નવી દિલ્હીઃ નવા વર્ષની શરૂઆત સાથે જ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પહેલી સીરીઝ સ્થગિત થઇ ગઇ છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ જાન્યુઆરી 2021માં પોતાની પહેલી સીરીઝ ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમ સાથે રમવા જઇ રહી હતી. જેની યજમાની ઓસ્ટ્રેલિયાને સોંપવામાં આવી હતી. હાલ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યુ છે કે આ સીરીઝને સ્થગિત કરવામા આવી રહી છે.

સ્થગિત થઇ કૉમનવેલ્થ બેન્ક સીરીઝ
હાલ બન્ને દેશોની વચ્ચે રમાનારી કૉમનવેલ્થ બેન્ક વનડે સીરીઝ આગામી સત્ર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આમાં વધારાન ત્રણ ટી20 મેચ સામેલ કરવા માટે પ્રવાસને લંબાવવાની યોજના પર વિચાર કરવામાં આવી રહ્યો છે.



ઓસ્ટ્રેલિયામાં રમશે સીરીઝ
ખરેખર, જાન્યુઆરી 2021માં ઓસ્ટ્રેલિયા ભારતીય મહિલા ક્રિકેટ ટીમની યજમાની કરવા જઇ રહ્યું છે. અહી કૉમનવેલ્થ બેન્ક વનડે સીરીઝ અંતર્ગત બન્ને મહિલા ટીમોને ત્રણ વનડે મેચ રમવાની હતી. હાલ આને આગામી સિઝન સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. વળી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના વચગાળાના સીઇઓ નિક હોકલેએ કહ્યું કે ઓસ્ટ્રેલિયન મહિલાઓની ટીમ આગામી સત્રમાં ભારતની યજમાની કરવા માટે તત્પર છે.