નવી દિલ્હી: ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ICCની નવી ટેસ્ટ રેન્કિંગમાં બેટ્સમેનોની યાદીમાં નંબર 1 સ્થાન પર યથાવત છે. વિરાટ કોહલી (928) ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ કરતા 17 પોઇન્ટ આગળ છે. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન માર્નસ લબુશેને રેન્કિંગમાં સતત વધારો કર્યો છે. ન્યુઝીલેન્ડ સામે પર્થ ટેસ્ટમાં 143 અને 50 રનની ધારદાર ઈનિગ રમીને લાબુશાને ત્રણ સ્થાન આગળ વધીને પાંચમા સ્થાને પહોંચ્યા છે.


લાબુશાને જોકે પાકિસ્તાનના ઝહીર અબ્બાસ અને મુદસ્સર નઝારનાં રેકોર્ડની બરાબરી કરવામાં ચૂકી ગયા હતા. જેમાં તેમણે સતત ત્રણ ઇનિંગ્સમાં 150 થી વધુ રન બનાવ્યા હતા. રેન્કિંગમાં તેમણે ઓપનર ડેવિડ વોર્નરને પાછળ છોડી દીધો હતો અને સ્મિથ પછીનાં બીજાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. ચેતેશ્વર પૂજારા (791) અને અજિંક્ય રહાણે (759) અનુક્રમે ચોથા અને છઠ્ઠા સ્થાને છે.

જ્યારે શ્રીલંકા સાથે પ્રથમ ઘરેલુ ટેસ્ટમાં અણનમ 102 રન રમ્યા બાદ બાબર આઝમ પ્રથમ વખત ટોપ 10 માં પહોંચ્યો છે. ટી -20 રેન્કિંગમાં ટોચ પર અને વન ડેમાં બીજા ક્રમે રહેલો આ બેટ્સમેન ટેસ્ટ રેન્કિંગમાં 13 માંથી નવમાં સ્થાને રહ્યો છે.