ODI World Cup Australia Team: ભારતમાં શરૂ થવામાં ODI વર્લ્ડ કપને એક મહિના કરતા પણ ઓછો સમય બાકી છે. દરમિયાન ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મેગા ઈવેન્ટ માટે તેના 15 ખેલાડીઓના નામની જાહેરાત કરી છે. તેની પાસે હજુ પણ 27 સપ્ટેમ્બર સુધી આ ટીમમાં ફેરફાર કરવાની તક રહેશે. ગયા મહિનાની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ માટે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી અને હવે તેમાંથી 3 ખેલાડીઓને બાકાત કરીને મુખ્ય ટીમ જાહેર કરવામાં આવી છે.






ODI વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ આ રહી:


પેટ કમિન્સ (કેપ્ટન), સ્ટીવ સ્મિથ, એલેક્સ કેરી, જોશ ઈંગ્લિસ, સીન એબોટ, એશ્ટન અગર, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા, મિશેલ સ્ટાર્ક.



ટીમ ઇન્ડિયાની જાહેરાત


આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનારા વન-ડે વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના મુખ્ય પસંદગીકારોએ ખેલાડીઓની યાદી જાહેર કરી હતી.


વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. શ્રીલંકાના કેન્ડીમાં ભારતીય ટીમની હોટલમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. દરમિયાન મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે ટીમની જાહેરાત કરી હતી. કેએલ રાહુલની પસંદગી કરવામાં આવી છે. તેને એશિયા કપ માટે પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ પ્રથમ બે મેચમાં તે રમ્યો નહોતો. અત્યાર સુધી તે ઈજા બાદ એક પણ મેચ રમ્યો નથી. આવી સ્થિતિમાં તેણે મેચ માટે પોતાની ફિટનેસ સાબિત કરવી પડશે. એશિયા કપ માટે પસંદ કરાયેલા તિલક વર્મા અને પ્રસિદ્ધ કૃષ્ણાની પસંદગી કરવામાં આવી નથી.


વર્લ્ડકપ માટેની ભારતીય ટીમ


રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, ઈશાન કિશન, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ.