Under 19 World: વિશ્વ કપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાને હરાવી ફરી ઓસ્ટ્રેલીયાએ કરોડો ભારતીયોનું સપનું તોડ્યું છે. ઓસ્ટ્રેલીયાએ પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 253 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઈન્ડિયા 174 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. આમ ઓસ્ટ્રેલીયાએ 79 રને મેચ જીતી લીધી હતી. આ સાથે અંડર 19 વિશ્વ કપનું ટાઈટલ પણ પોતાના નામે કર્યું હતું. ભારત તરફથી આદર્શ સિંહે સૌથી વધુ 47 રન બનાવ્યા હતા. આ ઉપરાંત મુરુગન અભિષેકે 42 રનની લડાયક ઈનિંગ રમી હતી. પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહોતો. નોંધનિય છે કે, આ પહેલા 2023 વનડે વિશ્વ કપની ફાઈનલમાં રોહિત શર્માની કેપ્તાનીવાળી ટીમ ઈન્ડિયા હારનો સામનો કરવો પડ્યો હતો.
ઓસ્ટ્રેલિયાએ અંડર 19 વર્લ્ડ કપ 2024નું ટાઇટલ કબજે કર્યું છે. તેણે ફાઇનલમાં ભારતને 79 રનથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ 84 દિવસમાં બીજી વખત ભારતને ફાઇનલમાં હરાવ્યું છે. આ પહેલા ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 253 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 43.5 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમે 174 રન બનાવ્યા હતા. જેથી 79 રનથી હાર મળી હતી.
254 રનનો ટાર્ગેટ મળ્યો હતો
ઓસ્ટેલીયાએ અંડર 19 વિશ્વ કપમાં 50 ઓવરમાં 7 વિકેટે 253 રન બનાવ્યા હતા. આમ ભારતને વિશ્વ કપ જીતવા 254 રનનો ટાર્ગેટ મળ્યોહતો. ઓસ્ટ્રેલીયા તરફથી સૌથી વધુ રન હરજસ સિંહે 55 રન બનાવ્યા હતા. જ્યારે ભારત તરફથી રાજ લીંબાણીએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.
અંડર 19 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે 254 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 253 રન બનાવ્યા હતા. હરજસ સિંહે અડધી સદી ફટકારી હતી. તેણે 64 બોલનો સામનો કરીને 55 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. કેપ્ટન હ્યુગે 48 રનની શાનદાર ઇનિંગ રમી હતી. હેરી ડિક્સને 42 રન બનાવ્યા હતા.
આવી રહી ટીમ ઈન્ડિયાની બોલીંગ
ભારત તરફથી રાજ લિંબાણી સૌથી સફળ બોલર રહ્યો હતો. રાજ લિંબાણીએ 10 ઓવરમાં 38 રન આપીને 3 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. જ્યારે નમન તિવારીને 2 સફળતા મળી. આ સિવાય સૌમી પાંડે અને મુશીર ખાને 1-1 કાંગારુ બેટ્સમેનને આઉટ કર્યા હતા. ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત સારી રહી ન હતી અને સસ્તામાં સેમ કોન્સ્ટાસની વિકેટ ગુમાવી દીધી હતી. કોન્સ્ટન્સ ખાતું ખોલાવ્યા વિના રાજ લિંબાણીનો શિકાર બન્યો હતો. આ પછી કેપ્ટન હ્યુગ વેગબેન અને હેરી ડિક્સને 78 રનની ભાગીદારી કરીને દાવને સંભાળ્યો હતો. નમન તિવારીએ આ બંને ખેલાડીઓને આઉટ કર્યા હતા.
ઓસ્ટ્રેલિયાએ 99 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, જ્યાંથી ભારતીય મૂળના ખેલાડીઓ હરજસ સિંહ અને રેયાન હિક્સે મળીને 66 રન જોડ્યા હતા. હિક્સને ફાસ્ટ બોલર રાજ લિંબાણીએ આઉટ કર્યો હતો. જ્યારે હરજસ સિંહ સ્પિનર સૌમી પાંડેનો શિકાર બન્યો હતો. રાફે મેકમિલન પણ કંઈ ખાસ કરી શક્યો ન હતો અને તેને મુશીર ખાને આઉટ કર્યો હતો. અહીંથી ઓલિવર પીકે અણનમ 46 રન બનાવ્યા અને ઓસ્ટ્રેલિયાને 250થી આગળ લઈ ગયા.
ભારતે તેના પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ ટોમ કેમ્પબેલના સ્થાને ચાર્લી એન્ડરસનને તક આપી હતી. ભારતે પ્રથમ સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને 2 વિકેટે હરાવ્યું હતું. જ્યારે બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 1 વિકેટથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
ભારતની પ્લેઇંગ-11
ભારત: ઉદય સહારન (કેપ્ટન), આદર્શ સિંહ, અર્શિન કુલકર્ણી, મુશીર ખાન, પ્રિયાંશુ મોલિયા, સચિન ધાસ, અરવેલી અવનીશ (વિકેટકીપર), મુરુગન અભિષેક, રાજ લિંબાણી, નમન તિવારી અને સૌમ્ય પાંડે.
ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ-11
હ્યુજ વિબજેન (કેપ્ટન), સેમ કોન્સ્ટાસ, હેરી ડિક્સન, હરજસ સિંઘ, રેયાન હિક્સ (વિકેટકીપર), ઓલિવર પીક, રાફ મેકમિલન, ચાર્લી એન્ડરસન, ટોમ સ્ટ્રેકર, માહલી બીર્ડમેન અને કેલમ વિડલર.