નવી દિલ્હીઃ ક્રિકેટના ગ્રાઉન્ડ પરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ અને અનુભવી સ્પીનર નાથન લિયૉને ટેસ્ટ ક્રિકેટમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. શ્રીલંકા વિરુદ્ધ રમાઇ રહેલા ગાલા ટેસ્ટમાં 9 વિકેટ લઇને નાથન લિયૉને ભારતના પૂર્વ કેપ્ટન અને ફાસ્ટ બૉલર કપિલ દેવનો રેકોર્ડ તોડી દીધો છે.
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પીનર નાથન લિયૉને ટેસ્ટ ક્રિકેટમાં મોટો રેકોર્ડ બનાવી દીધો છે. નાથન લિયૉનના નામે હવે ટેસ્ટ ક્રિકેટમાં 436 વિકેટ થઇ ગયા છે. તેની કાતિલ બૉલિંગના કારણે ઓસ્ટ્રેલિયાએ પહેલી ટેસ્ટમાં શ્રીલંકાને 10 વિકેટથી હાર આપી છે.
શ્રીલંકા ટીમ -
પથુમ નિસાનકા, દિમુથ કરુણારત્ને (કેપ્ટન), કુસલ મેન્ડિંસ, એન્જેલો મેથ્યૂઝ, ધનંજયા ડિસિલ્વા, દિનેશ ચાંડીમલ, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), રમેશ મેન્ડિસ, જેફરી વેન્ડરસે, લસિથ એમ્બૂલડેનિયા, અસિથા ફર્નાન્ડો.
ઓસ્ટ્રેલિયા ટીમ -
ઉસ્માન ખ્વાઝા, ડેવિડ વૉર્નર, માર્નસ લાબુશાને, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમરૂન ગ્રીન, એલેક્સ કેરી (વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, નાથન લિયૉન, મિશેલ સ્વેપસન.
આ પણ વાંચો.....
Gujarat Rain: અષાઢી બીજના દિવસે રાજ્યમાં છવાયો વરસાદી માહોલ, ભગવાન જગન્નાથ પર વરુણ દેવના અમી છાંટણા
IND vs ENG Test: ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે આજથી ટેસ્ટ, એજબેસ્ટનમાં ટીમ ઇન્ડિયાનો છે ખરાબ રેકોર્ડ
Vastu Shastra Tips: આ વસ્તુઓનો ઉધાર માંગીને ના કરો ઉપયોગ, નહી તો થશે નુકસાન