નવી દિલ્હીઃ આગામી વર્ષે એટલે કે જાન્યુઆરી 2020માં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે. અહીં ભારતીય ટીમે ત્રણ મેચોની વનડે સીરીઝ રમવાની છે. હાલ ઓસ્ટ્રેલિયન ટીમ ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સીરીઝ રમી રહ્યું છે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડે ભારત સામે ટકરાવવા માટે પોતાની વનડે ટીમની જાહેરાત કરી દીધી છે.
ઓસ્ટ્રેલિયન ક્રિકેટે આગામી વર્ષે રમાનારી વનડે સીરીઝ માટે 14 સભ્યોની ટીમ જાહેર કરી દીધી છે. જેમાં યુવા ખેલાડી માર્નસ લાબુસેનને પહેલીવાર વનડેમાં મોકો મળ્યો છે, માની શકાય છે કે લાબુસેન ભારત સામે વનડેમાં ડેબ્યૂ કરી શકે છે.
ત્રણ મેચોની વનડે સીરીઝ.....
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વનડે મેચોની સીરીઝ રમવાનુ છે. પ્રથમ વનડે 14 જાન્યુઆરીએ, બીજી વનડે 17 જાન્યુઆરીએ અને ત્રીજી અને અંતિમ વનડે 19 જાન્યુઆરી, 2020માં રમાવવાની છે.
ત્રણ ખતરનાક ખેલાડીને ટીમમાંથી કરાયા બહાર.....
14 સભ્યોની આ વનડે ટીમમાં ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ, માર્કેસ સ્ટૉઇનિસ અને નાથન લિયોનને બહાર રાખાયા છે, તેમને બિગ-બેશ લીગ રમવા માટે કહેવામાં આવ્યુ છે.
ઓસ્ટ્રેલિયન વનડે ટીમઃ-
એરોન ફિન્ચ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, ડેવિડ વોર્નર, સ્ટીવન સ્મિથ, પીટર હેન્ડસ્કૉમ્બ, એલેક્સ કેરી, એશ્ટન ટર્નર, સીન એબૉટ, એડમ જામ્પા, જોશ હેઝલવુડ, માર્નસ લાબુશેન, કેન રિચર્ડસન, એશ્ટન એગર.
આગામી મહિને ભારતને હરાવવા ઓસ્ટ્રેલિયાએ જાહેર કરી પોતાની વનડે ટીમ, ત્રણ ખતરનાક ખેલાડીઓને કરાયા બહાર, જુઓ લિસ્ટ.......
abpasmita.in
Updated at:
17 Dec 2019 10:29 AM (IST)
પ્રથમ વનડે 14 જાન્યુઆરીએ, બીજી વનડે 17 જાન્યુઆરીએ અને ત્રીજી અને અંતિમ વનડે 19 જાન્યુઆરી, 2020માં રમાવવાની છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -