આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગમાં કથિત સંડોવણીને લઈને બીસીસીઆઈએ શ્રીસંત પર પ્રતિબંધ લગાવી દીધો હતો. શ્રીસંતનો સાત વર્ષનો પ્રતિબંધ ગત સપ્ટેમ્બરે પૂરો થયો હતો અને તેના બાદ આ તેની પ્રથમ ઘરેલુ ટૂર્નામેન્ટ છે.
આ પહેલા તેને આ મહિનામાં અલાપ્પુઝામાં સ્થાનિક ટી20 ટૂર્નામેન્ટ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ કોરોના વાયરસના કારણે આ ટૂર્નામેન્ટને સરકારે મંજૂરી આપી નહોતી. જેના કારણે ટૂર્નામેન્ટ સ્થગિત કરવામાં આવી હતી.
કેરળ ક્રિકેટ એસોસિએશનના એક અધિકારીએ જણાવ્યું કે, સૈયદ મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટમાં કેરળની ટીમનું નેતૃત્વ સંજૂ સેમસન કરશે.