નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે ઇન્ટરનેશનલ ક્રિકેટને વધુને વધુ નુકશાન થઇ રહ્યું છે. રિપોર્ટ છે કે કોરોના પ્રકોપના કારણે ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ઓક્ટોબરમાં રમાનારી ટી20 સીરીઝ રદ્દ કરી દેવામાં આવી છે. બન્ને દેશોના ક્રિકેટ બોર્ડે આ નિર્ણય લીધો છે. આ સીરીઝ થવાના કારણે આઇપીએલને ફાયદો થઇ શકે છે. કેમકે આ બન્ને દેશોના ખેલાડીઓ આઇપીએલની આખી સિઝન દરમિયાન અવેલેબલ રહી શકશે.

ઓક્ટોબરમાં બન્ને દેશોની વચ્ચે ટી20 મેચોની સીરીઝ રમાવવાની હતી. સીરીઝનુ આયોજન 4 ઓક્ટોબર, 6 ઓક્ટોબર અને 9 ઓક્ટોબરે થવાનુ હતુ. આ સીરીઝનુ આયોજન 18 ઓક્ટોબરથી શરૂ થનારી વર્લ્ડકપની તૈયારીઓને માટે મહત્વનો હતો. પરંતુ આઇસીસી ગયા મહિનાથી જ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડકપને રદ્દ કરી ચૂક્યુ છે.



આ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ઓક્ટોબર ટી20 સીરીઝ પણ રદ્દ થઇ ચૂકી છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ટી20નુ આયોજન ફરીથી થશે કે નહીં તે નક્કી નથી. ખાસ વાત છે કે કોરોના વાયરસના કારણે 13 માર્ચ બાદ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ મેદાન પર નથી ઉતર્યા, જ્યારે વેસ્ટઇન્ડિઝ ખેલાડીઓ ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરીઝથી મેદાન પર વાપસી કરી ચૂક્યા છે.