Australia Playing XI for Boxing Day MCG Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) ની ચોથી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બર (બોક્સિંગ ડે) ના રોજ મેલબોર્નમાં યોજાવાની છે. આ ટેસ્ટ મેચ પહેલા ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે 25 ડિસેમ્બરે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. જ્યાં તેણે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત કરી હતી.






ટ્રેવિસ હેડને ભારત સામે બોક્સિંગ ડે ટેસ્ટ રમવા માટે ફિટ જાહેર કરવામાં આવ્યો છે, તેની સાથે એમસીજી હીરો સ્કોટ બોલેન્ડ પણ ટીમ સાથે જોડાશે. કેપ્ટન પેટ કમિન્સે પુષ્ટી કરી છે કે મેલબોર્નમાં ચોથી ટેસ્ટ માટે તેમની ટીમમાં બે ફેરફારો કરવામાં આવશે, જેમાં સેમ કોન્સ્ટાસ (નાથન મેકસ્વીનીના સ્થાને) ડેબ્યૂ કરશે અને ઈજાગ્રસ્ત જોશ હેઝલવુડનું સ્થાન બોલેન્ડ લેશે.


જોશ ઇંગ્લિસ ટ્રેવિસ હેડ માટે સંભવિત સ્ટેન્ડબાય ખેલાડી હતો. સાથે અનકેપ્ડ વિકેટકીપર-બેટ્સમેન પણ એ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓમાં સામેલ હતો જેણે ટ્રેનિંગ મેળવી હતી.


ટ્રેવિસ હેડને ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડી હતી


ટ્રેવિસ હેડની ફિટનેસ એ ઓસ્ટ્રેલિયન ટીમનું ટેન્શન વધારી દીધું હતું. જેને બ્રિસબેન ટેસ્ટ દરમિયાન ક્વાડ સ્ટ્રેઈનનો સામનો કરવો પડ્યો હતો. ક્રિસમસ ડે (25 ડિસેમ્બર) ના રોજ વૈકલ્પિક તાલીમ સત્રમાં હેડનો ફિટનેસ ટેસ્ટ લેવાયો હતો. આ પછી મીડિયા સાથે વાત કરતા કમિન્સે કહ્યું કે હેડ તમામ માપદંડો પર ખરો ઉતર્યો છે, તેઓ ગુરુવારે ભારતનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.


ટીમ ઈન્ડિયાએ MCGમાં સ્કોટ બોલેન્ડથી સાવચેત રહેવું પડશે, કારણ કે 3 વર્ષ પહેલા તેણે મેલબોર્નમાં ઈંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ તેણે બોક્સિંગ ડે ટેસ્ટમાં એક ઇનિંગમાં માત્ર 7 રન આપીને 6 વિકેટ લીધી હતી.                           


MCG ટેસ્ટ ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન


ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટાસ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, એલેક્સ કેરી (wk), પેટ કમિન્સ (c), મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ.


Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રૉફીનું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાનની મેચ આ તારીખે અહીં રમાશે, વાંચો લો