IPL: કોરોના વાયરસના કારણે ક્રિકેટના મેદાન પર રમત પર ખરાબ રીતે અસર થઈ છે. પરંતુ વિતેલા ચાર મહિનાથી ખેલાડીઓ દ્વારા કિસ્સા સંભળવવાનું સતત ચાલુ છે. આયરલેન્ડ માટે ઇંગ્લન્ડની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર બેટ્સમેન સૈમ બિલિંગ્સે ધોનીની સાથે આઈપીએલમાં વિતાવેલા દિવસોને યાદ કર્યા છે. બિલિંગ્સે કહ્યું કે, તેઓ કેવી રીતે ધોનીના રૂમમાં જઈને ફુટબોલ મેચ જોતા હતા.


બિલિંગ્સે ઘરેલુ ક્રિકેટ પર પોતાનું ધ્યાન લગાવવા માટે વિતેલા વર્ષે ડિસેમ્બરમાં રમાયેલ આઈપીએલમાંથી પોતાનું નામ ખેંચી લીધું હતું. તે 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી યૂએઈમાં રમાનાર આઈપીએલની 13મી સીઝનનો ભાગ નથી.

બિલિંગ્સે કહ્યું કે, “દિગ્ગજોનો અનુભવ, વિદેશી ખેલાડી, સ્થાનીક ખેલાડી બધાની સાથે ખૂબ મજા આવી. ધોનીથી મોટો સ્ટાર કોઈ નથી. મારા માટે તના દીમાગને જાણવું અને તે જે વાતાવરણ બનાવે તેને શીખવું શાનદાર રહ્યું.”

બિલિંગ્સે એ પણ ખુલાસો કર્યો કે, તે અને ધોની મેનચેસ્ટર યુનાઇટેડ ફુટબોલ ક્લબના મોટા ફેન છે. તેમણે કહ્યું કે, ટીમના તમામ યુનાઇટેડના ફેન્સ દોનીના રૂમમાં ફુટબોલ મેચ જોતા હતા. બિલિંગ્સે જણાવ્યું. “ધોની માનચેસ્ટર યુનાઇટેડ ફુટબોલ ક્લબનો મોટો ફેન છે. હું પણ છું. જો કોઈ માનચેસ્ટર યુનાઇટેડના ફેન્સ હોય તો તેઓ મને જરૂર બોલાવતા હતા. જ્યારે પણ માનચેસ્ટર યુનાઇટેડની મેચ હોત તો અમે ધોનીના રૂમમાં જઈને મેચ જોતા હતા. તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું છે.”

બિલિંગ્સે આઈપીએલમાં પોતાની કારકિર્દીની શરૂઆત દિલ્હી ડેયરડેવિલ્સની સાથે કરી હતી. જોકે આઈપીએલમાં બિલિંગ્સનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથીય બિલિંગ્સે આઈપીએલમાં 22 મેચમાં અંદાજે 18ની સરેરાશથી 334 રન બનાવ્યા છે.