વિકેટ ગુમાવી 

દક્ષિણ આફ્રિકાએ 119 રનમાં છ વિકેટ ગુમાવી દીધી છે. માર્કો જાન્સેન ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો. ટ્રેવિસ હેડે તેને પહેલા જ બોલ પર આઉટ  કર્યો હતો.


 

SA vs AUS Score Live: દક્ષિણ આફ્રિકાની અડધી ટીમ પેવેલિયન પરત ફરી હતી

દક્ષિણ આફ્રિકાની અડધી ટીમ 119 રન પર પેવેલિયન પરત ફરી ગઈ છે. ટ્રેવિસ હેડે હેનરિક ક્લાસેનને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી. ક્લાસને 48 બોલમાં 47 રન બનાવ્યા હતા. હેડે તેને બોલ્ડ કર્યો હતો. 

SA vs AUS Score Live: માર્કરામ પણ આઉટ

સાઉથ આફ્રિકાએ ત્રીજી વિકેટ ગુમાવી છે. માર્કરામ સ્ટાર્કનો શિકાર બન્યો હતો. માર્કરામ 20 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો હતો. 10.5 ઓવર પછી આફ્રિકાનો સ્કોર ત્રણ વિકેટના નુકસાને 22 રન છે.

દક્ષિણ આફ્રિકાને બીજો ફટકો

દક્ષિણ આફ્રિકાને છઠ્ઠી ઓવરમાં આઠના સ્કોર પર બીજો ઝટકો લાગ્યો હતો. ક્વિન્ટન ડી કોકને હેઝલવુડ કમિન્સે કેચ આઉટ કરાવ્યો હતો. તે 14 બોલમાં ત્રણ રન બનાવી શક્યો હતો. છ ઓવર પછી દક્ષિણ આફ્રિકાનો સ્કોર બે વિકેટે આઠ રન છે. રાસી વાન ડેર ડુસેન અને એઇડન માર્કરામ હાલમાં ક્રિઝ પર છે.

સાઉથ આફ્રિકાએ ગુમાવી પ્રથમ વિકેટ

દક્ષિણ આફ્રિકાને પહેલી જ ઓવરમાં જ ઝટકો લાગ્યો હતો. મિશેલ સ્ટાર્કે કેપ્ટન ટેમ્બા બાવુમાને વિકેટકીપર જોશ ઈંગ્લિસના હાથે કેચ કરાવ્યો હતો. બાવુમા ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.  એક ઓવર પછી સાઉથ આફ્રિકાનો સ્કોર એક વિકેટે એક રન છે. હાલમાં ક્વિન્ટન ડી કોક અને રાસી વેન ડેર ડુસેન ક્રિઝ પર છે.

બ્રેકગ્રાઉન્ડ

AUS vs SA, World Cup Semi-Final Live: વર્લ્ડ કપ 2023 ની બીજી સેમિફાઇનલ મેચ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે. જે ટીમ આ જીતશે તે ફાઇનલમાં ભારત સામે ટકરાશે. ભારતે પ્રથમ સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 70 રને હરાવ્યું છે. હવે ફાઇનલ મેચ 19મી નવેમ્બરે રમાશે. દક્ષિણ આફ્રિકાની વાત કરીએ તો તે પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે છે. તેણે 9માંથી 7 મેચ જીતી હતી. કાંગારૂ ટીમ ત્રીજા સ્થાને રહી હતી. તેણે 7 મેચ પણ જીતી હતી. પરંતુ દક્ષિણ આફ્રિકાનો નેટ રન રેટ વધુ સારો હતો. આ કારણોસર તે બીજા નંબર પર છે.


ટીમ ઓસ્ટ્રેલિયા ફોર્મમાં છે. ગ્લેન મેક્સવેલે અફઘાનિસ્તાન સામે તોફાની પ્રદર્શન કર્યું અને બેવડી સદી ફટકારી. પરંતુ તે ઘાયલ થયો હતો. જો કે હવે તે પ્લેઈંગ ઈલેવનમાં પરત ફરી શકે છે. મેક્સવેલે બેટિંગની સાથે બોલિંગમાં પણ શ્રેષ્ઠતા દર્શાવી છે. તે ટીમ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ઓસ્ટ્રેલિયાએ માત્ર ટ્રેવિસ હેડ અને ડેવિડ વોર્નરને ઓપનિંગની તક આપવી જોઈએ. આ બંને ખેલાડીઓ અનુભવી છે અને ઘણા પ્રસંગોએ ટીમ માટે સારું પ્રદર્શન કર્યું છે.


દક્ષિણ આફ્રિકાએ લીગ મેચમાં ઓસ્ટ્રેલિયાને મોટા અંતરથી હરાવ્યું હતું. તેણે લખનઉમાં રમાયેલી મેચમાં 134 રનથી જીત મેળવી હતી. જોકે, સેમિફાઇનલમાં જીત આસાન નહીં હોય. ઓસ્ટ્રેલિયાએ ટુર્નામેન્ટમાં શાનદાર વાપસી કરી છે. દક્ષિણ આફ્રિકાની ટીમ આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. માર્કો જેન્સનને તક મળી શકે છે. ટીમની નજર પણ શમ્સી પર હશે. ક્વિન્ટન ડી કોકે ટીમ માટે શાનદાર બેટિંગ કરી છે. તેણે 9 મેચમાં 591 રન બનાવ્યા છે. તે આ મેચમાં પણ ટીમ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.